Home /News /explained /ચીનના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા જઈ રહ્યા છે શી જિનપિંગ, જાણો શું છે મામલો?
ચીનના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા જઈ રહ્યા છે શી જિનપિંગ, જાણો શું છે મામલો?
શી જિનપિંગ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બની શકે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(Xi Jinping) ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી(CHINESE COMMUNIST PARTY)ના સ્થાપક માઓ ઝેડોંગ (country's founding father Mao Zedong)નું સ્થાન લેવા જઈ રહ્યા છે. તેમને પાર્ટીના અત્યાર સુઘીના સર્વોચ્ચ નેતા તરીકે સ્વીકારવાની તૈયારી ચાલી રહી છે. આમ કરવાથી તેઓ ચીનના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ બની જશે. આ સ્થાન ફક્ત પક્ષના સ્થાપક માઓ(Xi Jinping The New Mao) પાસે છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. આ માટે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ના સેંકડો વરિષ્ઠ અધિકારીઓનું ચાર દિવસીય સંમેલન ચાલી રહ્યું છે. જેમાં 100 વર્ષ જૂના શાસક પક્ષના ઐતિહાસિક ઠરાવ પર ચર્ચા કરીને પાસ કરવામાં આવશે. સોમવારથી શરૂ થયેલું આ સત્ર CPCની 19મી કેન્દ્રીય સમિતિનું છઠ્ઠું પૂર્ણ સત્ર છે. આ સત્રમાં લગભગ 400 પૂર્ણ અને CPC સેન્ટ્રલ કમિટીના અન્ય સભ્યો ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પાર્ટીના સ્થાપક માઓ ઝેડોંગનો દરજ્જો (historic resolution) મળશે.
આ અધિવેશનમાં, સીપીસી સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી શી જિનપિંગે પોલિટિકલ બ્યુરો વતી કાર્ય અહેવાલ આપ્યો અને સીપીસીના 100 વર્ષના પ્રયાસોની મુખ્ય સિદ્ધિઓ અને ઐતિહાસિક અનુભવ અંગેના ડ્રાફ્ટ ઠરાવની સ્પષ્ટતા કરી.
શી જિનપિંગનો સત્તાના ત્રણેય કેન્દ્રો પર કબજો શી જિનપિંગ (68) ચીનમાં સત્તાના ત્રણેય કેન્દ્રો ધરાવે છે. આ કેન્દ્રો સીપીસીના જનરલ સેક્રેટરીનું પદ, શક્તિશાળી સેન્ટ્રલ મિલિટરી કમિશન (સીએમસી) ના અધ્યક્ષનું પદ છે, જે સૈન્યનું એકંદર ઉચ્ચ કમાન્ડ છે અને રાષ્ટ્રપતિનું પદ છે. આવતા વર્ષે રાષ્ટ્રપતિ તરીકે તેમનો બીજો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવા જઈ રહ્યાં છે.
માઓ ઝેડોંગ પછી સૌથી શક્તિશાળી નેતા રાજકીય રીતે, શી માટે આ બેઠક મગત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેઓ તેમના છેલ્લા નવ વર્ષોમાં સત્તામાં રહેલા પક્ષના સ્થાપક માઓ ત્સે તુંગ પછીના સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે.
શી જિનપિંગ જીવનભર સત્તામાં રહી શકે છે તેમના પુરોગામી હુ જિનતાઓથી વિપરીત જિનપિંગ ત્રીજા કાર્યકાળ માટે પદ પર રહેશે તેવી વ્યાપક અપેક્ષા છે. જિનતાઓ બે ટર્મ પછી નિવૃત્ત થયા હતાં. 2018માં નોંધપાત્ર બંધારણીય સુધારાને પગલે જિનપિંગ આજીવન સત્તામાં રહી શકે છે. બંધારણીય સુધારાએ રાષ્ટ્રપતિ માટે મહત્તમ બે મુદતની મર્યાદા દૂર કરી. તેમને 2016માં પાર્ટીના "મુખ્ય નેતા" (કોર લીડર) પણ બનાવવામાં આવ્યા હતા. માઓ પાસે જ આ દરજ્જો હતો.
સેવા નિવૃત્ત થશે પ્રધાનમંત્રી શી સિવાય, પ્રઘાનમંત્રી લી કિંગ સહિતના મોટાભાગના અધિકારીઓ બે કાર્યકાળ પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થવાની અપેક્ષા છે. છેલ્લા ત્રણ દાયકાઓમાં, પક્ષે સામાન્ય રીતે છેલ્લા પૂર્ણ સત્રનો ઉપયોગ પક્ષની બાબતોને ઉકેલવા માટે કર્યો છે, ખાસ કરીને મુખ્ય નિમણૂંકો, વિચારધારા અને પક્ષ-નિર્માણની બાબતો પર.
બે કાર્યકાળની શરતો વિશ્વની નજર આ સંમેલનમાં અનેક મુખ્ય મુદ્દાઓ પર છે. આમાં એ પણ સામેલ છે કે શું પક્ષ તેના નેતૃત્વમાં ફેરફાર ઉપરાંત, પક્ષના સ્થાપક માઓના અનુગામી ડેંગ શિયાઓપિંગ દ્વારા નિર્ધારિત ટોચના નેતૃત્વ માટેની બે-ગાળાની શરતોનું પાલન કરવાનું ચાલુ રાખે છે, ખાસ કરીને 68 વર્ષની બિનસત્તાવાર નિવૃત્તિ વય. શક્તિશાળી પોલિત બ્યુરોના 25 સભ્યોમાંથી લગભગ એક ડઝનની ઉંમર આવતા વર્ષે ઓક્ટોબરમાં 68 વર્ષથી વધુ હશે.
શી જિનપિંગની સરકારી મીડિયામાં પ્રશંસા સંમેલન પહેલા, ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ શીની સિદ્ધિઓની પ્રશંસા કરતી લાંબી ટિપ્પણી કરી. તેમાં ભ્રષ્ટ અધિકારીઓ પરની તેમની કાર્યવાહીનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે પીપલ્સ ડેઇલી લેખને ટાંકીને કહ્યું, "દરેક ચીનીઓએ નિષ્ઠાપૂર્વક શીને સમર્થન આપવું જોઈએ."
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ તેની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે શી નવેમ્બર 2012માં CPC સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા ત્યારથી, "ચીન એક શક્તિશાળી દેશ બની રહ્યું છે અને હવે તાકાતના યુગમાં પ્રવેશી રહ્યું છે." શી નિઃશંકપણે આ નવી સફરમાં અગ્રણી ચહેરો છે.
શીની પાછળ સમગ્ર પક્ષ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય બ્યુરો દ્વારા ચર્ચા માટે બેઠકમાં રજૂ કરાયેલા ડ્રાફ્ટ ઠરાવમાં છેલ્લા 100 વર્ષોમાં CPCની નોંધપાત્ર સિદ્ધિઓ અને શીના નેતૃત્વમાં ચીન દ્વારા કરવામાં આવેલી પ્રગતિને પ્રકાશિત કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચીને તેની આંતરરાષ્ટ્રીય સ્થિતિ વધુ મજબૂત કરી છે. આ તમામ પરિબળોએ વધુ મજબૂત સંસ્થાઓ સાથે રાષ્ટ્રીય પુનરુત્થાનનો માર્ગ મોકળો કર્યો છે અને મોટી પહેલ કરવાની પ્રેરણા મળી છે." રાજકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સીપીસીએ 100 વર્ષમાં અત્યાર સુધી માત્ર બે વાર ઐતિહાસિક દસ્તાવેજની ચર્ચા કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર