Home /News /explained /World Radiography Day: જાણો શા માટે મનાવવામાં આવે છે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, તેનો ઇતિહાસ શું છે?

World Radiography Day: જાણો શા માટે મનાવવામાં આવે છે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, તેનો ઇતિહાસ શું છે?

દર વર્ષે 8 નવેમ્બરે વૈશ્વિક સ્તરે વર્લ્ડ રેડિયોગ્રાફી દિવસ (World Radiography Day) મનાવવામાં આવે છે. (Image credit- Shutterstock)

World Radiography Day 2021: દર વર્ષે 8 નવેમ્બરે વૈશ્વિક સ્તરે વર્લ્ડ રેડિયોગ્રાફી દિવસ (World Radiography Day) મનાવવામાં આવે છે. 8 નવેમ્બર 1895ના એટલે કે આજના દિવસે જ એક્સ રેડિએશન કે એક્સ-રે (X-Rays)ની શોધ થઈ હતી.

  દર વર્ષે 8 નવેમ્બરે વૈશ્વિક સ્તરે વર્લ્ડ રેડિયોગ્રાફી દિવસ (World Radiography Day) મનાવવામાં આવે છે. 8 નવેમ્બર 1895ના એટલે કે આજના દિવસે જ એક્સ રેડિએશન કે એક્સ-રે (X-Rays)ની શોધ થઈ હતી. આજે તમને આ દિવસનો ઇતિહાસ, તેના મહત્વ અને થીમ વિશે જણાવીએ છીએ.

  રેડિયોલોજીના પિતા કોણ છે?

  જર્મન વૈજ્ઞાનિક વિલ્હેમ કોનરાડ રોંટજેને (Wilhem Conrad Rontgen) આ શોધ કરી હતી. વિલ્હેમને વર્ષ 1901માં નોબેલ પુરસ્કારોની શરૂઆતના સમયે પોતાની પહેલી શોધ માટે ફિઝીક્સમાં પહેલું નોબેલ પુરસ્કાર (Nobel Prize) એનાયત કરવામાં આવ્યું હતું.

  રોન્ટજેન જર્મન મિકેનિકલ એન્જિનિયર અને ભૌતિકશાસ્ત્રી હતા. ત્રણ વર્ષની ઉંમરે તેમનો પરિવાર હોલેન્ડ ગયો. 1865માં તેમને હાઇસ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે તેમના એક શિક્ષકે અન્ય એક શિક્ષકનું વ્યંગચિત્ર (caricature) અટકાવ્યું હતું, જે કોઈ બીજા દ્વારા દોરવામાં આવ્યું હતું.

  world radiography day 2021
  જર્મન વૈજ્ઞાનિક વિલ્હેમ કોનરાડ રોંટજેન (Image credit- Wikipedia)


  nobel.prize.org અનુસાર, ‘રોન્ટજેને ETH ઝ્યુરિચ યુનિવર્સિટીમાં તેમની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી અને યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચમાંથી ભૌતિકશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ વિલ્હેમ રોન્ટજેને સ્ટ્રાસબર્ગ, ગીસેન અને વર્ઝબર્ગની યુનિવર્સિટીમાં કામ કર્યું જ્યાં તેમણે નોબેલ પારિતોષિક-પ્રાપ્ત સંશોધન કર્યું. 1900માં રોન્ટજેન યુનિવર્સિટી ઓફ મ્યુનિકમાં ટ્રાન્સફર થયા. તેમની યુએસમાં સ્થળાંતર કરવાની યોજના હોવા છતાં તેઓ આજીવન ત્યાં રહ્યા. વિલ્હેમ રોન્ટજેને 1872માં બર્થા લુડવિગ સાથે લગ્ન કર્યા. બાદમાં આ દંપતીએ બર્થાના ભાઈની પુત્રીને દત્તક લીધી.

  વિશ્વ રેડિયોગ્રાફી દિવસ: ઇતિહાસ

  પહેલો વર્લ્ડ રેડિયોગ્રાફી દિવસ વર્ષ 2012માં મનાવવામાં આવ્યો હતો. આ માટે યુરોપિયન સોસાયટી ઓફ રેડિયોલોજી, રેડિયોલોજિકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા અને અમેરિકન કોલેજ ઓફ રેડિયોલોજીએ સાથે મળીને આ ઈનિશિએટીવને આગળ વધાર્યું. આ પહેલાં યુરોપિયન સોસાયટી ઓફ રેડિયોલોજીએ 10 ફેબ્રુઆરી 2011ના યુરોપિયન ડે ઓફ રેડિયોલોજી ઉજવ્યો હતો. 10 ફેબ્રુઆરીને એટલા માટે પસંદ કરવામાં આવી હતી કેમકે, 10 ફેબ્રુઆરી 1923ના જ રેડિયોગ્રાફીની શોધ કરનારા વૈજ્ઞાનિક (Father of Radiology) વિલ્હેમ કોનરાડ રોન્ટજેન (Wilhem Conrad Rontgen)નું નિધન થયું હતું.

  એ પછી યુરોપિયન ડે ઓફ રેડિયોલોજીને વર્લ્ડ રેડિયોગ્રાફી ડેથી બદલવામાં આવ્યો અને આ માટે 8 નવેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો. આ દિવસે વૈજ્ઞાનિક વિલ્હેમ કોનરાડ રોન્ટજેને રેડિયોગ્રાફીની શોધ કરી હતી. આખા વિશ્વમાં કેટલાય સંગઠનો આ દિવસને મનાવે છે. વિશ્વભરના સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 200થી વધુ તબીબી કેન્દ્રો અને સંસ્થાઓ આ દિવસ વિશે જાગૃતિ ફેલાવવામાં ભાગ લે છે. ભારતમાં રેડિયોગ્રાફ્સ એસોસિએશન ઓફ મધ્ય પ્રદેશ સાલ 1996થી જ આ સંસ્થાના સચિવ શિવકાંત વાજપેયીના સૂચન મુજબ આ દિવસને સેલિબ્રેટ કરી રહી છે.

