Zomato IPOના આકર્ષણ વચ્ચે પણ કેટલાક ફંડ મેનેજર્સ શા માટે દૂર રહ્યા?

પ્રતીકાત્મક તસવીર

Zomato IPO subscription: આ બાબતે ફંડ મેનેજરોનું કહેવું છે કે, તેઓ નુકસાનમાં ચાલતી કંપનીમાં રોકાણ કરવા ઇચ્છુક નથી. જે હાલ થોડા સમયથી નફાકારક સાબિત થશે તેવી ખાતરી આપે છે. તેઓ બિઝનેસ મોડલથી પણ સંપૂર્ણ સંતુષ્ટ નથી.

  • Share this:
મુંબઈ: ઝોમાટોના IPOની જાહેરાત થઈ ત્યારથી નાના મોટા અનેક રોકાણકારો (Investors)માં ઉત્કંઠા હતી. રોકાણકારોને આ IPO રોકાણ માટે સારો વિકલ્પ લાગ્યો છે. પરંતુ કેટલીક અટપટી બાબત પણ સામે આવી હતી. ઝોમાટોની એન્કર બુકમાં આવેદન કરી એક તરફ જ્યાં અમુક મ્યુચૂઅલ ફંડ (MF) હાઉસે ઝોમાટોના શેર ખરીદ્યા, ત્યાં બીજી તરફ અમુકે તેને છોડી દેવાનું યોગ્ય માન્યું છે. મનીકંટ્રોલે અમુક તેવા ફંડ હાઉસનો સંપર્ક કર્યો જે ઝોમાટોના આઇપીઓથી દૂર રહ્યા હતા, પરંતુ તેમણે રેકોર્ડ અંગે કંઇ પણ કોમેન્ટ કરવાની સ્પષ્ટ ના પાડી હતી.

નુકસાનના કારણે દૂર રહે છે ફંડ મેનેજર્સ

આ બાબતે ફંડ મેનેજરોનું કહેવું છે કે, તેઓ નુકસાનમાં ચાલતી કંપનીમાં રોકાણ કરવા ઇચ્છુક નથી. જે હાલ થોડા સમયથી નફાકારક સાબિત થશે તેવી ખાતરી આપે છે. તેઓ બિઝનેસ મોડલથી પણ સંપૂર્ણ સંતુષ્ટ નથી. નામ ન જણાવવાની શરતે એક ફંડ હાઉસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરે જણાવ્યું કે, ઝોમાટોનો વ્યવસાય હજુ શરૂઆતમાં છે. આવા બિઝનેસમાં શરૂઆતમાં માત્ર ડિસ્કાઉન્ટ આપીને અને ઓછા ચાર્જનાં ડિલીવરી આપીને પ્લેટફોર્મ પર ટ્રાન્જેક્શન વધારવા પર ધ્યાન આપવામાં આવે છે. વપરાશકર્તાઓને આકર્ષવા જતા મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

આ પણ વાંચો: હવે પોસ્ટ ઑફિસમાં પણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે, જાણો વધારે વિગત

બ્રોકિંગ એનાલિસ્ટનું કહેવું છે કે, કંપનીને પ્રોફિટેબલ થવામાં હજુ થોડી વર્ષો લાગી શકે છે. એડલવાઇઝ સિક્યોરિટીઝ રિસર્ચ રિપોર્ટે નોંધ્યું છે કે, અમને આશા છે કે FY23 (Financial Year 2023)માં EBITDA અને FCFના લેવલે ઝોમાટો પણ નફો રળવા લાગશે. બિઝનેસના વલણને ધ્યાનમાં રાખતા અવમૂલ્યન અને નાણાકિય ખર્ચ પણ ઓછા છે, પરીણામ સ્વરૂપે નાણાકિય વર્ષ 2023માં નફાકારક બની શકે છે.

જોકે, આ ફંડ મેનેજરોનું કહેવું છે કે, તેઓ ઝોમાટોમાં રોકાણ કરતા પહેલા થોડો સમય રાહ જોવા માંગે છે. બ્રોકિંગ હાઉસના રિપોર્ટમાં નાણાકીય વર્ષ 22-23 અને નાણાકીય વર્ષ 29-30ની વચ્ચે 65 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી આવક વધવાની આશા છે. જોકે, તેની ખાતરી આપતા ઘણા બ્રોકિંગ હાઉસ આઇપીઓ(IPO) અંગે સકારાત્મક વલણ દાખવી રહ્યા છે અને પોતાના ગ્રાહકોને બાય(Buy) કોલ આપ્યો છે.

