ઉંદર મારવાની દવાથી કરી લીધુ બ્રશ, મહિલાને થયું આવું

News18 Gujarati
Updated: November 26, 2019, 3:31 PM IST
ઉંદર મારવાની દવાથી કરી લીધુ બ્રશ, મહિલાને થયું આવું
ટૂથપેસ્ટ અને ઝેર વચ્ચેનો તફાવત સમજ્યા વગર બ્રશ કરવું મહિલાને મોંઘુ પડ્યું.

ઉડુપીમાં એક મહિલાએ ટૂથપેસ્ટને બદલે ભૂલથી ઉંદર મારવાની દવાથી બ્રશ કરી લીધુ, ત્યારબાદ આ મામલે પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો.

  • Share this:
કર્ણાટક: ઘરમાં કેટલીક વખત વ્યક્તિ શેમ્પૂને બદલે સાબુથી વાળ ધુએ છે. કેટલીકવાર ક્રીમની જગ્યાએ તેલ લગાવી દે છે. કેટલીકવાર મિસરી સમજી ફટકડી ખાય જાય છે. પરંતુ લીલાએ જે કર્યું, તેનાથી તેણીએ જીવ ગુમાવ્યો.

અડધી ઊંઘમાં ટૂથપેસ્ટ અને ઝેર વચ્ચેનો તફાવત સમજ્યા વગર બ્રશ કરવું મહિલાને મોંઘુ પડી ગયું. કર્ણાટકના ઉદૂપી જિલ્લાની આ ઘટના છે જ્યાં એક મહિલાએ ઉંદર મારવાની દવાથી ટૂથપેસ્ટથી બ્રશ કર્યુ હતુ, જેના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. ઉદૂપીના માલપે પોલીસ સ્ટેશનમાં અકુદરતી મોતનો કેસ નોંધવામાં આવ્યો છે.

કર્ણાટકના ઉડુપી જિલ્લામાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ત્યા એક મહિલાએ ભૂલથી ટૂથપેસ્ટને બદલે ઉંદરોની દવાથી બ્રશ કરી લીધુ. આ કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. ઉડુપીની માલપે પોલીસમાં અકુદરતી મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાની ઓળખ માલપેની રહેવાસી લીલા કરકેલા (57) તરીકે થઈ છે.

આ પણ વાંચો: સ્કૂલના કબાટમાં છુપાવ્યો હતો કૅમેરો, મિત્રએ બનાવી સેક્સ ટેપઆ ઘટના 19 નવેમ્બરની છે. લીલા સવારે 5 વાગ્યે જાગી અને બ્રશ કરવા ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંપૂર્ણ નિંદ્રા ન ખૂલવાને કારણે મહિલા ઉંદરોની દવા અને ટૂથપેસ્ટની ટ્યુબ વચ્ચે તફાવત કરી શકી નહીં. દાંતમાં ઉંદર મારવાની દવા લગાડતા જ લીલાની તબિયત લથડી અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.લીલાની તબિયત વધારે ખરાબ થતા પરિવારજનો પણ તેની પાસે દોડીને આવ્યા અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં 5 દિવસ સુધી તેની સારવાર કરવામાં આવી હતી પરંતુ પૂરા શરીરમાં ઝેર ફેલાઇ ગયું હતુ, એ ઝેર એટલું વધી ગયું હતુ કે તેના કારણે લીલા બચી શકી ન હતી અને રવિવારે તેનું મોત નીપજ્યું હતું.
First published: November 26, 2019
વધુ વાંચો
अगली ख़बर