  વિશ્વ રેડિયોગ્રાફી દિવસ: મહત્વ

  રેડિયોલોજિકલ સિસ્ટમનો ઉપયોગ મોટેભાગે દર્દીઓમાં રોગોનું નિદાન કરવા માટે થાય છે. રેડિયોલોજી એક્સ-રે, એમઆરઆઈ સ્કેનિંગ ઉપકરણ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો માટે એક નોંધપાત્ર જરૂરિયાત છે. રેડિયોલોજી લોકો માટે જરૂરી છે કારણ કે તેનાથી લોકોની આંતરિક સમસ્યા વિશે જાણી શકાય છે. રેડિયોલોજિકલ ટેક્નોલોજી માત્ર તબીબી ક્ષેત્ર વિશે નથી, તે દવા, તકનીકી, વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને કલાત્મક કુશળતાના ક્ષેત્રોનું સુંદર સંયોજન છે.

  આ દિવસ (Radiology Day)ને મનાવવાનું મુખ્ય કારણ લોકોમાં રેડિયોગ્રાફિક ઇમેજિંગ અને થેરેપીને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું છે. વાસ્તવમાં રેડિયોગ્રાફીને લીધે જ આજે કેટલીય બીમારીઓનું નિદાન સમય પર (Diagnosis of Disease) થઈ શકે છે, જેથી તેની સારવાર (Treatment) સરળ બની જાય છે. આ દિવસને રેડિયોગ્રાફીમાં કરિયર બનાવવા ઇચ્છતા લોકો માટે પણ ખાસ માનવામાં આવે છે. રેડિયોલોજિસ્ટ અને રેડિયોલોજિકલ ટેક્નોલોજિસ્ટ સ્વાસ્થ્ય સેવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

  આ પણ વાંચો: Explained: શું હોય છે ‘લા નીના’ ઇફેક્ટ, જેનાથી ભારતમાં પડશે તીવ્ર ઠંડી

  વિશ્વ રેડિયોગ્રાફી દિવસ 2021: થીમ

  વિશ્વ રેડિયોગ્રાફી દિવસ 2021નો વિષય ‘ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી- દર્દી માટે સક્રિય સંભાળ’ (Interventional Radiology – Active care for the patient) છે. વિશ્વ રેડિયોલોજી દિવસ 2021નું આ વાક્ય રોગીઓના ઉપચારમાં ઇન્ટરનેશનલ રેડિયોલોજીની આવશ્યક ભૂમિકા પર પ્રકાશ પાડે છે.

  રેડિયોગ્રાફી ક્ષેત્રમાં મેડમ ક્યુરીનો અમૂલ્ય ફાળો

  રેડિયોગ્રાફી ક્ષેત્રમાં વિશ્વના પ્રથમ મહિલા નોબેલ પ્રાઈઝ વિજેતા મેડમ ક્યુરીએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે પોતાનું જીવન યુરેનિયમ રિસર્ચમાં રેડી દીધું અને તેમનું મૃત્યુ પણ રેડિયેશનના વધુ પડતા સંપર્કથી જ થયું! ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એટલે કે 7 નવેમ્બરે મેડમ ક્યુરીનો જન્મદિવસ હતો.

  એક્સ-રેની શોધ અને યુરેનિયમ સોલ્ટ્સમાં નવા સંશોધનને પગલે મેરીએ નમૂનાઓની તપાસ માટે નવી તકનીકો વિકસાવી અને અનુમાન લગાવ્યું કે રેડિએશન પરમાણુઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને બદલે અણુઓમાંથી જ આવે છે; અણુઓ હકીકતમાં અવિભાજ્ય ન હતા તે સાબિત કરવા માટેનું આ એક મોટું પગલું હતું.

  world radiography day 2021
  રેડિયોગ્રાફી ક્ષેત્રમાં વિશ્વના પ્રથમ મહિલા નોબેલ પ્રાઈઝ વિજેતા મેડમ ક્યુરીએ પણ મહત્વનો ફાળો આપ્યો છે. (file photo)


  મેરી ક્યુરીને ‘રેડિયોએક્ટિવિટી’ શબ્દ તેમજ પોલોનિયમ અને રેડિયમ તત્વોની શોધ અને રેડિયેશન આઇસોટોપ્સને અલગ કરવા માટેની તકનીકોનો શ્રેય આપવામાં આવે છે. નોબેલ પારિતોષિક જીતનારી તે પ્રથમ મહિલા છે એટલું જ નહીં, તે બે નોબેલ પ્રાઈઝ જીતનાર પ્રથમ વ્યક્તિ અને એકમાત્ર મહિલા પણ છે.

  આ પણ વાંચો: હવે હરિફાઈ અંતરિક્ષમાં: જાણો જેફ બેઝોસની કંપની Blue originના નવા સ્પેસ સ્ટેશન વિશે

  જો કે, તેમની કારકિર્દીએ બલિદાન પણ માગ્યા હતા અને 66 વર્ષની વયે એપ્લાસ્ટીક એનિમિયા તરીકે ઓળખાતી દુર્લભ બીમારીથી તેમનું મૃત્યુ થયું હતું; આ બીમારી એવી છે જે અસ્થિમજ્જા અને સ્ટેમ સ્ટેલ્સને નુકસાન પહોંચાડે છે જેના પરિણામે રક્ત કોશિકાઓની ઉણપ થાય છે. તેમના કિસ્સામાં તે રેડિયેશનના વધુ પડતા સંપર્કને કારણે થયું હતું.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Science

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन