World Press Freedom Day 2021: પ્રેસ અને તેની સ્વતંત્રતા માટે આ દિવસ કેમ મહત્ત્વનો?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

યુનેસ્કો દ્વારા વર્ષ 1997થી દર વખતે ત્રણ મહિના રોજ વિશ્વ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ તકે ગિલેરમો કાનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ એવોર્ડ આપવામાં આવે છે.

  • Share this:
નવી દિલ્હી: ફ્રીડમ ઑફ પ્રેસના મુદ્દે વિશ્વ ભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. લોકતંત્રમાં પ્રેસને ચોથો સ્તંભ ગણવામાં આવે છે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં અભિવ્યક્તિ સ્વતંત્રતા સમાન પ્રેસને અધિકાર આપવામાં આવ્યા નથી. સાચી જાણકારીના અધિકારથી લોકોને વંચિત રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે દેશ ઉપર ખતરો છે, તેવા બહાના હેઠળ આ કામ થાય છે. જોકે, વિશ્વભરમાં પ્રેસની આઝાદીના સન્માન માટે ત્રીજી મેના રોજ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day)ની ઉજવણી કરવામા આવે છે.

કેમ મહત્ત્વનું?

આજે જેટલી જાગૃતિ પ્રેસ અને મીડિયામાં છે તેટલી જાગૃતિ અગાઉ નહોતી. વર્તમાન સમયે આ ક્ષેત્ર દેશના વિકાસ માટે મહત્ત્વનો માનવામાં આવે છે. દરમિયાન વિગતોના આદાન-પ્રદાન માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ થવા લાગતાં હવે આ માધ્યમથી ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યું છે. અલબત્ત કેટલાક દેશોમાં પ્રેસની આઝાદી ઉપર લગામ લગાવી દેવાતા કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે.

આ પણ વાંચો: જિંદગી હારીને પિન્કી દેવી બની પ્રધાન, પરિણામના ત્રણ દિવસ પહેલા મોત

દર વર્ષે એવોર્ડ અપાય છે

યુનેસ્કો દ્વારા વર્ષ 1997થી દર વખતે ત્રણ મહિના રોજ વિશ્વ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ તકે ગિલેરમો કાનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ એવા વ્યક્તિ અથવા સંસ્થાને અપાય છે, જેણે પ્રેસની આઝાદી માટે અસરકારક કામ કર્યું હોય. આશ્ચર્યજનક રીતે, ભારતના એક પણ પત્રકાર અથવા સંસ્થાને એવોર્ડ અપાયો નથી.

યુનેસ્કોનું શું કહેવું છે?

પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી પાછળ યુનેસ્કોનો હેતુ પ્રેસની સ્વતંત્રતા પ્રત્યેની પ્રતિબધ્ધતાનો આદર કરવાની જરૂર હોવાનું સરકારોને યાદ અપાવવાનો છે. મીડિયા કર્મચારીઓ, પત્રકારો માટે પ્રેસની સ્વતંત્રતા અને વ્યવસાયિક મૂલ્યોને યાદ રાખવાનો દિવસ પણ છે. આ દિવસ પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે કામ કરતી વખતે વિરોધ અને જુલમનો ભોગ બન્યા હોય તેવા મીડિયા ક્ષેત્રના લોકોના સમર્થન માટે છે.

આ પણ વાંચો: અંકલેશ્વર: 'કોરોનાકાળમાં રૂપિયા કોઈ કામના નથી,' બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ

આ વખતની થીમ કઈ?

યુનિસ્કોએ વર્ષ 2021માં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે માટે 'ઈન્ફોર્મેશન એઝ પબ્લિક ગુડ'ની થીમ નક્કી કરી છે. લોકોના ભલા માટે માહિતીનું મહત્ત્વ માણવું જોઈએ તેવો આ થિમનો મતલબ થાય છે. પત્રકારત્વની સામગ્રીને મજબૂત કરવા તેના ઉત્પાદન, વિતરણ અને અનુભૂતિ વિશે શું કરી શકાય છે તે અંગે પણ ચર્ચા થાય છે. આ ક્ષેત્ર માટે પારદર્શિતા અને સશક્તિકરણ પર કામ થવું જોઈએ તેવો પણ દાવો કરવામાં આવે છે.

આ પણ વાંચો: મુંબઈમાં જૂન સુધી સ્થિતિ સામાન્ય થઈ શકે, જુલાઈમાં સ્કૂલો ખુલી શકશે- અભ્યાસમાં દાવો

ત્રણ મુખ્ય ઉદ્દેશો કયા?

આ થીમ વિશ્વના તમામ દેશો માટે મહત્ત્વપૂર્ણ છે તેવું યુનેસ્કોનું કહેવું છે. જેનાથી બદલાતી કમ્યુનિકેશન મિકેનિઝમ્સની ઓળખ મળે છે. આપણા સ્વાસ્થ્ય, માનવાધિકાર, લોકશાહી અને ટકાઉ વિકાસને પણ તે અસર કરે છે. યુનેસ્કો આ વર્ષે ત્રણ પોઇન્ટને મહત્ત્વના ગણ્યા છે. સમાચાર માધ્યમોની આર્થિક સદ્ધરતાની ખાતરી કરવી, ઇન્ટરનેટ કંપનીઓની પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને મીડિયા અને માહિતી સાક્ષરતા ક્ષમતાઓને વધારવાનો મુદ્દો આવરી લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવા 1991માં વિન્ડોહોકમાં યુનેસ્કોની પરિષદમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંમેલન ત્રીજી મેના રોજ સમાપ્ત થયું ત્યારે સ્વતંત્ર, આત્મનિર્ભર અને બહુવચનવાદી પ્રેસ માટેના મેન્યુફેસ્ટને સ્વીકારવામાં અપનાવવામાં આવ્યું હતું. 30 વર્ષ પહેલાનું આ મેન્યુફેસ્ટ આજે પણ જન હિત આજે એટલું જ મહત્ત્વપૂર્ણ છે જેટલું તે સમય હતું.
First published: