Home /News /eye-catcher /

Shocking! 12 વર્ષની બાળકીએ ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન ભાઇને મારી દીધી ગોળી, પછી પોતાના પર પણ દબાવી દીધુ ટ્રિગર

Shocking! 12 વર્ષની બાળકીએ ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન ભાઇને મારી દીધી ગોળી, પછી પોતાના પર પણ દબાવી દીધુ ટ્રિગર

અમેરિકામાં ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન ભાઇ-બહેનનું મોત

સેન્ટ લુઇસ (St. Louis, Missouri), મિઝોરીમાં રહેતી 12 વર્ષની પેરિસ (Paris) અને તેનો 14 વર્ષનો પિતરાઈ ભાઈ કુઆરોન હાર્વેએ (Kuaron Harvey) 25 માર્ચે જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. પછી બાળકોએ નક્કી કર્યું કે તેઓ બપોરે 2 વાગ્યે ઈન્સ્ટાગ્રામ લાઈવ કરશે.

વધુ જુઓ ...
    બાળકો મોટા લોકોની નકલ કરવા માંગતા હોય છે. તેઓ પોતાના મિત્રો કરતા વધુ સમજદાર અને વધારે જાણકાર બનવાનો પ્રયત્ન કરતા હોય છે. ખાસ કરીને ટીનેજમાં પ્રવેશેલા બાળકોને કુલ બનવાનો ઘણો શોખ હોય છે. પરંતુ આ બધા વચ્ચે પરિવારની ફરજ બને છે કે તેઓ પોતાના બાળકોને સાચો માર્ગ બતાવે નહીં તો તેઓ પોતાની ઉર્જાનો ખોટી જગ્યાએ ઉપયોગ કરે છે. ઘણી વાર આના કારણે તેઓ પોતાના જીવનમાં કોઇ મોટી ભૂલ પણ કરી બેસે છે. હાલમાં જ અમેરિકામાં રહેતા 2 બાળકો સાથે આવી જ એક ઘટના બની છે. કુલ બનવાના ચક્કરમાં તેમણે કઇંક એવું કરી દીધુ કે બંનેએ પોતાના જીવ ગુમાવ્યા.

    ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, મિઝોરીના સેન્ટ લુઈસમાં (St. Louis, Missouri) રહેતી 12 વર્ષની છોકરી પેરિસ અને તેના 14 વર્ષના પિતરાઈ ભાઈ કુઆરોન હાર્વે (Kuaron Harvey) 25 માર્ચે જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. પછી બાળકોએ નક્કી કર્યું કે તેઓ બપોરે 2 વાગ્યે ઈન્સ્ટાગ્રામ લાઈવ કરશે. બાળકો ચોરીછૂપીથી બાથરૂમમાં ઘૂસી ગયા અને બંનેએ ત્યાં એકબીજાનો વીડિયો શૂટ કરવાનું શરૂ કરી દીધું. પેરિસે ગુપ્ત રીતે ઘરમાં રાખેલી બંદૂક લીધી અને પછી કુઆરોન પર ફાયરિંગ કર્યું.

    આ પણ વાંચો - Lockdown in China : ચીનમાં કોરોનાના નવા સંક્રમણથી ખળભળાટ! આજથી શાંઘાઈ સહિત અનેક શહેરોમાં લોકડાઉન

    બાળકીએ તેના ભાઈ પર ગોળીબાર કર્યો


    અહેવાલ મુજબ, કુઆરોનનું તરત જ મૃત્યુ થયું હતું. આનાથી પેરિસ એટલી ગભરાઈ ગઇ કે તેણે બંદૂક પોતાની તરફ ફેરવી અને પોતાને ગોળી મારી દીધી. તેનું પણ ત્યાં જ મૃત્યુ થયું. બંદૂક ઘરમાં કેવી રીતે આવી તે સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટનાથી પરિવાર તૂટી ગયો છે. લોકલ મીડિયા હાઉસ સાથે વાત કરતાં પોલીસે આ મામલો હત્યા કે આત્મહત્યાનો હોવાનું જણાવ્યું હતું, પરંતુ પરિવારે આ વાતને સદંતર નકારી કાઢી હતી.

    આ પણ વાંચો - બહેરીનમાં ભારતીય રેસ્ટોરન્ટમાં મહિલાને હિજાબ પહેરીને પ્રવેશતા રોકવામાં આવી, હોટેલ બંધ, મેનેજર કસ્ટડીમાં

    પોલીસે હત્યા કે આત્મહત્યાનો મામલો ગણાવ્યો


    બાળકીની માતાએ કહ્યું કે આત્મહત્યા કે હત્યા જેવી કોઈ વાત નથી. પેરિસને બંદૂક મળી અને બતાવવા માટે તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. પેરિસની દાદીએ તે વીડિયો લાઈવમાં જોયો હતો. તેણે એ જ વાત કહી કે વીડિયોમાં હત્યા જેવી કોઈ ઘટના નથી, તે માત્ર એક અકસ્માત હતો. તેણે કહ્યું કે બંને ભાઈ-બહેન એકસાથે મોટા થયા છે. બંને એકબીજાના ઘરે અવારનવાર આવતા હતા. જોકે, પોલીસે હજુ સુધી કેસ બંધ કર્યો નથી અને તપાસ ચાલુ છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: USA, Weird news

    આગામી સમાચાર