Girl Eating Hair: લોકોને આદતો ક્યારેક ભારે પડતી હોય છે. 14 વર્ષની બાળકીનો જીવ ખુબ મુશ્કેલીથી બચ્યો હતો. તેના પેટમાંથી 3 કિલો વાળનો ગુચ્છો બહાર આવ્યો છે.
ઘણા લોકોને પોતાના માથાના વાળ તોડીને ખાવાની આદત હોય છે. તાજેતરમાં જ મુંબઈથી આ બીમારીનો એક કેસ સામે આવ્યો હતો. હવે આ બીમારી સાથે જોડાયેલો બીજો કેસ ચીનમાંથી સામે આવ્યો છે. અહીં 14 વર્ષની બાળકીનો જીવ ખુબ મુશ્કેલીથી બચ્યો હતો. તેના પેટમાંથી 3 કિલો વાળનો ગુચ્છો બહાર આવ્યો છે. ડોક્ટરોની ટીમ લાંબી સર્જરી બાદ પેટમાંથી વાળના આ ગુચ્છાને કાઢવામાં સફળ રહી હતી.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ બાળકીની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. આ છોકરી વાળ તોડીને ખાધા પછી તેને લગભગ સાવ ટાલ પડી ગઈ હતી. રિપોર્ટ અનુસાર બાળકીના દાદા-દાદીએ તેના ઉછેરની જવાબદારી લીધી હતી. વાસ્તવમાં તેના માતા-પિતા કામ માટે ચીનના અલગ ભાગમાં ગયા હતા. તેની સારવાર ઇન્ચાર્જ ઝિયાન ડેક્સિંગ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટે કહ્યું કે બાળકીના પેટમાં જગ્યા બચી નથી. એટલા માટે તે ખાવા-પીવાના અભાવે બીમાર પડી હતી.
2 કલાકની સર્જરી
બે કલાકની શસ્ત્રક્રિયા પછી ડોકટરોએ છોકરીના પેટ અને આંતરડામાંથી એટલા બધા વાળ કાઢ્યા કે તે આશરે 3 કિલો વજનનો વાળનો એક વિશાળ ગોળો બન્યો, જે લગભગ એક ઈંટના કદનો હતો. ડૉક્ટરોએ કહ્યું, 'તે અમારી પાસે આવી હતી કારણ કે તે ખાઈ શકતી નહોતી. ત્યારે અમને જાણવા મળ્યું કે તેનું પેટ એટલા બધા વાળથી ભરાઈ ગયું હતું કે ખાવા માટે વધુ જગ્યા નહોતી, તેની આંતરડા પણ બ્લોક થઈ ગયા હતા.
ડૉક્ટરોએ તેના વાળ ખાવાના વ્યસનને પિકા નામની સ્થિતિ માટે જવાબદાર ગણાવી હતી. આ સ્થિતિ એટલે અખાદ્ય વસ્તુઓ ખાવાની અસામાન્ય ઇચ્છા, જે મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે. ડૉક્ટરે કહ્યું, 'તે તેના દાદા-દાદી સાથે રહે છે, જેમણે તેના વર્તન પર બહુ ધ્યાન આપ્યું ન હતું. તે ઘણા વર્ષોથી આવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પીડિત હોઈ શકે છે.
ઓપરેશન બાદ પણ તેની આદતને દૂર કરવા માટે અલગથી પ્રયાસો કરવા પડશે તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું. આ એક વિચિત્ર લગતી પરંતુ બાળકોમાં સામાન્ય એવી માનસિક સ્થિતિ છે. જેમાં બાળકો અખાદ્ય વસ્તુઓ તરફ આકર્ષાય છે અને તે ખાવાની વૃત્તિ ધરાવે છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર