Home /News /explained /

World Tuberculosis Day 2022: આજે વિશ્વ ટીબી દિવસ, સૌથી જીવલેણ સંક્રમણનો સામનો કરવા માટે રોકાણ જરૂરી

World Tuberculosis Day 2022: આજે વિશ્વ ટીબી દિવસ, સૌથી જીવલેણ સંક્રમણનો સામનો કરવા માટે રોકાણ જરૂરી

ક્ષયરોગ કે ટ્યુબરક્યુલોસિસ દુનિયાનું સૌથી જીવલેણ સંક્રમણ માનવામાં આવે છે. (ફાઇલ ફોટો)

World Tuberculosis Day 2022: વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organisation) દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ મનાવે છે. છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે દુનિયા ક્ષય રોગ સામેના જંગમાં પાછળ રહી ગઈ છે.

  World Tuberculosis Day 2022: દુનિયામાં કેટલાય પ્રકારની ખતરનાક બીમારીઓમાં ટીબી (Tuberculosis) કે ક્ષયરોગ જેવી બીમારી પણ સામેલ છે. ટીબીમાં દર્દીનું તરત મૃત્યુ નથી થતું. સામાન્ય રીતે ફેફસાંમાં થનારા સંક્રમણના લક્ષણ બહુ સામાન્ય અથવા છુપાયેલા હોય છે અને તેને નજરઅંદાજ કરવામાં આવે તો અડધાથી વધુ દર્દી બચી નથી શકતા. બેક્ટેરિયાથી થતું આ સંક્રમણ દુનિયાનું સૌથી જીવલેણ સંક્રમણ માનવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) દર વર્ષે 24 માર્ચે વિશ્વ ટીબી દિવસ (World Tuberculosis Day) મનાવે છે. છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે દુનિયા ટીબી સામેની જંગમાં પાછળ રહી ગઈ છે.

  દિવસ મનાવવો શા માટે જરૂરી?

  આશ્ચર્યની વાત એ છે કે ક્ષય રોગ કે ટીબીનો ઇલાજ છે અન તેની રસી પણ છે, પરંતુ તો પણ તે દુનિયાનું સૌથી જીવલેણ સંક્રમણ છે. તેને ધ્યાનમાં રાખતાં આ દિવસ વધુ મહત્વનો થઈ જાય છે. આ દિવસે લોકોમાં આ ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેકશન અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. જેથી સંક્રમિતોની સમયસર સારવાર થઈ શકે. આ દિવસે સમગ્ર વિશ્વમાં ટીબીના કારણે થતી સામાજિક અને આર્થિક અસરો વિશે પણ જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

  આ પણ વાંચો: મોયામોયા રોગ શું છે? જેના ઇલાજ માટે વડોદરામાં પ્રથમ વખત થઈ સફળ સર્જરી

  24 માર્ચ જ શા માટે

  24 માર્ચ એ દિવસ હતો જ્યારે ડૉ. રોબર્ટ કોચે બર્લિનની ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના કેટલાક વૈજ્ઞાનિકો સામે આ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા કે તેમણે ટીબીનો ઈલાજ શોધી કાઢ્યો છે. આ માહિતી આપતાં તેમણે ટીબી ફેલાવતા બેક્ટેરિયાની શોધની જાહેરાત કરી હતી. 1882ના આ દિવસની યાદમાં જ વિશ્વ ક્ષયરોગ દિવસ અથવા વર્લ્ડ ટીબી ડે મનાવવામાં આવે છે. તે સમયે ટીબી યુરોપ અમેરિકા સહિતના દેશોમાં એક ભયંકર રોગની જેમ ફેલાયો હતો, જ્યારે દર સાતમાંથી એક વ્યક્તિ આ રોગથી મૃત્યુ પામી રહી હતી.

  World-Tuberculosis-day
  ટીબીના બેક્ટેરિયા ફેફસાંને ખરાબ કરે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેનાથી વધુ પ્રભાવિત થાય છે. (Image- shutterstock)


  કરોડો લોકોના જીવ બચી ચૂક્યા છે

  ડૉ. કોચની જાહેરાત પછી આ જીવલેણ રોગનું નિદાન, સારવાર અને રસી મળી શકી હતી. વિશ્વમાં દરરોજ લગભગ 4100 લોકો ટીબીને કારણે જીવ ગુમાવે છે અને લગભગ 28 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈને બીમાર થાય છે. આ રોગ સામે લડીને દુનિયાભરમાં વર્ષ 2000 સુધી લગભગ 6.6 કરોડ લોકોને બચાવવામાં આવ્યા છે.

  કોરોના મહામારીએ સ્થિતિ બદલી

  કોવિડ-19 મહામારી ફેલાવાથી સ્થિતિ ઘણી બદલી ગઈ છે. આ મહામારીને કારણે લાગેલા લોકડાઉને જ્યાં સંક્રમિતોને હોસ્પિટલ અને અન્ય મેડિકલ સુવિધાથી વંચિત કે દૂર રાખ્યા, તો બીજી તરફ તેને રોકવા અને ખતમ કરવાના પ્રયાસોને પણ ભારે ફટકો પડ્યો. આ પહેલા આ બીમારીથી બચી જનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો.

  આ પણ વાંચો: જાણો ‘વિશ્વ હવામાન દિવસ’નો ઇતિહાસ, ઉદ્દેશ અને આ વર્ષની થીમ

  છેલ્લા એક દાયકામાં પહેલી વખત કોરોનાને લીધે વર્ષ 2020માં ટીબીને કારણે મરનારાની સંખ્યા વધી ગઈ. જ્યાં ટીબી સંક્રમિતોની સંખ્યા ખૂબ વધુ હતી, ત્યાં પણ સંસાધનો કોવિડ તરફ ગયા અને ટીબીના નિદાન, ઉપચાર કાર્યક્રમો પ્રભાવિત થયા અને વૈશ્વિક ટીબી નિયંત્રણ પ્રયાસ સમાપ્ત થતાં ગયા.

  આ વર્ષની થીમમાં રોકાણ શા માટે?

  વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્લ્ડ ટીબી ડે માટે વર્ષ 2022ની થીમ ‘Invest to End TB. Save Lives’ એટલે કે ‘ટીબીને ખતમ કરવા માટે રોકાણ કરો અને જીવન બચાવો’ રાખવામાં આવી છે. ટીબી સામેની લડાઈને પુનર્જીવિત કરવા માટે ફરી રોકાણની જરૂર છે. વધુ રોકાણ લાખો લોકોનું જીવન બચાવવા માટે મદદરૂપ થશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Ayurvedic health tips, COVID-19, Explained, Research સંશોધન, Science, WHO ડબ્લ્યુએચઓ, જ્ઞાન, ટીબી TB

  આગામી સમાચાર