World Population Day 2021: કોઇ દેશની વસ્તી (Population) હ્યુમન રિસોર્સ તરીકે તેના માટે ખૂબ જરૂરી છે, પરંતુ સતત કાબૂ બહાર થઇ રહેલ વસ્તી તે દેશ માટે સમસ્યાનું એક મોટું કારણ બની શકે છે. ઓછો સાક્ષરતા દર, બેરોજગારી, ભૂખમરો અને ગરીબી અનિયંત્રિત થતી વસ્તીનું જ કારણ છે. વધતી જનસંખ્યાની આ મોટી સમસ્યાઓથી બહાર આવવા માટે પરીવાર નિયોજન જેવા સમાધાન ઉપલબ્ધ છે, પરંતુ લોકોમાં જાગૃકતાના અભાવે આ સમસ્યાથી છૂટકારો નથી મળી રહ્યો અને સતત વસ્તી વધી રહી છે. કોઇપણ કારણ વગર અને સતત વધી રહેલી જનસંખ્યાને કાબૂમાં લેવા માટે વિશ્વભરમાં 11 જુલાઇએ વિશ્વ જનસંખ્યા દિવસ (World Population Day 2021) ઉજવવામાં આવે છે. તો આવો જાણીએ શા માટે ઉજવવામાં આવે છે World Population Day અને કઇ રીતે વધતી જનસંખ્યાને રોકી શકાય છે.
શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ જનસંખ્યા દિવસ?
યુનાઇટેડ નેશન (United Nations) દ્વારા 11 જુલાઇ, 1989ની સામાન્ય સભામાં વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવાનો નિર્ણય કરાયો હતો. હકીકતમાં 11 જુલાઇ, 1987 સુધી વિશ્વની વસ્તીનો આંકડો 5 અબજની પાર પહોંચી ગયો હતો. ત્યારે વિશ્વમાં લોકોની વધતી સંખ્યા પ્રત્યે જાગૃતિ લાવવા માટે તેને વૈશ્વિક સ્તરે આ દિવસ મનાવવાનો નિર્ણય કરાયો હતો.
વિશ્વ જનસંખ્યા દિવસ 2021ની થીમ 'અધિકાર અને વિકલ્પ ઉત્તર' છે. ભલે બેબી બૂમ હોય કે બસ્ટ, પ્રજનન દરમાં પરિવર્તનનું સમાધાન તમામ લોકોના પ્રજનન સ્વાસ્થ્ય અને અધારોને પ્રાથમિકતા આપે છે.
કઇ રીતે ઉજવવામાં આવે છે વર્લ્ડ પોપ્યુલેશન ડે?
વર્લ્ડ પોપ્યુલેશન ડે નિમિતે સમગ્ર વિશ્વમાં વસ્તી કાબૂમાં રાખવા માટે વિવિધ પ્રકારના નિયમોથી લોકોને પરિચિત કરવામાં આવે છે. આ સિવાય પરિવાર નિયોજન મુદ્દે પણ લોકો સાથે વાતચીત કરવામાં આવે છે. આ દિવસે વિવિધ જગ્યાઓ પર જનસંખ્યા નિયંત્રણ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેન્ડર ઇક્વોલિટી, માતા અને બાળકનું સ્વાસ્થ્ય, જેન્ડર એજ્યુકેશન, ગર્ભનિરોધક દવાઓના ઉપયોગથી લઇને યૌન સંબંધ જેવા તમામ ગંભીર વિષયો પર લોકો સાથે વાતચીત કરવામાં આવે છે.
આ દિવસે વધતી જનસંખ્યાને રોકવાના સમાધાન અને લોકોને તે માટે જાગૃત કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ પ્રયાસો કરવામાં આવે છે. ઘણી જગ્યાઓ પર સંમેલનો યોજવામાં આવે છે તો ક્યાંક આ વિષયો પર લોકો સાથે ચર્ચા કરવામાં આવે છે. જોકે કોરોના કાળમાં સંમેલનો પર રોક લગાવવામાં આવી છે. સાથે જ આ દિવસે લોકોને વિવિધ પ્રકારના ગર્ભનિરોધકો વિશે પણ જાણકારી આપવામાં આવે છે. જેથી તેઓ આ ઉપાયોને આપનાવી શકે અને વધતી વસ્તી પર કાબૂ મેળવી શકાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર