ન્યૂઝ18ગુજરાતીઃ રાજસ્થાનની રાજધાની જયપુરની (Jaipur) એક હોસ્પિટલમાં એક મહિલાએ (Five children)પાંચ બાળકોને જન્મ આપ્યો છે. જેમાં ત્રણ બાળકો (Boys) અને બે છોકરીઓનો (Girls) સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રસૂતા (Pregnant woman) અને બાળકોને તબીબોના ખાસ ઓવલોકનમાં (Special supervision of doctors) રાખવામાં આવ્યા છે. એક સાથે પાંચ બાળકોને જન્મ થવાની ઘટના હોસ્પિટલમાં (Hospital) ચર્ચાનો વિષય બની ગયો છે.
બધા બાળકોનું વજન સામાન્ય કરતા ઘણું ઓછું જયપુરના ઉપનગર સાંગાનેર નિવાસી 25 વર્ષીય રુખસાનાએ શનિવારે સવારે 8.15 વાગ્યે શહેરના ચાંદપોલ સ્થિત હોસ્પિટલમાં એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. સિઝેરિયન ડિલિવરીથી જન્મેલા બાળકોનું વજન સમાન્ય નવજાત બાળકો કરતાં ઘણું ઓછું છે. આ બાળકોનું વજન 400 ગ્રામથી લઇને એક કિલો સુધી છે.
પ્રી-મેચ્યોર ડિલિવરી (Pre-mature delivery)અને દુર્લભ કેસ હોવાના કારણે આ બાળકો અને પ્રસૂતા મહિલાને ડૉક્ટરોના વિશેષ અવલોકનમાં રાખવામાં આવ્યા છે. આ મહિલાની ત્રીજી ડિલિવરી હોવાનું માનવામાં આવે છે.
હોસ્પિટલમાં દિવસભર ચર્ચાનો વિષય બની રહ્યા બાળકો રુખસાના લાબા સમયથી આ હોસ્પિટલમાં પોતાનો ઉપચાર કરાવતી હતી. હોસ્પિટલના કર્મચારી પ્રમાણે રુખસાનાને લેબર પેઇનની ફરિયાદ થતાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. જુડવા બાળકોના તો અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ હોસ્પિટલ તંત્ર આ કેસને રેર માને છે. જેથી મહિલા અને બાળકોની વિશેષ દેખભાળ રાખી રહ્યું છે.
હોસ્પિટલમાં મહિલા દ્વારા 5 બાળકોનો જન્મ આપ્યો હોવાની માહિતી મળતા આ ઘટના દિવસભર ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોમાં બાળકોને જોવાની ઉત્સુક્તા બની રહી હતી. રુખસાનાના પતિના જણાવ્યા પ્રમાણે તેમને સારવારની જાણકારી સમય સમય ઉપર આપવામાં આવે છે. પ્રસૂતાનું સ્વાસ્થ્ય સુધારામાં હોવાનું જાણવા મળ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર