Home /News /eye-catcher /Higher IQ than Einstein: આઇન્સ્ટાઇનથી પણ વધુ સ્માર્ટ છે 12 વર્ષનું બાળક, IQમાં ભલભલાને આપી માત

Higher IQ than Einstein: આઇન્સ્ટાઇનથી પણ વધુ સ્માર્ટ છે 12 વર્ષનું બાળક, IQમાં ભલભલાને આપી માત

બાર્નાબી સ્વિનબર્ને IQ ટેસ્ટમાં 162નો સ્કોર હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા (Image credit-Ghislaine Swinburn)

12 year old boy has higher IQ than Einstein: ઇન્ટેલીજન્સ મામલે જો કોઈ આઇન્સ્ટાઇનને પાછળ છોડી દે, તો તેની બુદ્ધિને સૌએ નમન કરવું જ પડે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક 12 વર્ષના બ્રિટિશ બાળકે આવું કરી બતાવ્યું છે.

  Higher IQ than Einstein: જ્યારે પણ તીવ્ર બુદ્ધિ અને તર્કશક્તિની (Intelligence and Reasoning) વાત આવે છે, તો આપણે હંમેશા ઉદાહરણ તરીકે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું (Albert Einstein) નામ લઈએ છીએ. ઇન્ટેલીજન્સ મામલે જો કોઈ એ વૈજ્ઞાનિકને પાછળ છોડી દે, તો તેની બુદ્ધિને સૌએ નમન કરવું જ પડશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક 12 વર્ષના બ્રિટિશ બાળકે (12 year old boy has higher IQ than Einstein) આવું કરી બતાવ્યું છે. તેણે સાબિત કર્યું છે કે તેની સ્માર્ટનેસ આઇન્સ્ટાઇનથી (Schoolboy is smarter than Einstein) પણ ઉપર છે.

  ના, આ કોઈ મજાક નથી. તમે આઈક્યુ ટેસ્ટ (IQ Test) વિશે ઘણી વખત સાંભળ્યું હશે. તમને એ ખ્યાલ હશે કે આ ટેસ્ટ દ્વારા વ્યક્તિની બુદ્ધિ, વિવેક અને તર્કશક્તિની પરીક્ષા થાય છે. આ જ પરીક્ષામાં 12 વર્ષના બાળક બાર્નાબી સ્વિનબર્ને (Barnaby Swinburn) મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના સ્કોરને પાછળ છોડતાં પોતાને હાઈ આઈક્યુ સોસાયટી મેન્સાનો (MENSA) સભ્ય બનાવી લીધો છે.

  Daily Starની રિપોર્ટ મુજબ, યુનાઇટેડ કિંગડમ (United Kingdom News)ના બ્રિસ્ટલમાં રહેતા બાર્નાબી સ્વિનબર્ને (Barnaby Swinburn) IQ ટેસ્ટમાં 162નો સ્કોર મેળવીને બધાંને ચોંકાવી દીધા છે. ફક્ત 12 વર્ષની ઉંમરમાં તેણે 18 વર્ષથી ઓછા એજગ્રુપમાં આશ્ચર્યજનક સિદ્ધિ મેળવી છે.

  માનવામાં આવે છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું IQ લેવલ 160 હતું, પણ એ બાળકનું લેવલ તો એથી પણ 2 પોઈન્ટ વધુ છે. આ 18 વર્ષથી ઓછી ઉંમરના ગ્રુપમાં સૌથી ઊંચો સ્કોર છે. બાર્નાબીને ગણિત (Maths) અને કેમિસ્ટ્રી (Chemistry) વાંચવું પસંદ છે. તેને બિઝનેસમાં પણ રસ છે અને તે બહુ મહત્વકાંક્ષી છે. તે ભવિષ્યમાં એક પ્રોગ્રામર બનવા માગે છે.

  આ પણ વાંચો: OMG! ફેવરેટ સિંગર જેવા દેખાવા માટે માણસે 30 વખત કરાવી face surgery, 7 લાખ રૂપિયા ઉડાવી દીધા પછી સમજાઈ ભૂલ

  શું હોય છે IQ લેવલ?

  IQ એ જર્મન શબ્દ Intelligenz-Quotientનું શોર્ટ ફોર્મ છે. IQ સ્કોર તમારી વિચારવા-સમજવાની ક્ષમતા અને જાણકારીના સ્તર વિશે જણાવે છે. આપણું મગજ કોઈ કાર્યને કેટલી સારી રીતે કરે છે, આપણે કોઈ સમસ્યાનો ઉકેલ કેટલી ઝડપથી અને વધુ સારી રીતે શોધી શકીએ છીએ, પ્રશ્નનો જવાબ કેટલી ઝડપથી અને સચોટ રીતે આપી શકીએ છીએ.

  આ પણ વાંચો: ક્રૂર તાનાશાહી દેશમાં ખુલી પુરુષોની એક સીક્રેટ હોસ્પિટલ, Google Mapએ ખોલી પોલ

  આજકાલ ઘણી વેબસાઈટ પર આઈક્યુ ટેસ્ટની સુવિધા છે. તમે 5 મિનિટમાં તમારા આઈક્યુની ગણતરી કરી શકો છો. જો કે, નિષ્ણાતો હંમેશા તેના પરિણામોને સાચા માનતા નથી અને મનોચિકિત્સકના ટેસ્ટથી જ તેનું યોગ્ય પરિણામ નીકળે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Ajab gajab news, OMG News, અજબગજબ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन