Home /News /explained /World Teachers’ Day 2021: જાણો શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ શિક્ષક દિવસ, શું છે આ વર્ષની થીમ અને ઈતિહાસ

World Teachers’ Day 2021: જાણો શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ શિક્ષક દિવસ, શું છે આ વર્ષની થીમ અને ઈતિહાસ

સમગ્ર વિશ્વના દેશો 5 ઓક્ટોબરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ(Word Teacher’s Day) મનાવે છે. આ દિવસ વિશ્વના 100 દેશોમાં મનાવવામાં આવે છે

સમગ્ર વિશ્વના દેશો 5 ઓક્ટોબરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ(Word Teacher’s Day) મનાવે છે. આ દિવસ વિશ્વના 100 દેશોમાં મનાવવામાં આવે છે

આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના મહાન શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે ભારતમાં શિક્ષક દિવસ(Teacher’s Day) મનાવવામાં આવે છે. જે રીતે ભારતમાં 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવે છે, તે જ રીતે સમગ્ર વિશ્વના દેશો 5 ઓક્ટોબરે દર વર્ષે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ(Word Teacher’s Day) મનાવે છે. આ દિવસ વિશ્વના 100 દેશોમાં મનાવવામાં આવે છે. આ એક એવો દિવસ છે, જ્યારે શિક્ષા દ્વારા નવી પેઢીમાં જ્ઞાનનો દિપક પ્રગટાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. તો ચાલો આજે આ ખાસ દિવસે જાણીએ તેની સાથે જોડાયેલ રસપ્રદ વાતો.

વિશ્વ શિક્ષક દિવસનો ઇતિહાસ

1966માં યુનેસ્કો અને આંતરારાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક થઇ હતી, જેમાં શિક્ષકોના અધિકારો, જવાબદારીઓ, રોજગાર અને આગળના શિક્ષણની સાથે ગાઇડલાઇન બનાવાની વાત કરવામાં આવી.

સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ શિક્ષક દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવા વર્ષ 1994માં 10 દેશોના સમર્થન સાથે યુનેસ્કોના પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો. ત્યાર બાદ 5 ઓક્ટોબર, 1994થી આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ મનાવવામાં આવ્યો. જોકે વિવિધ દેશોમાં અલગ અલગ તારીખે પણ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસનું મહત્વ

આ દિવસ મનાવવા માટે એક ખાસ ઉદ્દેશ્ય છે કે શિક્ષકોના મહત્વ અને તેના યોગદાનને સન્માન આપવામાં આવે. તે સંપૂર્ણ રીતે સમગ્ર વિશ્વના શિક્ષકોને સમર્પિત છે. આ દિવસનું મહત્વ સમગ્ર દુનિયામાં છે, શિક્ષક છે તો કાલ છે અને કાલ છે તો રાષ્ટ્ર છે, રાષ્ટ્ર છે તો દુનિયા છે. આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસનો ઉદ્દેશ્ય દુનિયા ભરના શિક્ષકોની સરાહના કરવાનો, મૂલ્યાંકન અને સુધાર પર લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. વિશ્વમાં શિક્ષકોની જવાબદારી, તેમના અધિકારો અને આગળના ભણતર માટે તેમની તૈયારીને મહત્વ આપવામાં આવે છે.

શું છે આ વર્ષની થીમ?

આ વર્ષે વિશ્વ શિક્ષક દિવસની થીમ છે – શિક્ષણ સુધારણાના હ્યદય તરીકે શિક્ષક(Teachers at the Heart of Education Recovery). આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ યૂનિસેફ, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને આંતરરાષ્ટ્રીય શિક્ષાની સાથે ભાગીદારીમાં મનાવવામાં આવે છે.

આ પણ વાંચો - World Space Week 2021: જાણો શા માટે ઉજવાય છે આ દિવસ અને શું છે તેનું મહત્વ

શિક્ષકો હંમેશા યુવાનોને શીખવા અને આગળ વધવામાં મદદ કરે છે, જેમ કે માટિલ્ડા પાસે મિ.હની હતા. હેરી પાસે ડમ્બલડોર હતા અને કેડી પા, મિ. નોર્બરી હતા. શિક્ષકો તે કુંભાર છે જે ભવિષ્યની પેઢીઓને ટીપીને અને મઠારીને આકાર આપે છે. તેમના મહાન યોગદાનને આભાર વ્યક્ત કરવા આપણે દર વર્ષે એક દિવસ તો તેમને સમર્પિત કરી જ શકીએ.
First published:

Tags: History, International Day, On this day, Teacher