પૂર્વ મેયરના ઘરમાંથી મળ્યું અધધધ...13 ટન સોનું અને અધધધ... 2.67 લાખ કરોડ રૂપિયા

News18 Gujarati
Updated: October 3, 2019, 10:13 AM IST
પૂર્વ મેયરના ઘરમાંથી મળ્યું અધધધ...13 ટન સોનું અને અધધધ... 2.67 લાખ કરોડ રૂપિયા
પૂર્વ મેયરના ઘરમાંથી મળ્યું 13 ટન સોનું અને 2.67 લાખ કરોડ રૂપિયા

મળી આવેલી સંપત્તિની કિંમત એટલી છે કે, ગ્રીસની અર્થવ્યવસ્થાને બે વખત ખતરાથી બચાવી શકાય છે.

  • Share this:
ચીની પોલીસે ડેન્ઝાઉના એક પૂર્વ મેયરના ઘરના બેસમેન્ટમાંથી મોટી માત્રામાં ખજાનો ઝડપી પાડ્યો છે. આ દરમિયાન પોલીસની રેડમાં 1300 કિલો તો માત્ર સોનું જ પકડી પાડવામાં આવ્યું છે. ચીનમાં આ સર્ચ ઓપરેશનને ચીની નેશનલ સુપરવાઈઝરી કમીશને હાથ ધર્યું.

આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રસારીત થઈ રહેલા સમાચાર અનુસાર, ડેન્ઝાઉના આ પૂર્વ મેયર ઝાંગ ક્વીના ઘરના એક ગુપ્ત ઓરડામાંથી લગભગ 13 ટન સોનું મળી આવ્યું છે. ડેલી સ્ટારના એક સમાચાર અનુસાર, આ સોનાની કિંમત 100 મિલીયન અમેરિકન ડોલર બતાવવામાં આવી રહી છે.

ભારે માત્રામાં વિદેશી મુદ્દા અને અનેક ઘરનો પણ માલિક છે

એટલું જ નહી, ડેન્ઝાઉના આ પૂર્વ મેયરના ઘરેથી દુનિયાના અનેક દેશની ચલણી નોટો પણ મોટી માત્રામાં મળી આવી છે. આ ખજાનામાં ડોલર, યૂરો અને યૂઆન ચલણમાં ધન મળી આવ્યું છે. કુલ મિલાવી આ ધનની કિંમત 268 બિલિયન યુઆન, અથવા 34 બિલિયન યૂરો એટલે કે, 2 લાખ 67 હજાર કરોડ આંકવામાં આવી છે.આ સાથે ચીનના હેન્નાન રાજ્યના ડેન્ઝાઉના પૂર્વ મેયર રહી ચુકેલા આ વ્યક્તિ ચીનમાં અનેક શાનદાર ઘરનો પણ માલિક છે. રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિના ઘર કેટલાએ સો સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલા છે.પોતાના કાર્યકાળના શરૂઆતથી બ્લેક મની વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે જિનપિંગ

આ ધનને લઈ એક્સપર્ટનો દાવો છે કે, બેસમેન્ટમાં મળી આવેલી વસ્તુ અમૂલ્ય છે. તેની કિંમત એટલી છે કે, ગ્રીસની અર્થવ્યવસ્થાને બે વખત ખતરાથી બચાવી શકાય છે.2013માં ચીનના રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કર્યા બાદથી જ શી જિનપિંગએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ શરૂ કરી દીધી હતી. શી જિનપિંગે પોતાના બંને કાર્યકાળમાં અત્યાર સુધી લગભગ 254 સિનીયર ચીની સરકારી ભ્રષ્ટ કર્મચારીને દોષી મળ્યા બાદ સખત કાર્યવાહી કરી નોકરીમાંથી કાઢી મુક્યા છે.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर