ચંદીગઢ: પંજાબના બટિંડાના લહરા ગામ (Lehra village in Bathinda)માં છોટા હાથીનું ટાયર ફાટતા પેસેન્જર સીટ પર બેઠેલા એક યુવકની છાતીમાંથી છ ફૂટ લાંબી લોખંડની એંગલ આરપાર નીકળી ગઈ હતી. જે બાદમાં લોકોએ ખૂબ મહેનતથી તેને લોખંડની એંગલ સાથે હૉસ્પિટલ પહોંચાડ્યો હતો. છ ડૉક્ટર અને 22 પેરામેડિકલ સભ્યોએ પાંચ કલાકની મહેનાત બાદ એંગલને બહાર કાઢી હતી. યુવક હાલ ખતરાથી બહાર છે. હૉસ્પિટલના સર્જન ડૉક્ટર સંદીપ ઢંડે જણાવ્યું કે લોખંડની એંગલ થડી પણ જો હૃદયને સ્પર્શ કરી લેતો તો યુવકનું મૃત્યું થઈ શકતું હતં.
યુવકની છાતીમાંથી આરપાસ થયેલી લોખંડની એંગલની બહાર કાઢવાનું કામ સરળ ન હતું. યુવકને જ્યારે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે સતત ડૉક્ટર્સ સાથે વાતચીત કરી રહ્યો હતો. યુવકે ડૉક્ટર્સને કહ્યું હતું કે હતુ કે તેઓ આ એંગલને બહાર કાઢી દે, બાકી બધુ વાહેગુરુના હાથમાં છે. ડૉક્ટરોએ પ્રથમ આ અંગલને બંને તરફથી કાપી નાખી હતી. જે બાદમાં યુવકને બેભાન કરીને ઑપરેશન કર્યું હતું. ડૉક્ટરો એ વાત સારી રીતે જાણતા હતા કે જ્યારે એંગલને છાતીમાંથી બહાર કાઢવામાં આવશે ત્યારે વધુ પ્રમાણમાં લોહી વહેશે, જે યુવક માટે ઘાતક સાબિત થઈ શકે છે.
ઑપરેશન પહેલા જ તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હતી. આખરે ડૉક્ટરોએ હરદીપની છાતીમાં ઘૂસેલા એંગલને કાઢી નાખી હતી. આ બનાવ ગત ગુરુવારે બન્યો હતો. આ વાતનો ખુલાસો શુક્રવારે થયો હતો. બીજી તરફ સ્વતંત્રતા દિવસને પગલે પોલીસ વ્યસ્ત હતી. જ્યારે પોલીસને આ અંગેની જાણકારી મળી તો તે પૂછપરછ માટે હૉસ્પિટલ પહોંચી હતી. પોલીસે એવું જાણવાનો પ્રયાસ કર્યો હતો કે બનાવ કેવી રીતે બન્યો હતો. જોકે, ઑપરેશન પછી યુવક બેભાન હતી, આથી તેની પૂછપરછ થઈ શકી ન હતી.
મધ્ય પ્રદેશમાં ઇન્દોર જિલ્લા (Indore district)માં ડૉક્ટરોની બેદરકારીને પગલે એક વ્યક્તિની જિંદગી બગડી ગઈ છે. ડૉક્ટરોએ આ વ્યક્તિના માથાનું હાડકું (Bone of head) કાઢી લીધું હતું. જ્યારે વ્યક્તિને આ હાડકાંની ફરીથી જરૂર પડી ત્યારે સંપર્ક કરતા માલુમ પડ્યું કે હાડકાને નષ્ટ કરી દેવાયું છે. જે બાદમાં વ્યક્તિએ ડૉક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police complaint against doctor) આપી છે. વ્યક્તિનું કહેવું છે કે ડૉક્ટરના કારણે તેની જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ કેસમાં હૉસ્પિટલ તંત્ર અને દર્દીના પરિવારજનો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. હૉસ્પિટલનું કહેવું છે કે પરિવારની મંજૂરી બાદ હાડકાને નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે દર્દીના પરિવારનું કહેવું છે કે તેમણે આ માટે મંજૂરી આપી નથી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર