Home /News /explained /Yuri Gagarin: યુરી ગાગરિનના મૃત્યુ પાછળ એલિયન્સ હતા જવાબદાર? દાયકાઓ બાદ ખુલ્યું હતું પ્રથમ અવકાશ યાત્રીના મૃત્યુનું રહસ્ય

Yuri Gagarin: યુરી ગાગરિનના મૃત્યુ પાછળ એલિયન્સ હતા જવાબદાર? દાયકાઓ બાદ ખુલ્યું હતું પ્રથમ અવકાશ યાત્રીના મૃત્યુનું રહસ્ય

દુનિયાના પહેલા અવકાશ યાત્રી યુરી ગાગરિન.

Yuri Gagarin Birthday: 12 એપ્રિલે યુરી ગાગરિને પ્રથમ વખત અવકાશની યાત્રા કરી અને ઇતિહાસ રચ્યો. જ્યારે ગાગરીન સોવિયેત સ્પેસ શટલ વોસ્ટાકથી નીકળ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે અવકાશ (space)માં શું થવાનું છે. પરત આવ્યા બાદ તેઓ દુનિયાભરમાં હીરો બની ગયા હતા.

વધુ જુઓ ...
Yuri Gagarin Birthday: દુનિયાના પહેલા અવકાશયાત્રી યૂરી અલેક્સેયેવિચ ગાગરિન (Yuri Gagarin)નો જન્મ 9 માર્ચ, 1934ના થયો હતો. ગાગરિન હવે ઇતિહાસપુરુષ બની ચૂક્યા છે પરંતુ જ્યારે તેઓ પહેલી વખત અંતરીક્ષમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને પણ અંદર ક્યાંક ડર હતો કે તેઓ પૃથ્વી પર પાછા ફરી શકશે કે નહીં. પરંતુ, તેઓ પાછા પણ આવ્યા અને તેમની અવકાશ યાત્રા એક ઐતિહાસિક ઘટના બની ગઈ. હવે તો અવકાશ યાત્રાને ઘણી પ્રાઇવેટ કંપનીઓ ટુરિઝમ તરીકે વિકસાવવામાં લાગી ગઈ છે.

રશિયામાં જન્મેલા યુરી ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હતા. પિતા સુથાર હતા. માતા ખેતરોમાં કામ કરતા. ચાર બાળકોમાંથી તે ત્રીજા હતા. 1955માં સારાટોવ શહેરમાં તેમણે કાસ્ટિંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા કર્યું. ત્યાં તેઓ પ્લેન ઉડાવવાનું પણ શીખ્યા. બાદમાં જ્યારે તેઓ સોવિયેત આર્મીમાં જોડાયા ત્યારે તેમને આ અનુભવ ખૂબ કામ આવ્યો.

12 એપ્રિલે તેમણે પ્રથમ વખત અવકાશની યાત્રા કરી અને ઇતિહાસ રચ્યો. જ્યારે ગાગરીન સોવિયેત સ્પેસ શટલ વોસ્ટાકથી નીકળ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે અવકાશમાં શું થવાનું છે. પરત આવ્યા બાદ તેઓ દુનિયાભરમાં હીરો બની ગયા હતા.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ જેને કહ્યો Black Hole એ નીકળ્યો Vampire Star, આસપાસના તારાને જ ગળી રહ્યો છે!

શા માટે વૈજ્ઞાનિકોને ડર હતો કે તેઓ બેહોશ થઈ જશે

સોવિયેત વૈજ્ઞાનિકોને ડર હતો કે ગાગરિન જ્યારે અવકાશમાં વજનહીનતા સ્થિતિનો સામનો કરશે તો બેહોશ થઈ શકે છે. ઊલટું પૃથ્વી પર મૂકેલા સંદેશમાં ગાગરીને કહ્યું કે તેમને આ ભારશૂન્યતાની સ્થિતિ પસંદ છે. મિશન દરમિયાન તેમણે બહાદુરી અને સમજદારીનું ઉદાહરણ આપ્યું.

yuri gagarin birthday
ખરાબ હવામાનમાં જેટ ફસાઈ જતાં યુરી ગાગરીનનું મૃત્યુ થયું હતું.


અવકાશમાં આ કામ કરવું પડ્યું!

એક વખત ગાગરિનને અવકાશમાં ટેપ ફાડીને એક ભાગ જોડવા માટે કહેવામાં આવ્યું, કારણ કે પૃથ્વી પરના એન્જિનિયરો તેને જોડવાનું ભૂલી ગયા હતા. એકવાર તેમણે કંટ્રોલ પેનલમાં લાગેલી કોન્ટેક્ટ લાઇટ ઠીક કરવાનું કહેવામાં આવ્યું. તેમણે એ કામ બહાદુરીથી સંભાળ્યું.

આખરે તેમનું મૃત્યુ રહસ્ય શા માટે બની ગયું?

