દુનિયામાં આશ્ચર્યમાં મૂકી દે તેવા જન્મના (Weird Birth Cases) મામલા સામે આવતા રહે છે. માતાના ગર્ભમાં કોઈ પ્રકારની ઉણપના કારણે બાળકનો આકાર અને રૂપ બગડી જતું હોય છે અને જેના કારણે તે અજીબ અવસ્થામાં જન્મ લે છે. લોકો તેને મેડિકલ ઉણપને બદલે ભગવાનની ભેટ માની લે છે. જન્મનો આ અજાયબ પ્રકારનો મામલો માત્ર પશુઓમાં જોવા મળે છે એવું નથી. પરંતુ મનુષ્યોમાં પણ આવા અસંખ્ય મામલા સામે આવતા હોય છે. દેશના ઉત્તર પ્રદેશમાં હાલમાં જ આવો એક મામલો સામે આવ્યો છે.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રહેવાસી એક મહિલાએ નોર્મલ ડિલીવરીમાં ત્રણ માથાવાળા બાળક (Three-headed baby)ને જન્મ આપ્યો. ત્રણ માથાવાળા બાળક જન્મ્યું હોવાની વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. દરેક વ્યક્તિ બાળકના દર્શન કરવા માટે તેના ઘરે આવવા લાગ્યા.
જોકે, એક નજરમાં આ બાળક ડર ઊભું કરે તેવું લાગી રહ્યું છે. પરંતુ લોકો તેને બ્રહ્માનો અવતાર માનીને તેની પૂજા કરી રહ્યા છે. આ બાળકને અનેક લોકો બ્રહ્માનો અવતાર કહી રહ્યા છે. મળતી માહિતી મુજબ, તેનો જન્મ 12 જુલાઈના રોજ થયો છે. તેની માતાનું નામ રાગિણી છે અને જન્મ બાદથી અનેક અજાણ્યા લોકો તેના દર્શન કરવા પહોંચી રહ્યા છે.
ત્રણ માથાવાળા આ બાળકનો જન્મ નોર્મલ ડિલીવરીથી થયો છે. જ્યારે માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢ્યું તો દાયણ ચીસ પાડી ઊઠી. જોકે, બાળક અને માતા બંને સ્વસ્થ છે. આ બાળકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દરેક વ્યક્તિ બાળકને જોઈને હેરાન રહી જાય છે. તેના બે વધારાના માથાના કારણે તેને ઘણી તકલીફ પણ પડી રહી હતી. ગામમાં ખાટલા પર સૂતેલા બાળકે હવે વિદેશી મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. મળતી માહિતી મુજબ, બાળકનો જન્મ સરકારી હૉસ્પિટલમાં થયો, જ્યાંથી ડિસ્ચાર્જ થઈને હવે બંને ઘરે પરત આવી ગયા છે.
જોકે, બાળકની આવી સ્થિતિ વધારે ઘરવાળા લોકોની ભીડથી પરેશાન છે. માતા અને બાળકને કોઈ આરામ નથી કરવા દેતું. કેટલાક લોકો તો તેમના ઘરે પૂજાની થાળી લઈને જાય છે. તમામ લોકો બાળકના દર્શન માટે ત્યાં લાંબો સમય બેસી રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તે બ્રહ્માનો અવતાર છે. કેટલાક લોકોથી ઘણી દૂરથી બાળકના દર્શન કરવા માટે આવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર