Home /News /eye-catcher /Viral : ધોરણ 10 ના વિદ્યાર્થીએ આન્સરશીટમાં લખ્યુ - 'અપુન લિખેગા નહીં સાલા'

Viral : ધોરણ 10 ના વિદ્યાર્થીએ આન્સરશીટમાં લખ્યુ - 'અપુન લિખેગા નહીં સાલા'

ધોરણ 10 ના વિદ્યાર્થીની આન્સરશીટ વાયરલ

અત્યાર સુધી લોકો પુષ્પા ફિલ્મના ગીતો અને સંવાદો પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવતા હતા, પરંતુ 10મા ધોરણના એક વિદ્યાર્થીએ તેની આન્સરશીટમાં (Pushpa Dialogue On Answer Sheet) જ તેનો ડાયલોગ લખી દીધો.

    'પુષ્પાઃ ધ રાઇઝ'ને રિલીઝ થયાને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ તેના ગીતો અને સંવાદોનો નશો લોકોના માથામાંથી ઉતરી રહ્યો નથી. લોકો તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેને લગતા વીડિયોઝ પોસ્ટ કરી રહ્યા છે, હવે વિદ્યાર્થીઓને ફિલ્મનો એટલો ફિવર ચડી ગયો છે કે તેઓ પરીક્ષામાં પણ તેમની સર્જનાત્મકતા બતાવી રહ્યા છે.

    હાલમાં 10મા ધોરણના એક બાળકની આન્સરશીટનું પેજ ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે. અત્યાર સુધી તમે બાળકોને ગીતો અને વાર્તાઓ લખતા જોયા હશે. અમુક વાર પેપરમાં તેઓ પાસ કરવાની વિનંતી પણ કરતા હોય છે, પરંતુ આ વિદ્યાર્થીનું વલણ અલગ હતું. પુષ્પાના ચાહક આ વિદ્યાર્થીએ તેની આન્સરશીટ પર સ્પષ્ટ કર્યું કે...મે લિખેગા નહીં.





    વાયરલ થઈ રહેલી આન્સરશીટમાં, ધોરણ 10ના વિદ્યાર્થીએ પેજ પર પહેલાથી જ તેની યોજના સ્પષ્ટ કરી દીધી છે. ઉત્તરવહીમાં છોકરાએ લખ્યું છે - 'પુષ્પા, પુષ્પરાજ... અપુન લિખેગા નહીં.' આ ઉત્તરવહી પશ્ચિમ બંગાળના એક વિદ્યાર્થીની જણાવવામાં આવી રહી છે અને આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેણે પણ આ શીટ જોઇ તેઓ હસી પડ્યા. કેટલાક લોકોના મનમાં એ વિચાર આવી ગયો કે આ બાળકને પાસ થવાનો કે નાપાસ થવાનો કોઈ ડર નથી.

    આ પણ વાંચો - Mushrooms પણ એકબીજા સાથે કરે છે વાતો, 50 શબ્દોની ડિક્શનરીથી ચાલ્યા કરે છે આખો દિવસ ગપશપ

    હવે કોની આન્સરશીટ વાયરલ થઈ રહી છે, તે બરાબર જાણી શકાયું નથી, પરંતુ આ શીટની તસવીર મનોજ સરકાર નામના યુઝરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. લોકોએ જ્યારે આ જોયું તો તેમને મજા પડી ગઇ છે. જ્યારે મોટાભાગના લોકોએ લાફિંગ ઇમોટિકોન સાથે પ્રતિક્રિયા આપી, એક યુઝરે લખ્યું - આ છોકરાએ પુષ્પા ઘણી વાર જોઈ લાગે છે. અન્ય એક યુઝરે કહ્યું કે જે શિક્ષકને આ શીટ મળી છે તેમના હાલ શું થયા હશે.

    આ પણ વાંચો - VIDEO: ગલુડિયોને સ્લાઈડર ખવડાવતો જોવા મળ્યો બાળક, બંનેની માસૂમિયત જોઈને થઈ જશે પ્રેમ
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Answer, Pushpa Movie

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन