Home /News /eye-catcher /Shocking: દુનિયાના આ 5 દેશોમાં આજે પણ નથી એરપોર્ટ! જાણો અહીં લોકો કેવી રીતે પહોંચે છે?

Shocking: દુનિયાના આ 5 દેશોમાં આજે પણ નથી એરપોર્ટ! જાણો અહીં લોકો કેવી રીતે પહોંચે છે?

આ સમયે દુનિયામાં 5 દેશો એવા છે જ્યાં એરપોર્ટ નથી. (Image- Internet)

Countries With No Airports: તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના પાંચ દેશો એવા છે, જ્યાં એક પણ એરપોર્ટ નથી. આ પાંચ દેશોમાં જવા માટે તમારે જહાજ કે રોડ માર્ગ અપનાવવો પડશે.

Countries With No Airports: જ્યાં આજે દુનિયાના મોટાભાગના દેશો એડવાન્સ એર સિસ્ટમમાં કામ કરી રહ્યા છે, ટ્રાવેલ કરવાથી લઇને સામાન લાવવા માટે પ્લેનનો ઉપયોગ કરી રહ્યા છે, તો બીજી તરફ તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ કેટલાક દેશો એવા છે, જ્યાં એક પણ એરપોર્ટ નથી. લોકો એરોપ્લેનના માધ્યમથી બહુ ઓછા સમયમાં એકથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. આ એરપ્લેન્સ માટે એરપોર્ટનું નિર્માણ કરવામાં આવે છે, પરંતુ રીડર્સ ડાયજેસ્ટના અહેવાલ મુજબ, આ સમયે દુનિયામાં 5 દેશો એવા છે જ્યાં એરપોર્ટ નથી. તમે પણ જાણો કયા છે એ પાંચ દેશ.

વેટિકન સિટી

વેટિકન સિટીને દુનિયામાં સૌથી નાના દેશ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર એકસો નવ એકરની જમીન પર વસેલા આ દેશમાં એકપણ એરપોર્ટ નથી. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ રોમમાં છે. રોમમાં બે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. પરંતુ વેટિકનમાં એક પણ નથી.

આ પણ વાંચો: Flying Cars Airport: બ્રિટનમાં ઉડતી કાર માટે બન્યું વિશ્વનું પ્રથમ એરપોર્ટ, ડ્રોન પણ ઉડશે

સેન મારિનો

દુનિયાના પાંચમા સૌથી નાના દેશ સેન મારિનોમાં એક પણ એરપોર્ટ નથી. જો કે, તેનું સૌથી નજીકનું એરપોર્ટ માત્ર નવ માઇલના અંતરે છે. એટલે કે અહીં 33 હજાર લોકોને નવ માઇલના અંતરે એરપોર્ટ મળી જાય છે, જેથી તેમને બહુ મુશ્કેલી નથી થતી.

મોનાકો

પશ્ચિમ યુરોપમાં આવેલો આ એક નાનકડો દેશ છે, જેને દુનિયાનો બીજો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. તે ફ્રાંસ અને ઇટલી વચ્ચે આવેલું છે. અહીં દુનિયાના કોઇપણ દેશથી વધુ પ્રતિવ્યક્તિ કરોડપતિ છે. તેમ છતાં એ વાત આશ્ચર્યજનક છે કે અહીં એકપણ એરપોર્ટ નથી.

આ પણ વાંચો: Video: દરિયાના સૌથી ઊંચા મોજા પર સવાર થઈને આ વ્યક્તિએ રચ્યો ઈતિહાસ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

લિકટેંસ્ટીન

લિકટેંસ્ટીન એક એવો દેશ છે જેની બાઉન્ડ્રી બે દેશો સાથે લાગે છે. આ દેશ ઓસ્ટ્રિયા અને જર્મની સાથે પોતાની બોર્ડર શેર કરે છે. પરંતુ અહીં એક પણ એરપોર્ટ નથી. અહીં આવતી કાર, બોટ કે રેલના માધ્યમથી દેશમાં પહોંચાય છે. અહીનું સૌથી નજીકનું એરપોર્ટ સ્વિત્ઝર્લેન્ડમાં છે. આ દુનિયાનો એવો દેશ છે જે સૌથી ઓછા દેવામાં ડૂબેલો છે.

અંડોરા

યુરોપના છઠ્ઠા અને દુનિયાના 16મા સૌથી નાના દેશમાં અંડોરાની ગણતરી થાય છે. તે લગભગ 468 વર્ગ કિમીમાં ફેલાયેલ છે. આ દેશની વસ્તી 85,000 આસપાસ છે. આ દેશમાં એકપણ એરપોર્ટ નથી.
First published:

Tags: Airports, Ajab Gajab, Ajab gajab news, OMG News, Shocking news, Weird news, અજબ ગજબ સમાચાર, અજબગજબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો