Shocking: 25 વર્ષની સોશિયલ મીડિયા સ્ટારનું મોત, LIVE દરમિયાન પી લીધી જંતુનાશક દવા!

ચીનની સોશ્યલ મીડિયા ઇન્ફલુએન્ઝર Luo Xiao Mao Mao Ziએ લાઈવ સ્ટ્રીમિંગ દરમ્યાન જંતુનાશક દવા પી લીધી. (ફોટો- Instagram)

ચીનની સોશ્યલ મીડિયા ઇન્ફલુએન્ઝર (Chinese Social Media Influencer) લુઓ શાઓ માઓ માઓ ઝી (Luo Xiao Mao Mao Zi)એ લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) દરમ્યાન જ જંતુ મારવાની દવા પી લીધી. તેણે પોતાના માટે એમ્બ્યુલન્સ પણ બોલાવી, પણ ત્યાં સુધી દવાની અસર થઈ ચૂકી હતી.

  • Share this:
    નવી દિલ્હી: ઇન્ટરનેટની દુનિયા બહુ વિચિત્ર છે. અહીં તમે વિચારી પણ ન શકો એવી ઘટનાઓ બની જાય છે. જે લોકો સોશ્યલ મીડિયા (Social Media) પર તમારા મિત્રો છે, તેમને પણ તમારી જિંદગીની કોઈ ચિંતા નથી હોતી. જે તમને ફોલો કરે છે, તેમને પણ કદાચ તમારા મૃત્યુથી કોઈ ફરક નથી પડતો. આવું એટલા માટે કહીએ છીએ કેમકે 25 વર્ષની એક ચીની સોશ્યલ મીડિયા સ્ટાર (Chinese Social Media Influencer)ને લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) દરમ્યાન તેના જ ફોલોઅર્સે તેને પેસ્ટીસાઇડ પીવા માટે ઉશ્કેરી અને એવું કર્યા બાદ એ છોકરીનું મૃત્યુ થઈ ગયું.

    સોશ્યલ મીડિયા સ્ટાર સોશ્યલ મીડિયાના પ્રભાવને લીધે પોતાની જિંદગી ખોઈ બેસે છે એવા કિસ્સા ઘણી વખત સાંભળવા મળે છે ત્યારે તેમાં ચીનની આ સ્ટારનો કિસ્સો ઉમેરાયો છે. Daily Starની રિપોર્ટ મુજબ લુઓ શાઓ માઓ માઓ ઝી (Luo Xiao Mao Mao Zi)નું દર્દનાક મોત લાઈવ સ્ટ્રીમિંગ દરમ્યાન જંતુ મારવાની દવા પીવાને લીધે થયું. 14 ઓક્ટોબરે લુઓ સાથે આ ઘટના બની. ચીની આઉટલેટ ધ પેપર અનુસાર આ ઘટનાના પછીના દિવસે જ લુઓનું મૃત્યુ થઈ ગયું. લુઓ શાઓ માઓ માઓ ઝી (Luo Xiao Mao Mao Zi) ડુઓયિન (Douyin) નામના ચીની સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટાર હતી.

    ડિપ્રેશનમાં હતી લુઓ
    પોતાના છેલ્લા વિડીયોમાં આવીને લુઓએ પોતે કહ્યું હતું કે આ કદાચ તેનો છેલ્લો વિડીયો છે કેમકે તે લાંબા સમયથી ડિપ્રેશન (Long Depression)માંથી પસાર થઈ રહી છે. 2 મહિના સુધી તે હોસ્પિટલમાં પણ રહી હતી. લુઓએ વિડીયોમાં એ પણ જણાવ્યું હતું કે તે કોઈ પ્રોડક્ટ વેચવા માટે આ વિડીયો નથી બનાવી રહી. તેણે પોતાના હાથમાં પેસ્ટીસાઇડની બોટલ પણ લઈ રાખી હતી અને એ વખતે તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. તેના ઈન્ટરનેટ પર લાખો ફોલોઅર્સ હતા, જેના માટે તે વિવિધ પ્રકારનું કન્ટેન્ટ બનાવીને રોજ અપલોડ કરતી હતી.

    આ પણ વાંચો: Weird Story: માત્ર પૈસા ઉડાડવા માટે બનાવવામાં આવ્યુ મૂવી થિયેટર, અહીં ક્યારેય કોઈ ફિલ્મ નથી ચાલી!

    બોયફ્રેન્ડને લઈને પરેશાન હતી

    લુઓના એક નજીકના મિત્રએ જણાવ્યા મુજબ તે પોતાના બોયફ્રેન્ડને લીધે છેલ્લા કેટલાંક મહિનાઓથી પરેશાન હતી. તેનો ઈરાદો ત્યારે પણ જંતુનાશક દવા પીવાનો ન હતો, તે ફક્ત પોતાના બોયફ્રેન્ડનું અટેન્શન મેળવવા ઈચ્છતી હતી. ઝેર પીધા બાદ તેણે પોતે એમ્બ્યુલન્સને કોલ પણ કર્યો હતો પણ ત્યાં સુધી દવા પોતાનો અસર દેખાડી ચૂકી હતી. જ્યારે તેણે પેસ્ટીસાઇડ પીધું ત્યારે હજારો લોકો આ લાઈવ જોઈ રહ્યા હતા, પણ કોઈએ તેને આ ખતરનાક પગલું ભરતા ન રોકી.
    Published by:Nirali Dave
    First published: