Home /News /eye-catcher /ચોરી થયેલા આ ખાસ ચપ્પલ પર હતુ 10 લાખનું ઈનામ, મળ્યા 13 વર્ષ બાદ

ચોરી થયેલા આ ખાસ ચપ્પલ પર હતુ 10 લાખનું ઈનામ, મળ્યા 13 વર્ષ બાદ

13 વર્ષ સુધી ચપ્પલ કોણ ચોરી ગયું તેની ખબર ન પડી.

13 વર્ષ સુધી ચપ્પલ કોણ ચોરી ગયું તેની ખબર ન પડી.

    2005માં અમેરિકન રાજ્ય મિનીસોટાના એક મ્યુઝિયમમાંથી એક ખાસ પ્રકારના ચપ્પલની ચોરી કરવામાં આવી હતી. આને એટલા વર્ષોથી શોધવાની કોશિસ કરવામાં આવી રહી હતી. આખરે આ ચપ્પલને શોધી લાવનાર માટે 10 લાખના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 13 વર્ષમાં અચાનક આ ચપ્પલ મળી ગયા છે, અને તેને ફરી મ્યુઝિયમમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે.

    આ ખાસ ચપ્પલ તે ચપ્પલ છે, જે 1939માં આવેલી ક્લાસિક ફિલ્મ ધ વિઝાર્ડ ઓફ ઓજમાં ડોરોથી એટલે કે ડોરોથીનો અભિનય નિભાવનાર અભિનેત્રી જૂડી ગારલેન્ડે પહેર્યા હતા. મંગલવારે આ ચપ્પલ ફરીથી પોતાની જૂની જગ્યા પર આવી ગયા. આ પાછા મળેલા ચપ્પલ સારી હાલતમાં જ દેખાઈ રહ્યા છે.

    આ ચપ્પલ એ ચાર ચપ્પલમાંના એક છે, જેને આ ફિલ્મમાં સ્વર્ગીય અભિનેત્રી જૂડી ગારલેન્ડે પહેર્યા હતા. અમેિકન અધિકારીઓએ જણાવ્યું કે, આ સીકેંસ સાથે જોડાયેલા ચપ્પલ ફરીથી મળી ગયા છે.

    ઉલ્લેખનીય છે કે, 2005માં એક રાત્રે જૂડી ગારલેન્ડના બર્થપ્લેસ મિનેસોટાના શહેર ગ્રેંડ રેપિડ્સના જૂડી ગોરલેન્ડ મ્યૂઝિયમમાં રાખવામાં આવેલા ચપ્પલ ચોરાઈ ગયા હતા. આ ચપ્પલ પાછા આપનાર પર 10 લાખનુ ઈનામ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 13 વર્ષ સુધી ચપ્પલ કોણ ચોરી ગયું તેની ખબર ન પડી.

    આ ચપ્પલ એટલા માટે ખાસ છે કારણ કે, આ માત્ર ચપ્પલ નથી તેને વિશ્વાસની તાકાતનું પ્રતિક માનવામાં આવે છે, કારણ કે ધ વિઝાર્ડ ઓફ ઓજની કહાની પણ એજ બતાવે છે અને આ ફિલ્મ અમેરિકન સિનેમાના ઈતિહાસની ક્લાસિકલ ફિલ્મોમાંની એક છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Again, Shoes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन