World Telecommunication Day 2021: જાણો કોરોના કાળમાં તેની થીમ, ઇતિહાસ અને મહત્વ

(Representative pic: Shutterstock)

દર વર્ષે 17 મેના રોજ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેની ઉજવણી કરવામાં આવે છે. 17 મે 1865ના રોજ ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU)ની સ્થાપના થઈ હતી, આ દિવસે ફ્રાન્સના પેરિસમાં પ્રથમ ઈન્ટરનેશનલ ટેલિગ્રાફ કન્વેશન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

  • Share this:
આજના સમયમાં માહિતી અને કમ્યુનિકેશન કેવી મહત્વની ભૂમિકા ભજવે છે, તેને સમજાવવા માટે દર વર્ષે 17 મેના રોજ વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેની ઉજવણી કરવામાં આવે છે. 17 મે 1865ના રોજ ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU)ની સ્થાપના થઈ હતી, આ દિવસે ફ્રાન્સના પેરિસમાં પ્રથમ ઈન્ટરનેશનલ ટેલિગ્રાફ કન્વેશન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દિવસે ટેલિકમ્યુનિકેશન સંબંધિત વિષયની થીમ તરીકે પસંદગી કરવામાં આવે છે અને તે સંબંધિત કાર્યક્રમની વિશ્વભરમાં ઊજવણી આવે છે.

વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડે 2021ની થીમ- આ વર્ષે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેની થીમ છે ‘પડકારજનક સમયમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવું’. કોરોના મહામારીના સમયમાં સમાજના કાર્યની માહિતી અને કમ્યુનિકેશન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને દેશોની વચ્ચે જે પણ ડિજિટલ અસમાનતા સર્જાઈ રહી છે તેને સામે લાવવામાં આવી રહી છે.

વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન ડેનો ઈતિહાસ અને તેનું મહત્વ- તેની શરૂઆત 1969માં થઈ હતી, પરંતુ 2005માં આ દિવસની પ્રથમ વાર ઊજવણી કરવામાં આવી હતી, જ્યારે વિશ્વ શિખર સંમેલને ઈન્ફોર્મેશન સોસાયટી વિશે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને 17 મેને વર્લ્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે જાહેર કરવા માટે રજૂઆત કરી હતી. માર્ચ 2006માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઠરાવ કર્યો કે દર વર્ષે 17 મેના રોજ વર્લ્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે ઊજવવામાં આવશે. વર્ષ 2006માં ટર્કીના અંટાલ્યામાં એક સંમેલનમાં ITUએ નિર્ણય કર્યો કે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે(WTISD) આ બંને દિવસની ઉજવણી એકસાથે કરવામાં આવશે.

આ દિવસની ઊજવણી કરવા પાછળનો ઉદ્દેશ છે કે ઈન્ટરનેટના માધ્યમથી સમાજ, અર્થતંત્ર અને ડિજિટલ વિભાજન વચ્ચે શક્ય હોય તેટલું અંતર ઓછુ કરી શકાય. આ દિવસે કરવામાં આવતી ઊજવણી વિશ્વમાં સકારાત્મક કમ્યુનિકેશન ટેકનોલોજી વિશે જાગૃતતા લાવવાનો માર્ગ મોકળો બનાવે છે.

આ દિવસની ઊજવણીનો હેતુ છે કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો સાથે સરળતાથી કમ્યુનિકેશન કરી શકાય અને માહિતીની આપ-લે કરી શકાય.

આ દિવસ આપણા જીવનમાં ટેકનોલોજીની મદદથી થતા કમ્યુનિકેશનના મહત્વને પણ દર્શાવે છે. વૈજ્ઞાનિકોએ વિકસાવેલ ટેકનોલોજીની મદદથી મુશ્કેલ સમયમાં સત્તાધીશો અધિકૃત કમ્યુનિકેશન કરે છે અને મહત્વના સંદેશા લોકો સુધી પહોંચાડે છે.
First published: