Home /News /explained /

World UFO Day 2021: અત્યાર સુધી UFOના રહસ્યને કેમ ઉકેલી નથી શકાયું?

World UFO Day 2021: અત્યાર સુધી UFOના રહસ્યને કેમ ઉકેલી નથી શકાયું?

UFO હકીકતમાં છે કે નહીં તેને લઈને અનેક રિસર્ચ હાથ ધરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

શું એલિયન સ્પેસશિપ લઈને પૃથ્વી પર આવે છે? અમેરિકા સહિતના દેશોમાં હંમેશા UFO કેમ રહે છે ચર્ચામાં?

વિશ્વભરમાં ફ્લાઇંગ ડિસ્ક (Flying Disks) કે UFOની સત્યતા પર અનેક વિવાદો છે. અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ આકાશમાં દેખાતો તે અસામાન્ય પિંડોને કહેવામાં આવે છે, જે ન તો પ્રાકૃતિક હોય છે અને ન તો માનવનિર્મિત કોઇ સ્પેસશિપ (Spaceship). વિશ્વના દરેક ખૂણેથી આવી અસમાન્ય વસ્તુઓ દેખાઇ હોવાની વાતો ફેલાતી રહી છે. તેમાં મોટા ભાગના મામલાઓમાં લોકો એક રકાબી આકારનું યાન જુએ છે, જેમાંથી ઘણી વખત નીચેથી લાઇટ નીકળે છે. 2 જુલાઇએ વિશ્વભરમાં વર્લ્ડ યુએફઓ ડે (World UFO Day 2021) ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે તે જાણવાનો પ્રયાસ કરશું કે અત્યાર સુધી આ રહસ્યને ઉકેલી કેમ ઉકેલી શકાયું નથી.

શું માત્ર વૈજ્ઞાનિક કલ્પના?

વિશ્વમાં આ પ્રકારના ફોટાઓ વાયરલ થાય છે, જેમાં યૂએફઓ (UFO) કે ઉડતી રકાબી દેખાતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઉડતી રકાબી અને તેના સંબંધિત કહાનીઓને ક્યારેક ષડયંત્રના સિદ્ધાંત સાથે જોડીને જોવામાં આવે છે, તો ક્યારેક વૈજ્ઞાનિ કલ્પના સાથે સરખાવીને જોવામાં આવે છે. તો વૈજ્ઞાનિક કલ્પના ઉપન્યાસો અને ફિલ્મોમાં તેમની માન્યતાઓનો ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો છે.

શું હોય છે આ ઉડતી રકાબી?

ઉડતી રકાબી એવા યાન પિંડોને કહેવામાં આવે છે, જે અંતરિક્ષમાંથી ખૂબ ઝડપથી આવે છે અને તેઓ ખૂબ ઝડપથી પસાર થઇને ગાયબ પણ થઇ જાય છે. તેમના વિશે દાવો કરવામાં આવે છે કે આ પ્રકારના યાનોની ટેક્નિક માણસો પાસે નથી. તેથી તે નિશ્ચિત રીતે એલિયન્સ દ્વારા સંચાલિત હોય છે. આશ્ચર્યની વાત તે છે કે ઘણા વૈજ્ઞાનિકોએ ઉડતી રકાબી દેખાતી હોવાની વાતો કરી છે.

અમેરિકાના વાયુસેનાએ વર્ષ 1948માં જ યૂએફઓના અભ્યાસ માટે અલગથી એક વિંગ બનાવી હતી. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)


આ પણ વાંચો, Explained: પુરુષોમાં Breast Cancerના શું છે લક્ષણો, કઈ રીતે થાય છે સારવાર, જાણો શું ધ્યાન રાખવું

શું અંતરિક્ષમાં દેખાઇ છે ઉડતી રકાબી?