આ પણ વાંચો: સસ્તું સોનું ખરીદવાની ઉત્તમ તક, જાણો આજનો ભાવ; સર્વોચ્ચ સપાટીથી હજુ 9 હજાર રૂપિયા સસ્તું

અસ્થિર બિઝનેસ મોડેલ

ઝોમાટોના આઇપીઓથી દૂર રહેલા ફંડ મેનેજરોનું કહેવું છે કે, ઝોમાટોના હાલના બિઝનેસ મોડલને સરળતાથી પુનરાવર્તિત કરી શકાય છે. અન્ય એક ફંડ મેનેજરે નામ ન જણાવવાની શરતે કહ્યું કે, જો એમેઝોન જેવી મોટી ટેક્નિકલ કંપની આ વ્યવસાય સાથે સંકળાય તો ઝોમાટો માટે પોતાના માર્કેટ શેર જાળવી રાખવા મુશ્કેલ સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે બેંગલુરુના અમુક વિસ્તારોમાં એમેઝોન કંપની એમેઝોન ફૂડ નામથી ફૂડ ડિલીવરી બિઝનેસ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો: ફ્રીલાન્સ કામ માટે કેટલો આવકવેરો ભરવો પડે? જાણો તમને મૂંઝવતા સવાલનો જવાબ

એક ફંડ હાઉસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરે નામ ન જણાવવાની શરતે કહ્યું કે, ફંડ હાઉસ તરીકે અમારો ઉદ્દેશ્ય તેવી કંપનીઓમાં રોકાણ કરવાનો નથી જે શરૂઆતી ચરણમાં છે અથવા તો નુકસાન વેઠી રહી છે. ઝોમાટો જેવી સ્ટાર્ટ અપ કંપનીઓમાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ વિચારવું જરૂરી છે કે, સ્ટાર્ટ અપ બંધ થવાની શક્યતા વધુ હોય છે. લગભગ 95 ટકા સ્ટાર્ટ અપ નિષ્ફળ સાબિત થાય છે. આ જ કારણ છે કે પ્રાઇવેટ ઇક્વિટી અને મૂડી રોકાણકારો ઘણા બધા સ્ટાર્ટ અપમાં તેમના રોકાણો કરે છે. જોકે, રીટેઇલ રોકાણકારોને ઝોમાટોમાં મોટું રોકાણ કરવાથી બચવું જોઇએ.

માર્કેટની મોમેન્ટમ પણ કરી શકે છે અસર

ફંડ મેનેજરોનું કહેવું છે કે, આઇપીઓ માટે લાગેલી લાઇનો શેર બજારમાં આવેલ તેજીના કારણે હોઇ શકે છે. જોકે, તેઓ સાવચેત કરે છે કે, બજારમાં સુધારો આવે તો ધ્યાન ભાવનાઓમાંથી ફંડામેન્ટલ્સ પર કેન્દ્રિત થઈ જશે. અન્ય ફંડ મેનેજરનું કહેવું છે કે, આવા સમયે જ ઝોમાટોમાં નફાકારકતાનો અભાવ શકે છે.

આ પણ વાંચો:  Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

અન્ય ફંડ મેનેજર જણાવે છે કે, આઇપીઓ ફ્રેશ સેલ છે, જેનો અર્થ થાય છે કે, અમુક જૂના રોકાણકારો હજુ પણ કંપનીના શેર ધરાવે છે. ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર, આગામી અમુક મહીનાઓ કે વર્ષોમાં આ હાલના રોકાણકારો પણ પોતાના સ્ટોક વહેંચી શકે છે. જે શેરની કિંમતો પર દબાણ લાવી શકે છે.


ગ્રાહકોને મ્યુચૂઅલ ફંડ અને સ્ટોક્સ વિશે સલાહ આપનાર સુખનિધિ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના સંસ્થાપક અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર વિનાયક સાવનૂરના જણાવ્યા અનુસાર, મ્યુચૂઅલ ફંડોને તેના રોકાણકારો માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ વિશે વિચારવું જોઇએ. હાલની સ્થિતિમાં તે એક જોખમકારક રોકાણ છે. રોકાણકારોએ કંપની નફો કરતી બને ત્યાં સુધી રાહ જોવી જોઇએ. (Jash Kriplani, Moneycontrol)
First published: