Home /News /eye-catcher /Video: પિતાના અંતિમ સંસ્કાર માટે નહોતા પૈસા, 12 વર્ષના પુત્રએ ફેસબુક પરથી લીઘી મદદ
Video: પિતાના અંતિમ સંસ્કાર માટે નહોતા પૈસા, 12 વર્ષના પુત્રએ ફેસબુક પરથી લીઘી મદદ
બાળકે ફેસબુકની લીધી મદદ
થાઈલેન્ડ (Thailand)માં રહેતા એક 12 વર્ષના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે (12 Year Old Boy Viral Video) આ બાળક ફેસબુક પર લાઈવ મ્યુઝિક સેશન (Live Music Session) દ્વારા પૈસા એકઠા કરી રહ્યો હતો.
12 વર્ષની ઉંમરે, બાળકો (child) મસ્તી કરવાના નવા નવા રસ્તા કાઢતા હોય છે. તેના મગજમાં બદમાશીના નવા વિચારો આવે છે. આવી સ્થિતિમાં, તે બાળક વિશે જરા વિચારો કે જેણે આટલી નાની ઉંમરમાં તેના પિતાના અંતિમ સંસ્કાર (fund for funeral) માટે પૈસા જમા કરવા પડે છે. 12 વર્ષના બાળકનો ફેસબુક લાઈવ વીડિયો (live stream video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ફેસબુક પર તેના મ્યુઝિક લાઈવ સેશન (Live Music Session) દ્વારા પિતાના અંતિમ સંસ્કાર માટે પૈસા એકત્ર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો જોયા પછી તમારી આંખો ભરાઈ જશે.
વીડિયોમાં દેખાતો બાળક થાઈલેન્ડનો રહેવાસી છે. તેણે ફેસબુક લાઈવ દ્વારા ક્રાઉડફંડિંગ કરીને પિતાના અંતિમ સંસ્કાર માટે પૈસા એકઠા કર્યા. વીડિયો જોઈને ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા.
બાળકની ઓળખ 12 વર્ષીય ચંદેઝ ખિવસેન તરીકે થઈ હતી. તે એક અનુભવી સ્ટ્રીટ પરફોર્મર છે અને પાંચ વર્ષની ઉંમરથી શેરીઓમાં ગિટાર વગાડીને પૈસા કમાઈ રહ્યો છે. ધ નેશનના સમાચાર મુજબ, આ પહેલા તે શેરીઓમાં ગિટાર વગાડતો જોવા મળ્યો હતો. પરંતુ હવે તેણે ઓનલાઈન સંગીત શરૂ કર્યું.
ચાંદેજના પિતાને કેન્સર હતું. પિતાની સારવાર માટે તેણે ઓનલાઈન સંગીત દ્વારા પૈસા ભેગા કર્યા હતા. તેની માતા નથી, જેના કારણે બંનેએ એકબીજાની પડખે ઊભા રહેવું પડતું હતું. અગાઉ ચંદેજ હોસ્પિટલના બિલ ચૂકવવા માટે ઓનલાઈન સંગીત વગાડતો હતો. તેના પિતાનું 15 ફેબ્રુઆરીએ કેન્સરને કારણે અવસાન થયું હતું. આ પછી ચંદેઝે તેમના અંતિમ સંસ્કાર માટે લાઇવ મ્યુઝિક સેશન યોજ્યું હતું.
વીડિયોમાં ગિટાર વગાડતી વખતે ચંદેજે તેનું કારણ જણાવ્યું. તેણે પોતાના પિતાના મૃત્યુની વાત લોકો સાથે શેર કરી. વીડિયોની શરૂઆતમાં તે ગિટાર વગાડતો જોવા મળ્યો હતો. આ પછી, થોડીવાર પછી, ચંદેજ વીડિયોમાં જ રડવા લાગ્યો. આ દિલધડક વીડિયો જોઈને ઘણા લોકો ઈમોશનલ થઈ ગયા હતા. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર