Home /News /eye-catcher /

દોરડાઓથી બાંધેલું 1,200 વર્ષ જૂનું મમી મળી આવ્યું, પત્થરના ઓજાર, સિરેમિક વાસણ પણ મળ્યાં

દોરડાઓથી બાંધેલું 1,200 વર્ષ જૂનું મમી મળી આવ્યું, પત્થરના ઓજાર, સિરેમિક વાસણ પણ મળ્યાં

1200 વર્ષ જુનૂ મમી મળી આવ્યું

સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, આ મમી 800થી 1,200 વર્ષ જૂનું છે. આ સભ્યતા પેરૂના તટ અને પહાડો પર વિકસિત થઈ હતી. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સાન માર્કોસના પુરાતત્વવિદ પીટર વાન ડાલેન લૂના પુરાતત્વ સ્થળ પર કરવામાં આવી રહેલ ખોદાણકામનું નેતૃત્વ કરી રહ્યા છે

વધુ જુઓ ...
    લેટિન અમેરિકન દેશ પેરૂમાં એક મકબરામાંથી 1,200 વર્ષ જૂની રહસ્યમય મમી મળી આવ્યું છે. આ મમીનું આખું શરીર દોરડાઓથી બાંધવામાં આવેલું છે અને ચહેરાને હાથ વડે ઢાંકવામાં આવ્યો છે. આ મમી મહિલાનું છે કે, પુરુષનું તે જાણી શકાયું નથી. કાજામારકિલા પુરાતત્વ સ્થળનું ખોદાણકામ કરીને આ મમી કાઢવામાં આવ્યું છે. આ પુરાતત્વ સ્થળ લીમાથી થોડાક અંતરે દૂર આવેલું છે.

    સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, આ મમી 800થી 1,200 વર્ષ જૂનું છે. આ સભ્યતા પેરૂના તટ અને પહાડો પર વિકસિત થઈ હતી. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સાન માર્કોસના પુરાતત્વવિદ પીટર વાન ડાલેન લૂના પુરાતત્વ સ્થળ પર કરવામાં આવી રહેલ ખોદાણકામનું નેતૃત્વ કરી રહ્યા છે. આ મમીની વિશેષતા છે કે, શરીરને આખુ દોરડાઓથી બાંધવામાં આવ્યું છે અને ચહેરાને હાથથી ઢાંકી દેવામાં આવ્યો છે.

    પત્થરના ઓજાર અને સિરામિક વાસણ પણ મળી આવ્યા

    પીટર વાન જણાવે છે કે, શરીરને દોરડાથી બાંધવું તે સ્થાનિક અંતિમ સંસ્કારની એક વિધિ હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે, જે વ્યક્તિનું મમી બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ ઈંકા સભ્યતા આવી તેના 200 થી 600 વર્ષ પહેલા અંદિયાન વિસ્તારમાં રહેતો હશે, જે એક આધુનિક પેરૂ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ‘રેડિયોકાર્બન ડેટિંગની મદદથી વધુ જાણકારી મળી શકે છે.’ આ મકબરામાંથી અંતિમ સંસ્કારની કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે.

    પુરાતત્વવિદોએ જણાવ્યું કે, પત્થરના ઓજાર, સિરેમિક વાસણ પણ મળી આવ્યા છે જેમાં, શાકભાજીના અવશેષ પણ છે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ વિસ્તારમાં અનેક જાતિઓના લોકો વસતા હશે. પેરૂમાં હજારોની સંખ્યામાં પુરાતાત્વિક સ્થળ છે, જે ઈંકા સભ્યતા પહેલા અને બાદમાં વિકસિત થયા છે. એક સમયે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ ઈંકા સભ્યતાના લોકો વસતા હતા. આ લોકો ઈક્વાડોર, કોલિંબિયા, મધ્ય ચિલી અને પેરૂમાં રહેતા હતા. સ્પેનના હુમલાખોરોએ હુમલો કર્યા બાદ ઈંકા સભ્યતાનો નાશ થઈ ગયો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: 200 years old mummy, Mummy History, OMG News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन