Viral Video: સાપ ગળી ગયો આખે આખો ટૉવેલ, ડૉક્ટરોએ આવી રીતે બચાવ્યો જીવ

News18 Gujarati
Updated: March 1, 2020, 10:55 AM IST
Viral Video: સાપ ગળી ગયો આખે આખો ટૉવેલ, ડૉક્ટરોએ આવી રીતે બચાવ્યો જીવ
ડૉક્ટરોએ સાપના પેટમાંથી કાઢ્યો મોટો ટૉવેલ.

સાપ હલી કે ચાલી શકતો નહોતો, ડૉક્ટરોએ સ્પેશલ સાધનની મદદથી ટૉવેલ બહાર કાઢ્યો, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

  • Share this:
નવી દિલ્હી : સાપ (Snake)ને જોઈને અને તેનો ઉલ્લેખ થવાથી પણ લોકોને ડર લાગવા માંડે છે. સાપના અનેક પ્રકારના રોમાંચક વીડિયો સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર વાયરલ થતાં રહે છે. કેટલાક વીડિયોમાં સાપ લોકોને ડરાવતો જોવા મળે છે પરંતુ હકીકતમાં તે પોતે જ ડરેલો હોય છે.

તાજેતરમાં એક સાપનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સાપે કોઈ પશુ-પક્ષી નહીં પરંતુ એક આખે આખો ટૉવેલ ગળી લીધો હતો. એવામાં ડૉક્ટરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને તેના પેટમાંથી ટૉવેલ કાઢ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


આ વીડિયો ઑસ્ટ્રેલિયાનો છે જ્યાં દરિયાકિનારે એક ખૂબ ભારે ભરખમ સાપ જોવા મળ્યો. આ સાપ ન તો ચાલી શકતો હતો કે ન તો હલી શકતો હતો. જ્યારે લોકોએ તેને જોયો તો તેઓ સમજી ગયા કે ચોક્કસ તેણે કંઈક ભારે વસ્તુ ગળી લીધી છે.

સાપને આ હાલતમાં જોઈને તેને એનિમલ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટર પણ તેને જોઈને હેરાન રહી ગયા. આ સાપની ઉંમર 18 વર્ષ હોવાનું જણાવાયું, જેણે એક મોટો બિચ ટૉવેલ ગળી લીધો હતો. તેની SASH Avian & Exoticsમાં સારવાર કરવામાં આવી.

ડૉક્ટરોએ સ્પેશલ સાધનની મદદથી તેના સાપના પેટમાંથી ટૉવેલ કાઢી દીધો અને હવે તે બિલકુલ સ્વસ્થ છે. જ્યારે તે ફરી હરવા-ફરવા લાગ્યો તો તેને દરિયાકિનારે છોડી મૂકવામાં આવ્યો. 

આ પણ વાંચો, Jioની સસ્તી ઑફર! 199ના રિચાર્જ પર મેળવો 42GB ડેટા, ફ્રી કૉલિંગ પણ
First published: March 1, 2020, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading