World Space Week 2021: આજે ટેક્નોલોજી અને વિજ્ઞાન આપણા રોજીંદા જીવનના દરેક કામ સાથે વણાઇ ચૂક્યા છે. દરેક નવી શોધ પાછળ વૈજ્ઞાનિકોનો મહિના કે વર્ષોનો સંઘર્ષ અને મહેનત રહેલી હોય છે. પછી તે શોધ ભૌતિક હોય કે અંતરિક્ષ ક્ષેત્રની હોય. તેથી જ વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજીના આપણા જીવનમાં પડેલા બહોળા પ્રભાવને ઉજાગર કરવા વિશ્વ અંતરિક્ષ સપ્તાહ મનાવવામાં આવે છે. આ વર્ષની વિશ્વ અંતરિક્ષ સપ્તાહની (Space Week) થીમ ‘વૂમન ઇન સ્પેસ’ (Women In Space) છે. જ્યારે કે વર્ષ 2020 માટે આ સપ્તાહની થીમ ‘સેટેલાઇટ્સ ટુ ઇમ્પ્રૂવ લિવ્સ’ રાખવામાં આવી હતી.
વિશ્વ અંતરિક્ષ સપ્તાહઃ ઇતિહાસ
વિશ્વ અંતરિક્ષ સપ્તાહ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ(1999થી) સૌથી મોટો અંતરિક્ષ કાર્યક્રમ છે. આ પહેલની તારીખને ઇતિહાસના બે મહત્વપૂર્ણ બનાવોને સન્માનિત કરવા માટે રસપ્રદ રીતે પસંદ કરવામાં આવી છે.
- 1957માં પ્રથમ માનવ સર્જીત પૃથ્વી ઉપગ્રહ સ્પુતનિકને 4 ઓક્ટોબરના રોજ અવકાશમાં સંશોધન માટે લોન્ચ કરવામાં આવ્યો હતો.
- 4 ઓક્ટોબર, 1967માં એક કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. જેને ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના સંશોધન અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં દરેક દેશોની પ્રવૃત્તિઓનું સંચાલન કરતા સિદ્ધાંતોની સંધિ કહેવામાં આવે છે.
દર વર્ષે વિશ્વભરમાંથી હજારો લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે. વર્ષ 2020માં વિશ્વ અંતરિક્ષ સપ્તાહ ઉજવવા માટે દુનિયાભરના 60 દેશોમાં લગભગ 6500 કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે 90 દેશો ગાલા ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે.
વિશ્વ અંતરિક્ષ સપ્તાહ 2021 – મહત્વ
વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસથી માનવ જીવન ખૂબ જ સરળ બન્યું છે. વિજ્ઞાન રોજીંદા જીવનને અનેક ફાયદાઓ થયા છે – સંચાર, ઇન્ટરનેટ, સેટેલાઇટ, સ્પેસ સ્ટેશન્સ, વેધર ફોરકાસ્ટ વગેરે જેવા અનેક નવા લાભો આજે આપણે માણી રહ્યા છીએ. વિશ્વ અંતરિક્ષ સપ્તાહ મનાવવાનો હેતુ સ્પેસ સેક્ટરમાં હજારો લોકોની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરી તેનાથી કઇ રીતે વિશ્વના આર્થિક અને ગતિશીલ વિકાસ પર અસરો પડી તેને ઉજાગર કરવાનો છે.
વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણીના સમયગાળા દરમિયાન વિવિધ સ્પેસ એજન્સીઓ, શાળાઓ, પ્લેનેટેરિયા, મ્યૂઝિયમ, એરોસ્પેસ સંસ્થાઓ અને ખગોળશાસ્ત્ર ક્લબ્સ સ્થાયી આર્થિક વિકાસ માટે અવકાશના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સ્પેસ એજ્યુકેશન, વેબિનાર અને આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરે છે, અને આપણને સ્પેસ સાયન્સ દ્વારા મળતા લાભો વિશે ચર્ચા કરે છે અને યુવાનોને પ્રેરણા પૂરી પાડે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર