ઓડિશામાં અચાનક નદીમાંથી બહાર નીકળ્યું ભગવાન વિષ્ણુનું 500 વર્ષ જૂનું મંદિર

News18 Gujarati
Updated: June 13, 2020, 11:53 AM IST
ઓડિશામાં અચાનક નદીમાંથી બહાર નીકળ્યું ભગવાન વિષ્ણુનું 500 વર્ષ જૂનું મંદિર
500 વર્ષ જૂનું મંદીર મળ્યું.

મંદિર 15મી કે 16ની સદીનું હોવાનું પુરાતત્વ વિભાગનું અનુમાન, આ મંદિર આશરે 60 ફૂટ ઊંચું છે.

  • Share this:
નયાગઢ : ઓડિશા (Odisha)ના નયાગઢ સ્થિત પદ્માવતી નદીની આસપાસ રહેતા લોકો એ સમયે આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે નદીની અંદર 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નું મંદિર અચાનક બહાર દેખાવ લાગ્યું હતું. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ (INTACH)ના પુરાતત્વ વિભાગની ટીમે જણાવ્યું કે આ મંદિરને તેમણે શોધી કાઢ્યું છે. આ મંદિરની બનાવટને જોતા અંદાજ લગાવી શકાય છે કે તે 15મી અથવા 16મી સદીનું હશે. આ મંદિરમાં ગોપીનાથ (ભગાવાન વિષ્ણુ)ની મૂર્તિ બિરાજમાન હતી, જેને ગામના લોકો પોતાની સાથે લઈ ગયા હતા.

ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ (INTACH)ના પુરાતત્વ વિભાગની ટીમે જણાવ્યું કે ઓડિશામાં નયાગઢ સ્થિત બૈઘેશ્વર પાસે મહાનદીની શાખા પદ્માવતી નદીની વચ્ચે મંદિરની ટોચ સ્પષ્ટ દેખાઈ રહી છે. આર્કિયોલૉજિસ્ટ દીપક કુમાર નાયકે જણાવ્યું કે તેમની ટીમને આ અંગેની જાણકારી મળી હતી. જે જગ્યા પર પદ્માવતી નદી છે ત્યાં પહેલા ગામ હતું અને ઘણા મંદિરો આવેલા હતા. તેમણે જણાવ્યુ કે નદીમાં જે મંદિર જોવા મળ્યું છે તે આશરે 60 ફૂટ ઊંચું છે. મંદિરની બનાવટને જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે 15મી અથવા 16મી સદીનું છે.

કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યા પર આ મંદિર મળી આવ્યું છે તે વિસ્તારને તપતાના કહે છે. અહીં એક સાથે સાત ગામ હતા. સાતેય ગામના લોકો આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા. આશરે 150 વર્ષ પહેલા નદીએ પોતાનું વહેણ બદલ્યું હતું અને પૂરના પાણી ગામ પર ફરી વળ્યા હતા. જે બાદમાં સાતેય ગામ નદીમાં ડૂબી ગયા હતા. દીપીક કુમારે જણાવ્યુ કે આ ઘટના 19મી સીદની આસપાસની હશે. પાણીનો પ્રવાહ જોઈને ગામના લોકોએ મંદિરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ હટાવી લીધી હતી અને તેને ઊંચા સ્થાન પર સ્થાપિત કરી હતી. 

આ પણ વાંચો : દેશમાં કોરોનાના કેસમાં રેકૉર્ડ વધારો, 24 કલાકમાં 11,458 દર્દીનો વધારો

પદ્માવતી ગામની આસપાસ 22 મંદિર હતા

સ્થાનિક લોકોનું કહેવું છે કે પદ્માવતી ગામની આસપાસ 22 મંદિર હતા. નદીએ વહેણ બદલતા તમામ મંદિરો પાણીમાં ડૂબી ગયા હતા. આશરે 150 વર્ષ પછી ફરી એકવાર ભગવાન ગોપીનાથ દેવના મંદિરનું મસ્તક બહાર દેખાયું છે. આ ઘટના બાદ હવે પુરાતત્વ વિભાગે નદીની આસપાસની ઐતિહાસિક વારસાના કાગળો મેળવવાની શરૂઆત કરી છે. INTACHના પ્રોજેક્ટ કોર્ડિનેટર અનિલ ધીરે જણાવ્યું કે મંદિર મળ્યા બાદ હવે અમે તેની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં ઐતિહાસિક વારસાને શોધવામાં લાગ્યા છીએ.

આ પણ વાંચો : શું વિચાર્યું હતું અને શું થયું! સારા અલી ખાને 2020ના વર્ષ માટે કરી પોસ્ટ
First published: June 13, 2020, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading