મહિલા સળગાવી રહી હતી પૂર્વ પ્રેમીના પત્રો, અચાનક થયું આવું

News18 Gujarati
Updated: September 20, 2019, 1:43 PM IST
મહિલા સળગાવી રહી હતી પૂર્વ પ્રેમીના પત્રો, અચાનક થયું આવું
. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.

ખરેખર અમેરિકાના નેબ્રાસ્કામાં એક વિચિત્ર ઘટના બની છે. ત્યા એક મહિલા તેના એપાર્ટમેન્ટમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડના લવ લેટર્સ સળગાવતી હતી.

  • Share this:
પ્રેમ થાય છે પછી બ્રેકઅપ પણ થાય છે. આ દિવસોમાં મામલો કંઇક એવો છે કે કેટલાક લોકો બ્રેકઅપ પછી દુર થઇ જાય વધે છે, જ્યારે કેટલાક પ્રેમમાં પડતા રહે છે. તાજેતરનો આ મામલો પ્રેમ સાથે જોડાયેલ છે. ખરેખર અમેરિકાના નેબ્રાસ્કામાં એક વિચિત્ર ઘટના બની છે. ત્યા એક મહિલા તેના એપાર્ટમેન્ટમાં તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડના લવ લેટર્સ સળગાવતી હતી. પરંતુ તેની બેદરકારીને કારણે એપાર્ટમેન્ટમાં આગ લાગી. આગ બહુ મોટી ન હતી, નહીંતર તો મામલો ગંભીર બન્યો હોત.

સંપૂર્ણ મામલો શું છે?

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ 19 વર્ષીય આરિના ચેનલ લિલર્ડ એક બ્યૂટેન ટૉર્ચની મદદથી તેમના એક્સ પ્રેમીના પત્રો સળગાવી રહી હતી, પરંતુ પત્રને આગ યોગ્ય રીતે લાગી નહોતી. નિરાશ થઈને તેણે તેમાંથી કેટલાક ફ્લોર પર જ ફેંકી દીધા અને બીજા રૂમમાં સૂવા ચાલી ગઇ. જ્યારે તે થોડી વાર પછી જાગી ત્યારે તેણે જોયું તો રૂમનો કાર્પેટ બળી રહ્યો છે. ત્યારબાદ તેણે ઇમર્જન્સી સેવાને બોલાવી.લિંકન પોલીસ વિભાગના પ્રવક્તાએ ડેઇલીમેલને જણાવ્યું હતું કે, મહિલાએ એક્સ પ્રેમીના પત્રોને બાળી નાખવા માટે એક નાની બ્યૂટેન ટૉર્ચનો ઉપયોગ કર્યો હતો, પરંતુ જ્યારે પત્ર બળી ન ગયા, ત્યારે તેણે તેમને ફ્લોર પર ફેંકી દીધા અને તેણી સૂઈ ગઇ. તેને ખ્યાલ પણ ન હતો કે પત્ર બળી રહ્યા છે. તેનાથી કાર્પેટમાં આગ લાગી ગઇ, જ્યારે સ્મોક ડિટેક્ટર અટકી ગયું તો તેણી જાગી ગઇ અને મદદ બોલાવી

4 હજાર ડૉલરનું નુકસાનફાયરમેન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે થોડીવારમાં જ આગ કાબૂમાં લીધી હતી. અધિકારીઓનું કહેવું છે કે આગને કારણે એપાર્ટમેન્ટને 4,000 ડૉલર (લગભગ 2,85,270.00 રૂપિયા) નું નુકસાન થયું છે. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ મહિલાની બેદરકારીથી મામલો કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
First published: September 20, 2019
વધુ વાંચો
अगली ख़बर