અહીં મળ્યો 1500 વર્ષ જુનો 5 રૂમ વાળો કૂવો, મળી શકે છે ખજાનો

આ વિસ્તારનાં લોકોમાં આ કૂવાને લઇને ઘણું કૌતુહલ છે. હાલમાં આ પ્રાચીન કૂવો ચર્ચાનો વિષય બની ગયો છે.

News18 Gujarati
Updated: February 6, 2018, 4:54 PM IST
અહીં મળ્યો 1500 વર્ષ જુનો 5 રૂમ વાળો કૂવો, મળી શકે છે ખજાનો
આ વિસ્તારનાં લોકોમાં આ કૂવાને લઇને ઘણું કૌતુહલ છે. હાલમાં આ પ્રાચીન કૂવો ચર્ચાનો વિષય બની ગયો છે.
News18 Gujarati
Updated: February 6, 2018, 4:54 PM IST
શિમલા: હિમાચલ પ્રદેશનાં દેહરાનાં હરિપુર ગામમાં એક એવો કૂવો મળ્યો છે જે વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 1500 વર્ષ જુનો છે. આ કૂવામાં 5-7 રૂમ પણ છે. જેમાં ઘણી ઐતિહાસિક વસ્તુઓ મળે તેવી પણ શક્યતાઓ છે. આ વિસ્તારનાં લોકોમાં આ કૂવાને લઇને ઘણું કૌતુહલ છે. લોકોમાં આ પ્રાચીન કૂવો ચર્ચાનો વિષય બની ગયો છે.

ગામમાં લાંબા સમયથી પાણીની સમસ્યા હતી. વિસ્તારનાં MLA હોશિયાર સિંહ ગામમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માંગતા હતાં આ વચ્ચે કૂવો ફરીથી ચાલુ કરવાનો વિચાર આવ્યો. આ માટે કૂવાની સફાઇનાં આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે આ કૂવાની સફાઇ કરવામાં આવી ત્યારે તેમાંથી પાંચ રૂમ મળી આવ્યાં. જે બાદ MLA અને વિસ્તારનાં લોકો પણ પરેશાન છે.MLAનું કહેવું છે કે, જ્યારે આ વિસ્તારમાં આવ્યા અને મે જોયુ કે અહીં પાણીની સમસ્યા છે અને ગામનો કુવો ઘણાં વર્ષોથી સાફ નથી થયો. તો મે સફાઇ અભિયાન શરૂ કર્યું. જે બાદ પાણી તો ન મળ્યુ કૂવામાંથી પણ તેમાં પાંચ રૂમ મળી આવ્યાં છે. આ પહેલાં ક્યારેય આ કૂવાની સફાઇ થઇ ન હતી તેથી આ વાત સામે આવી ન હતી.

હજારો વર્ષ જુના આ કૂવામાંથી મળેલા રૂમમાંથી ઘણી ઐતિહાસિક વસ્તુઓ મળી શકે છે. મે હાલમાં SDMને આગ્રહ પણ કર્યો છે કે તેઓ અહીં આવીને તપાસ કરે. આ કૂવાને હેરિટેજમાં લઇ શકાય. હાલમાં લોકોમાં ચર્ચા છે કે આ કૂવામાંથી ખજાનો કે કોઇ ઐતિહાસિક વસ્તુઓ મળી શકે છે.
First published: February 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...