પ્રથમ વખત અવકાશમાં જઈને ઈતિહાસ રચનાર યુરી ગાગરીનનું મૃત્યુ કેવી રીતે થયું? કેટલાક લોકોએ તેને દુર્ઘટના ગણાવી તો કેટલાક લોકોએ તેને આત્મહત્યા કહ્યું. પરંતુ મોટાભાગના લોકો માનતા હતા કે ખરેખર તો એલિયન્સે તેમનો જીવ લીધો હતો. પોતાની 108 મિનિટની અવકાશ યાત્રાના 7 વર્ષ પછી યુરીનું મિગ ફાઈટર પ્લેન ઉડાવતી વખતે ક્રેશમાં મૃત્યુ થયું.

alien
એક અફવા એવી પણ હતી કે યુરીના વિમાન પર એલિયન્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.


ખરાબ હવામાનના કારણે થયું હતું મૃત્યુ

યુરી ગાગરિનના મૃત્યુના આટલા દાયકાઓ પછી જાણવા મળ્યું કે તેમના મૃત્યુનું સાચું કારણ શું હતું. રશિયન સરકારે મૃત્યુનું કારણ હંમેશા ગુપ્ત રાખ્યું હતું. પરંતુ યુરીના સાથી અને પ્રથમ વખત સ્પેસ વોક કરનારા એલેક્સે લિનોવે તપાસના એ દસ્તાવેજો જાહેર કર્યા જેમાં તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હતું. આ દસ્તાવેજ ક્રેમલિનમાં ગુપ્ત રીતે રાખવામાં આવ્યા હતા. ખરાબ હવામાનમાં જેટ ફસાઈ જતાં તેમનું મૃત્યુ થયું હતું.

લિનોવે જણાવ્યું કે જ્યારે યુરી મિગ ઉડાવી રહ્યા હતા ત્યારે એક અન્ય ફાઈટર પ્લેન તેમના પ્લેનની એટલી નજીક આવી ગયું કે જ્યારે તેમણે બચવા માટે પોતાના પ્લેન સાથે ડાઇવ કર્યું તો તે વાદળો સાથે અથડાયું. વિમાન ચકરાવા લાગ્યું અને જમીન પર પડ્યું. આ દરમિયાન તેમના પ્લેનની ઝડપ 750 કિમી પ્રતિ કલાક હતી.

આ પણ વાંચો: શું હોય છે ‘યુદ્ધવિરામ’, જ્યારે ક્રિસમસ માટે એક સપ્તાહ માટે રોકવામાં આવ્યું હતું યુદ્ધ

20 વર્ષ પછી સરકારે આપી મંજૂરી

79 વર્ષીય લિનોવે કહ્યું કે તેઓ 20 વર્ષથી યુરીના મૃત્યુના અહેવાલને સાર્વજનિક કરવા માગતા હતા પરંતુ સરકાર મંજૂરી આપી રહી ન હતી. તેમણે કહ્યું કે આખરે સરકારે લોકોને એ કહેવાની તક આપી કે એક હીરોનું મૃત્યુ કેવી રીતે થયું. લિનોવના જણાવ્યા મુજબ, યુરી એક શાનદાર પાયલોટ હતા. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેઓ કોસ્મોનૉટ ટ્રેનિંગ સેન્ટરના ડેપ્યુટી ટ્રેનિંગ ડિરેક્ટર હતા.

27 વર્ષની ઉંમરમાં અવકાશમાં ગયા હતા

યુરી ગાગરીન એક મહાન ફાઇટર પાઇલટ હતા. ખરાબ પરિસ્થિતિમાં એરક્રાફ્ટ ચલાવવાની તેમની ક્ષમતાને કારણે તેમને સ્પેસ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ તેમાં ખરા પણ ઉતર્યા હતા. જ્યારે તેઓ પહેલીવાર અવકાશમાં ગયા ત્યારે તેમની ઉંમર માત્ર 27 વર્ષની હતી. 34 વર્ષની વયે યુરીનું અવસાન થયું.

અફવા ફેલાઈ કે સોવિયેત રાષ્ટ્રપતિએ કરાવી હત્યા

યુરીના મૃત્યુ પછી પહેલી મોટી અફવા ફેલાઈ કે યુરીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ સોવિયેત લીડર લિયોનીદ બ્રેઝનેવનો હાથ છે. તેનું કારણ એ હતું કે યુરીએ પાર્ટીની વાત સાંભળી ન હતી.

પછી એવી પણ અફવા ફેલાઈ હતી કે યુરી દારૂના નશામાં પ્લેન ઉડાવી રહ્યા હતા. તેમણે આત્મહત્યા કરી. તો અન્ય એક અફવા એવી પણ હતી કે યુરીના વિમાન પર એલિયન્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક સમય સુધી એવી ચર્ચા પણ થઈ હતી કે યુરી જીવિત છે. કેટલાક લોકોએ તેમને જોયા હોવાનો દાવો પણ કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકારે તેમને સુરક્ષાના કારણોસર છુપાવ્યા છે.
First published:

Tags: Explained, Know about, Space Tourism, Space અંતરિક્ષ, Today history, જ્ઞાન