પૃથ્વી પર ઉડતી રકાબી દેખાઇ હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ નાસાનું કહેવું છે કે અત્યાર સુધી અંતરિક્ષમાં કોઇ પણ પ્રકારની ઉડતી રકાબી જોઇ નથી. ન તો કોઇ સ્પેસ શિપ કે કોઇ ટેલિસ્કોપ કે અન્ય ઉપકરણોએ તેને કે તેના સંકેતો જોયા છે. નાસાનું માનવું છે કે, અંતરિક્ષ યાત્રિઓએ જોયેલા તમામ પિંડોને તરત જ ઓળખી લેવામાં આવ્યા છે એવું પણ નથી. પરંતુ એલિયન અંતરિક્ષ યાન દેખાયા હોવાના કોઇ પુરાવાઓ મળ્યા નથી.

અમેરિકાની રોઝવેલ ઘટનાનો યૂએફઓ સાથે સંબંધ

જુલાઇ, 1947માં અમેરિકાની વાયુસેનાનો એક બલૂન મેક્સિકોમાં રોઝવેલ પાસે નષ્ટ થઇ ગયું હતું. તેનાથી લોકોમાં આ વાતની અટકળો શરૂ થઇ હતી કે આ દુર્ઘટના એક ઉડતી રકાબી સાથે ટકરાવાથી થઈ હતી. બાદમાં અમેરિકન સેનાએ કહ્યું કે તે માત્ર વાતાવરણ માટે એક બલૂન હતું. આ ઘટનાએ ઘણી ધારણાઓને જન્મ આપ્યો હતો.

UFOની કહાનીઓમાં મોટાભાગે ઘણી સમનતાઓ જોવા મળી છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)


આ પણ વાંચો, બ્રાઝિલમાં ચર્ચે એક નવું મિશન શરૂ કર્યું, મહામારીથી પીડાતા લોકો માટે બનાવી રહ્યા છે બ્રેડ

અમેરિકાની અધિકારિક સક્રિયતા

આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના વાયુસેનાએ વર્ષ 1948માં જ યૂએફઓના અભ્યાસ માટે અલગથી એક વિંગ બનાવી. તેના દાયકાઓ બાદ પેન્ટાગન દ્વારા જાહેર કરાયેલ વિડીયોએ લોકોમાં ઉત્સાહ જગાવ્યો. અમેરિકાન રક્ષા મંત્રાલયે અધિકારિક રીતે ત્રણ નાના વિડીયો જાહેર કર્યો, જેમાં અજ્ઞાત વાયુ ઘટનાઓ દેખાઇ રહી છે.

આ પણ વાંચો, Jodhpur: ACBના દરોડામાં રાજસ્થાન પોલીસના ઇન્સ્પેક્ટર પાસેથી મળી આવકથી 333 ટકા વધુ પ્રોપર્ટી

તેનાથી ખૂબ હંગામો થયો
પોતાના નિવેદનમાં રક્ષા મંત્રાલયે કહ્યું કે, આ વિડીયો નેવી પાયલટ્સે વર્ષ 2004 અને 2005માં લીધા હતા અને તે ઇન્ટરનેટ પર લીક થયા બાદ શેર કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાઓને પેંટાગને અજ્ઞાત જ કહી હતી. આ વિડીયો પર ઇન્ટરનેટમાં પણ ખૂબ હંગામો મચી ગયો હતો. તેમ પણ કહેવામાં આવે છે કે અમેરિકાના ઉચ્ચ સ્તર વિભાગોને એલિયન્સ અને યૂએફઓનું સંપૂર્ણ સત્ય ખબર છે અને તે તેને બહાર નથી આવવા દેતા.

પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવે તો આપણે ન તો ઉડતી રકાબી અને એલિયન્સના અસ્તિત્વને સિદ્ધ કરવાની સ્થિતિમાં છે અને સત્ય કહેવામાં આવે તો તેમના અસ્તિત્વને સ્વીકારવા માટે પણ તૈયાર નથી. આમ પણ તે માનવું બિલકુલ યોગ્ય નહીં હોય કે બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ બુદ્ધિમાન જીવન છે. બની શકે છે કે જેમ આપણે પૃથ્વીની બહાર જીવનની શોધ કરી રહ્યા છીએ તો કોઇ બીજા પણ શોધી રહ્યા છે.
First published:

Tags: Aliens, Flying Disks, Mystery, Research, Science, UFO, World UFO Day, World UFO Day 2021, અંતરિક્ષ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन