જાપાન (Japan)ની રાજધાની ટોક્યો (Tokyo) પાસે પેસિફિક મહાસાગર (Pacific Ocean)માં થયેલા જ્વાળામુખી વિસ્ફોટે (Volcano Eruption) ઇતિહાસના મોટા રહસ્યને દરિયાની બહાર લાવી દીધું છે. દરિયામાંથી બીજા વિશ્વયુદ્ધ (World War 2) વખતના 24 ભૂતિયા વહાણ (24 Ghost Ships Rise) બહાર આવ્યા બાદ દુનિયાભરમાં અફરાતફરી મચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વયુદ્ધ દરમ્યાન થયેલી લડાઈમાં તે દરિયામાં ડૂબી ગયા હતા.
જાપાની મીડિયા અનુસાર ઇવો જિમા (Iwo Jima) ટાપુના પશ્ચિમી તટ પાસે જહાજ વહેતા વહેતા અહીં પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાણીની અંદર આવેલું જ્વાળામુખી ફૂકુતોકૂ-ઓકાનોબા (Fukutomu-Okanoba)માં વિસ્ફોટ બાદ આ વહાણ પાણીની ઉપર આવી ગયા અને કિનારે પહોંચી ગયા. ઇવો જિમા દ્વીપ જાપાનની રાજધાની ટોક્યોથી આશરે 1200 કિમીના અંદરે આવેલું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાની સેનાએ ઇવો જિમામાં 1945ની સાલમાં લડાઈ દરમિયાન આ વહાણોને ડૂબાડી દીધા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઈ લડાઈઓમાં આ લડાઈ સૌથી ખતરનાક હતી. આ લડાઈ 36 દિવસો સુધી ચાલી હતી અને 70 હજાર જેટલા અમેરિકાના સૈનિકોએ તેમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ટાપુની જ્વાળામુખીવાળી શિલાઓની નીચે બનેલા બંકોરમાં જાપાનના આશરે 20 હજાર સૈનિકો છૂપાયેલા હતા. આ ભીષણ યુદ્ધમાં જાપાનના માત્ર 2016 સૈનિક જ જીવતા પકડાયા હતા, બાકી બધા અમેરિકી કાર્યવાહીમાં માર્યા ગયા હતા.
કહેવાય છે કે, યુદ્ધ બાદ અમેરિકી સેનાએ ઇરાદાપૂર્વક આ વહાણોને પોતાના કબ્જામાં લઈ લીધા હતા અને તેને ડૂબાડી દીધા હતા. ફૂકૂતોકૂ-ઓકાનોબા જ્વાળામુખીમાં પાછલા 2-3 મહિનાથી વિસ્ફોટ થઈ રહ્યા છે. આ જ કારણ છે કે, જહાજ તળેટીમાંથી ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે. જાપાની કોસ્ટગાર્ડ મુજબ અહીં સી શેપના કેટલાક આઈલેન્ડ પણ બની ગયા છે. જોકે માનવામાં આવી રહ્યું છે કે, તે ધીમે ધીમે ખત્મ થઈ જશે. ઇવો જિમા આઈલેન્ડ જાપાનના એ આઈલેન્ડ્સમાં શામેલ છે, જ્યાં ભૂકંપ આવતા રહે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર