6.5 સે.મી.ની 116 ખીલી પેટમાં લઇ ફરતો રહ્યો આ વ્યક્તિ

દર્દીનો સંપર્ણ એક્સરે અને સીટી સ્કેન બાદ આ મામલો સામે આવ્યો છે.

News18 Gujarati
Updated: May 15, 2019, 11:20 AM IST
6.5 સે.મી.ની 116 ખીલી પેટમાં લઇ ફરતો રહ્યો આ વ્યક્તિ
દર્દીનો સંપર્ણ એક્સરે અને સીટી સ્કેન બાદ આ મામલો સામે આવ્યો છે.
News18 Gujarati
Updated: May 15, 2019, 11:20 AM IST
ફરી એક વખત આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. પેટમાં દૂખાવો થતાં વ્યક્તિ સારવાર અર્થે આવ્યો હતો, જો કે પ્રાથમિક ચેકઅપ બાદ તેના પેટમાંથી એવી વસ્તુ નીકળી જેને જોઇને મેડિકલ સ્ટાફ પણ ચોંકી ગયો હતો.

રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. ડૉક્ટર અનિલ સૈયાણીએ એક દર્દીના પેટમાંથી 116 ખીલી કાઢી છે. પેટમાંથી અન્ય કેટલીક વસ્તુઓ પણ નીકળી. જ્યા ડોકટરે દોઢથી 2 કલાકની સર્જરી બાદ અનિલ સોનીના પેટમાંથી 6.5 ઇંચ લાંબી 116 ખીલી બહાર કાઢી હતી.

બુંદી જિલ્લામાં એક ડોક્ટરે દર્દીના પેટમાંથી 116 લોખંડની ખીલી અને વાયર બહાર કાઢ્યું હતુ. 45 વર્ષીય દર્દીના ઓપરેશન દરમિયાન પેટમાંથી લોખંડનો તમામ સામાન બહાર કાઢ્યો હતો. આમાં દર્દીને માનસિક રોગી બતાવવામાં આવી રહ્યો છે.ડોકટર એ વાતથી હેરાન છે કે આટલી ખીલીઓ પેટમાં કેવી રીતે ગઇ. દર્દી હાલ સારવાર હેઠળ હોવાથી આ વાતને જણાવવા માટે સમર્થ નથી.

દર્દીએ જ્યારે ડોકટરને પેટમાં પીડા થતી હોવાનું જણાવ્યું ત્યારે તે પણ હેરાન થઇ ગયા હતા. તેને પહેલી વખત કંઇ સમજમાં ન આવ્યું, પરંતુ દર્દીનો સંપર્ણ એક્સરે અને સીટી સ્કેન બાદ આ મામલો સામે આવ્યો છે. બાદમાં ઓપરેશન કરી પેટમાંથી ખીલી કાઢવામાં આવી.
Loading...આ દર્દી એક માળી તરીકે કામ કરે છે અને તેના પરિવારના સભ્યો પણ ખબર નથી કે તે આ વસ્તુઓને કેવી રીતે ગળી ગયો. ડૉક્ટરએ જણાવ્યું હતું કે આ પહેલા પણ કોલકાતામાં પણ આ જ પ્રકારનો કેસ સામે આવ્યો હતો, જ્યાં 2.5 સે.મી.ની ખીલીને દૂર કરવામાં આવી હતી.

આ પહેલા જુલાઇ 2017 માં ફરિદાબાદ હૉસ્પિટલમાં બૂદિલીના રહેવાસી બદ્રીલાલ (56) ના શરીરમાંથી ઓછામાં ઓછી 150 સોય, પીન અને ખીલીને દૂર કરવામાં આવી હતી.
First published: May 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...