World Toilet day 2021: શા માટે મનાવવા આવે છે વિશ્વ શૌચાલય દિવસ? જાણો ચોંકાવનારા ફેક્ટ્સ

19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ મનાવવામાં આવે છે. (Image- Shutterstock)

World Toilet day 2021: 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ મનાવવામાં આવે છે. શૌચાલય અને સ્વચ્છતાના અભાવે વિશ્વમાં વધેલી બીમારીનું પ્રમાણ ચોંકાવનારું છે.

  • Share this:
    દર વર્ષે 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day) ઉજવવામાં આવે છે. વર્ષ 2001થી આ દિવસ ઉજવવાની શરૂઆત વર્લ્ડ ટોઇલેટ ઓર્ગેનાઇઝેશન દ્વારા થઈ હતી. 2013ની સાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembl)દ્વારા તેને સત્તાવાર રીતે વિશ્વ શૌચાલય દિવસ જાહેર (world toilet day 2021)કરવામાં આવ્યો. આ દિવસે લોકોને વૈશ્વિક સ્તરે સ્વચ્છતાના સંકટ સામે લડવા માટે પ્રેરવામાં આવે છે.ખુલ્લામાં શૌચ કરવું અર્થાત બીમારીઓને આમંત્રણ આપવું. ખુલ્લામાં શૌચ કરવાથી સૌથી વધારે અસર મહિલાઓ તેમજ બાળકોના સ્વાસ્થ્ય ઉપર પડે છે. આવામાં આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર મુજબ વિશ્વમાં આજે પણ અડધાથી વધારે વસ્તી ખાસ કરીને ભારતમાં લોકો શૌચાલય વિના વસવાટ કરવા મજબૂર છે.

    વિશ્વ શૌચાલય વિશેની હકીકતો અને શા માટે આપણને તેની જરૂર છે (Facts about world toilets and why we need them)

    -આશરે 3.6 અબજ લોકો પાસે પ્રોપર શૌચાલય નથી.

    -છેલ્લા 200 વર્ષોમાં શૌચાલયે માનવ જીવનકાળમાં 20 વર્ષનો ઉમેરો કર્યો છે.

    -2030ની સાલ સુધી યુએન (United nations)ને અપેક્ષા છે કે, વિકાસ લક્ષ્યાંકોના ભાગ રૂપે પાણી અને સ્વચ્છતાની ઉપલબદ્ધતા અને ટકાઉ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરે.

    -અંદાજિત 1.1 અબજ લોકો હજુ પણ ખુલ્લામાં શૌચ કરે છે.

    -દર વર્ષે વૈશ્વિક સ્તરે 290 અબજ કિલો મળનું ઉત્પાદન થાય છે.

    -વિકાસશીલ દેશોની લગભગ 2/3 પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે અલગ બાથરૂમ નથી.

    -સ્વચ્છ શૌચાલયના કારણે 37.5 ટકા ડાયરિયાના કેસિસ ઘટાડી શકે છે.

    -વિકાસશીલ દેશોમાં 3માંથી 1 શાળાના બાળકોને આંતરડાના કૃમિ હોય છે.

    -વિશ્વમાં શૌચાલય ન હોય, પણ મોબાઇલ ફોન હોય તેવા લોકોની સંખ્યા વધુ છે.

    -સરેરાશ વ્યક્તિ દિવસમાં 4થી 10 વખત શૌચાલય જાય છે.

    આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ? તેનો ઇતિહાસ અને મહત્વ

    વર્ષ 2001માં થઈ હતી શરૂઆત

    વિશ્વ શૌચાલય દિવસનો ઈતિહાસ વધારે જૂનો નથી. 2001ની સાલમાં પહેલી વખત તેની શરૂઆત વર્લ્ડ ટોઇલેટ ઓર્ગેનાઇઝેશન દ્વારા થઈ હતી. 2013માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્લ્ડ ટોઇલેટ ડે મનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. કહી દઈએ કે વર્લ્ડ ટોઇલેડ ઓર્ગેનાઇઝેશન એક એનજીઓ છે અને તે દુનિયાભરમાં સ્વચ્છતા અને શૌચાલયની સ્થિતિમાં સુધારો કરવા માટે પ્રયત્નશીલ છે.

    આ પણ વાંચો: ગુરુપર્વના પ્રસંગે PM મોદીનું એલાન- સરકાર ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચશે, વાંચો 5 મહત્વના મુદ્દા

    'વિશ્વ શૌચાલય દિવસ'ની ઉજવણીનો ઉદ્દેશ

    આજે પણ વિશ્વમાં કરોડો લોકો શૌચાલયનો ઉપયોગ કરતા નથી અથવા તેમની પાસે સુવિધા નથી. આવી સ્થિતિમાં, આ દિવસ ઉજવવા પાછળનો હેતુ અને સંદેશ 2030 સુધીમાં વિશ્વના તમામ લોકોને શૌચાલયની સુવિધા આપવાનો છે. નોંધપાત્ર રીતે, તે સંયુક્ત રાષ્ટ્રના 6 ટકાઉ વિકાસ લક્ષ્યોમાંનું એક પણ છે.
    Published by:Nirali Dave
    First published: