Body Modification to look like alien: અમેરિકાની વિની ઓહ (Vinny Ohh) નામની છોકરીને એલિયન જેવા દેખાવાનું એવું ભૂત સવાર થયું કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો ચહેરો જ બદલી નાખ્યો છે!
Weird News: બીજા ગ્રહો (planet) અને ત્યાં રહેતા લોકો વિશે કોણ જાણવા નથી ઈચ્છતું? ‘એલિયન’ (Alien) એટલે કે પરગ્રહવાસીઓ લોકો માટે અત્યંત રસપ્રદ ટોપિક હોય છે. એક છોકરીને તો એલિયન (girl wants to look like alien)માં એટલી દિલચસ્પી હતી કે તે પોતે જ એલિયન બનવા માટે શારીરિક ફેરફાર (Body Modification) કરવામાં લાગી ગઈ. વિની ઓહ (Vinny Ohh) નામની અમેરિકન છોકરીનું આ ‘પેશન’ હાલ ચર્ચામાં છે. છોકરીનો મૂળ ચહેરો એકદમ બદલાઈ ચૂક્યો છે.
26 વર્ષની વિનીએ એલિયન (Modification to look like alien) બનવાનો પ્રયોગ 17 વર્ષની ઉંમરથી જ શરુ કરી નાખ્યો હતો. તેણે એલિયન જેવો લુક મેળવવા વિવિધ ટ્રીટમેન્ટ દ્વારા કેટલાક ફેરફાર કરાવ્યા છે. આ ટ્રીટમેન્ટને કારણે હવે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ થઈ ગયો છે.
લાખો રૂપિયા ખર્ચીને બની Alien
Daily Starની રિપોર્ટ મુજબ વિનીએ 17 વર્ષની વયે પહેલી વખત પોતાના હોઠ પર ફિલર્સ લઈને તેનો આકાર બદલ્યો હતો. લોસ એન્જલસમાં રહેતી વિની ત્યારબાદ અટકી નહીં. કોસ્મેટિક ઓપરેશનના માધ્યમથી તેણે રાઇનોપ્લાસ્ટી સર્જરી કરાવી અને ફેસ ફિલર્સ દ્વારા પોતાના નાક, ગાલ અને બ્રાઉ બોન્સનો આકાર બદલી નાખ્યો.
8 વર્ષમાં તો વિનીએ નાની-મોટી 100 પ્રોસિજર કરાવીને પોતાનો ચહેરો બદલી નાખ્યો છે. ક્યારેક નોર્મલ ટીનેજર જેવી દેખાતી વિનીના હવે છોકરીઓ જેવા વાળ પણ નથી અને તેનો ચહેરો પણ પહેલા જેવો નથી રહ્યો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇન્સ્ટાગ્રામ પર વિની એક સ્ટાર છે અને તેને 55,900 લોકો ફોલો કરે છે. વિનીએ જ્યારે લોકોને પોતાના પહેલા અને હવેના લુક વિશે જણાવ્યું તો લોકો દંગ રહી ગયા. ઘણાં લોકોએ તેના ડ્રામેટિક ટ્રાન્સફોર્મેશનના વખાણ કર્યા છે. કેટલાક યુઝરે લખ્યું કે તે પહેલા પણ સુંદર હતી અને હજુ પણ સુંદર છે. જો કે, મોટાભાગના લોકોએ તેના આ ‘પેશન’ને મૂર્ખતા ગણાવી છે. જો કે, વિની કહે છે કે તે નકારાત્મકતાને પોતાના પર હાવી નથી થવા દેતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર