રશિયામાં નદી કિનારેથી મળી આવ્યા 54 માનવ હાથ, પોલીસ પણ હેરાન

News18 Gujarati
Updated: March 10, 2018, 11:45 AM IST
રશિયામાં નદી કિનારેથી મળી આવ્યા 54 માનવ હાથ, પોલીસ પણ હેરાન
News18 Gujarati
Updated: March 10, 2018, 11:45 AM IST
રશિયામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને જોઈને તમારા હોંશ પણ ઉડી જશે. જો કે આ સમગ્ર વિષય પર હજુ સુધી કોઈ નક્કર પુરાવ મળ્યા નથી.

ઘટના એવી છે કે રશિયામાં એક નદી કિનારેથી એક બેગ મળી આવી, અને એ બેગ ખોલતા જ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો. આ બેગ ખોલતા જ એવું મળ્યું કે જેનો અંદાજ પણ ન લગાવી શકાય.

ઘટનાની વિગત અનુસાર સાઈબેરિયા વિસ્તારમાં આવેલા ખબરોવ્સ્ક શહેરના સટી અમૂર નદીના કિનારેથી એક માછીમારને બેગ મળી આવી હતી. જે બેગ ખોલતા જ તેમાંથી 54 કપાયેલી માનવ હથેળીઓ મળી આવી હતી.


Loading...

રશિયાની આ ઘટના સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ છે. અને તેની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આ વિષય પર હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

રિપોર્ટ્સ અનુસાર, જે નદી કિનારેથી કપાયેલી હથેળીઓ ભરેલી બેગ મળી છે તે વિસ્તાર એક ફેમસ ફિશિંગ સ્પોટ છે. લોકો અહીં માછલી પકડવા માટે આવે છે. જો કે નદીની આસપાસના વિસ્તારમાંથી આ ઘટના સાથે જોડાયેલા કોઈ પુરાવ મળ્યા નથી. આમ 54 કપાયેલી હથેળીઓ મળી આવતા પોલીસ પણ હેરાન છે. જેથી પોલીસ તપાસ કરી રહી છે કે આ બેગ ક્યાંથી આવી અને આ ઘટના પાછળ જવાબદાર કોણ છે?

હાલ તો આ સમગ્ર મામલે ઉકેલ લાવવા માટે પોલીસે બેગ સહિત હથેળીઓ જપ્ત કરીને ફોરેંસિક એક્સપર્ટ્સ પાસે મોકલી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિંગરપ્રિંટ્સની મદદથી ઘટનામાં શિકાર બનેલા લોકો અને તેના વિષે જોડાયેલી સવાલોનો જવાબ મળી શકશે.

 
First published: March 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर