એક બે નહીં, અલગ અલગ 25 પુરુષો સાથે ભાગી ગઈ પત્ની, છતાં સ્વીકારવા તૈયાર છે પતિ

મહિલાના 2011માં લગ્ન થયા હતા, સંતાનમાં 3 બાળકો છે (પ્રતિકાત્મક તસવીર)

OMG news- વિસ્તારમાં ઘણા વ્યક્તિઓ સાથે મહિલાને લગ્નેતર સંબંધો છે

  • Share this:
આસામમાં (assam)મહિલા જુદા જુદા પુરુષો સાથે 25 વખત ભાગી ગઈ હોવાની આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. આટઆટલી વખત ભાગી ગયા બાદ પણ તેના પતિ અને સાસરિયાઓએ કોઈ ગંભીર ફરિયાદ કર્યા વગર તેને ફરી સ્વીકારવા તૈયારી બતાવી છે. અહેવાલો મુજબ આ મહિલાની ઉંમર 40 વર્ષની છે. તેના મામિઝુદ્દીન નામના ડ્રાઇવર સાથે લગ્ન થયા હતા. લગ્નના (Marriage)બંધનમાં બંધાયા બાદ 10 વર્ષમાં આ મહિલા અલગ અલગ પુરુષો સાથે 25 વખત ભાગી ગઈ હતી!

વિસ્તારમાં ઘણા વ્યક્તિઓ સાથે મહિલાને લગ્નેતર સંબંધો

મધ્ય આસામના ધિંગ લાહકર ગામની રહેવાસી મહિલા અને તેના પતિને ત્રણ બાળકો છે. તેમનું સૌથી નાનું બાળક ત્રણ મહિનાનું જ છે. ભૂતકાળમાં જેટલી વખત તે ભાગી હતી તેના ગણતરીના દિવસોમાં જ પરત ફરી હતી. ધિંગ લાહકર ગામના સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે, લગ્ન પછી મહિલાએ તેના વિસ્તારમાં ઘણા વ્યક્તિઓ સાથે લગ્નેતર સંબંધો બાંધ્યા હતા.

બકરીઓ માટે થોડો ઘાસચારો લેવા ગઈ હતી, હજી નથી આવી

મહિલાના પતિ મામિઝુદ્દીને મીડિયાને કહ્યું, અમારે ત્રણ બાળકો છે. બાળકોની સંભાળને ધ્યાનમાં રાખીને અમે તેને દર વખતે પાછી સ્વીકારી લીધી હતી. તેણે કહ્યું કે, શનિવારે (4 સપ્ટેમ્બર) જ્યારે હું કામ પરથી ઘરે પાછો ફર્યો ત્યારે મને મારા પિતા પાસેથી ખબર પડી કે, તે મારા 3 મહિનાના પુત્રને પાડોશીના ઘરે છોડીને ભાગી ગઈ છે. તેણે પાડોશીના ઘરની મહિલાને કહ્યું કે, તે બકરીઓ માટે થોડો ઘાસચારો લેવા જાય છે. તે તેની સાથે રૂ.22,000 હજાર અને ઘરેણાં લઈ ગઈ હોવાનું તેના પતિનું કહેવું છે.

આ પણ વાંચો - ઓપરેશનથી ઉગાડ્યા સોનાના વાળ, કાળા વાળના બદલે લહેરાય છે ગોલ્ડન ચેઇન

ફરી આવું ન કરવાનું ઘણી વાર વચન આપ્યું પણ..

મહિલાના પતિએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા અને દસ વર્ષમાં મારી પત્ની લગભગ 25 વખત અન્ય લોકો સાથે ભાગી ગઈ છે. દર વખતે પાછા ફર્યા પછી, તેણે વચન આપ્યું હતું કે, તે ફરીથી આવું નહીં કરે. પરંતુ અત્યાર સુધી તે તેના વચન પર અડગ રહી નથી. ક્યારેક તે તેના સંબંધીઓના ઘરે ગઈ હોવાનું તો ક્યારેક તેના બીમાર સંબંધીઓને મળવા ગઈ હોવાનું કહેતી હતી.
First published: