13 વર્ષના કિશોરના 23 વર્ષની યુવતી સાથે લગ્ન, કારણ જાણીને ચોંકી જશો

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  આંધ્ર પ્રદેશમાં એક 13 વર્ષના કિશોરના 23 વર્ષની યુવતી સાથે લગ્ન કરાવવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં લગ્નવિધિની એક તસવીર વાયરલ થયા બાદ પોલીસને આ મામલાની જાણ થઈ હતી. પોલીસને દુલ્હા-દુલ્હનની તસવીર મળી આવ્યા બાદ આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં કિશોરી અને યુવતી બંનેના માતા-પિતા 'ગાયબ' થઈ ગયા છે.

  પુત્રના લગ્ન કરાવવા માતાની 'અંતિમ ઈચ્છા'

  મળી રહેલી માહિતી પ્રમાણે 13 વર્ષના કિશોર અને 23 વર્ષની યુવતીના લગ્ન 27 એપ્રિલના રોજ થયા હતા. લગ્ન પાછળનું કારણ કિશોરની બીમાર માતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે મહિલાનો પતિ દારૂ પીવાની કુટેવ ધરાવે છે. કિશોરની માતા સતત બીમાર રહેતી હોવાથી તેને સતત તેના પુત્રની ચિંતા સતાવી રહી હતી. મહિલા એવું ઈચ્છી રહી હતી કે તેના મોત બાદ તેના પુત્રની સારસંભાળ રાખનાર કોઈ હોય. આ સમગ્ર કવાયત દરમિયાન તેમને એક 23 વર્ષની યુવતી મળી ગઈ હતી, જેની સાથે કિશોરના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ માટે મહિલાને તેને સંબંધીઓએ મદદ કરી હતી.

  કિશોર-યુવતીના માતાપિતા અંડરગ્રાન્ડ

  સોશિયલ મીડિયામાં દુલ્હા-દુલ્હનની તસવીર વાયરલ થયા બાદ કિશોર તેમજ યુવતીના માતાપિતા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. પોલીસ હાલમાં તેમની શોધખોળ કરી રહી છે. નોંધનીય છે કે દેશના અનેક વિસ્તારોમાં હજી પણ બાળલગ્ન કરાવવામાં આવી રહ્યા છે. અવાર નવાર મીડિયામાં બાળલગ્નો અટકાવ્યા હોવાના કિસ્સા સામે આવતા રહે છે. આ માટે સરકાર જાગૃતિ અભિયાન ચલાવે છે, છતાં પણ ધાર્યું પરિણામ મળી રહ્યું નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: