આને કહેવાય ચમત્કાર! 12માં માળેથી નીચે પડી 2 વર્ષની બાળકી, છતાં પણ બચી ગઈ, live videoમાં જુઓ કોણ બન્યું 'ભગવાન'?

આને કહેવાય ચમત્કાર! 12માં માળેથી નીચે પડી 2 વર્ષની બાળકી, છતાં પણ બચી ગઈ, live videoમાં જુઓ કોણ બન્યું 'ભગવાન'?
વીડિયો પરની તસવીર

બે વર્ષની બાળકી બિલ્ડિંગના 12માં માળેથી નીચે પડી હતી. આ દરમિયાન નીચે ઉભેલા એક ડિલિવરી મેને બાળકીને પકડી પાડી હતી. આમ બાળકીનો જીવ બચી ગયો હતો.

 • Share this:
  વિયેતનામઃ કહેવાય છે ને જે 'જાકો રાખે સાઈયાં, માર સકે ન કોઈ' આ કહેવતને એકદમ પુરવાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના વિયેતનામમાં સામે આવ્યો છે. અહીં બે વર્ષની બાળકી બિલ્ડિંગના 12માં માળેથી નીચે પડી હતી. આ દરમિયાન નીચે ઉભેલા એક ડિલિવરી મેને બાળકીને પકડી પાડી હતી. આમ બાળકીનો જીવ બચી ગયો હતો.

  આ ડિલિવરી મેનને હવે સ્થાનિક અખબારોમાં અસલી હીરોનો દરજ્જો મળી રહ્યો છે. આ રિયલ લાઈફ હીરોનું નામ છે ન્ગ્યેન નાગોસ મેનહ. 31 વર્ષીય ન્ગ્યેને જણાવ્યું કે તે એક ગ્રાહકને પાર્સલ ડિલિવર કરવા માટે હનોઈ ગયો હતો.  જ્યારે તે ગ્રાહકના આવવાની રાહ જોઈ રહ્યો હતો ત્યારે તેણે બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો. તેણે જોયું કે એક બાળકી બિલ્ડિંગના 12માં માળની બાલ્કનીમાં લટકી રહી હતી. આ જોતા જ તે તરત જ ઘટના સ્થળે પહોંચ્યો અને ઉપરથી નીચે પડેલી બાળકીને ખોળામાં જીલી લીધી હતી. આમ બાળકીનો જીવ બચી ગયો હતો.

  આ પણ વાંચોઃ-આયશાને મળ્યો ન્યાય! 'તું મરી જા અને વીડિયો મોકલજે', કહેનાર પતિ આરીફની રાજસ્થાનમાંથી કરી ધરપકડ

  આ પણ વાંચોઃ-આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

  જોકે, બાળકીના મોંઢામાંથી લોહી આવવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત સ્વસ્થ્ય ગણવામાં આવી રહી છે. 164 ફૂટની ઊંચાઈએથી પડેલી બાળકીનો જીવ બચવાથી તેઓ ખુબ જ ખુશ હતા.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

  આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

  તેમણે વધુમાં જણાવ્યું કે બધુ ઝડપથી થયું પરંતુ તેમણે બાળકી ઉપરથી નજર હટવા ન દીધી અને અંતે બધુ સારું થયું. બાળકીનો જીવ બચી ગયો. રુવાડાં ઊભા કરનારી આ ઘટના બિલ્ડિંગની સામે બાજુએ રહેલી એક મહિલાએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.  સાથે સાથે બાળકીની માતાને બુમો પાડીને બોલાવતી હતી. પરંતુ અંતર વધારે હોવાથી તેનો અવાજ પહોંચી શકે તેમ ન હતો. આ આખી ઘટનામાં ડિલિવરી મેન બાળકી માટે ભગનાવનું સ્વરૂપ ગણી શકાય.
  Published by:ankit patel
  First published:March 02, 2021, 16:58 pm