Home /News /explained /World Password Day 2022: ‘વિશ્વ પાસવર્ડ દિવસ’ શા માટે મનાવવામાં આવે છે? પાસવર્ડને કઈ રીતે સુરક્ષિત રાખવો, જાણો

World Password Day 2022: ‘વિશ્વ પાસવર્ડ દિવસ’ શા માટે મનાવવામાં આવે છે? પાસવર્ડને કઈ રીતે સુરક્ષિત રાખવો, જાણો

પાસવર્ડ જેટલો યુનિક હશે, તેટલો જ તે આપણને સિક્યોર રાખશે.

World Password Day 2022: આજે ઘણાં લોકો કોઈને કોઈ જરૂરિયાત માટે પાસવર્ડનો ઉપયોગ કરે છે. તેમાં આપણા પીસીની સુરક્ષાથી લઇને ઈમેલ્સ અને સ્માર્ટફોન્સની સિક્યોરિટી (Digital Security) સામેલ છે. પાસવર્ડ જેટલો યુનિક હશે, તેટલો જ તે આપણને સિક્યોર રાખશે.

વધુ જુઓ ...
  World Password Day 2022: દર વર્ષે મે મહિનાનો પહેલો ગુરુવાર ‘વિશ્વ પાસવર્ડ દિવસ’ (World Password Day) તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ પાસવર્ડ ડે 5 મેએ છે. તેનો ઉદ્દેશ પોતાના પાસવર્ડ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. પાસવર્ડ આપણી ડિજિટલ દુનિયાના પહેરેદાર હોય છે અને આપણને ઓનલાઇન બેન્કિંગ, શોપિંગથી લઇને સોશિયલ સાઇટ્સ જેવી ઘણી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં સુરક્ષા પ્રદાન કરે છે. વિશ્વ પાસવર્ડ દિવસની ઓફિશિયલ વેબસાઇટ https://passwordday.org/ પર જઇને તમે પોતાની પાસવર્ડ હેબિટને વધુ સારી બનાવી શકો છો. ઘણાં લોકો પોતાના મહત્વના અકાઉન્ટ માટે multi-factor authentication ને પણ ટર્ન ઓન કરે છે.

  ‘વિશ્વ પાસવર્ડ દિવસ’નો ઇતિહાસ (World Password Day History)
  આ દિવસ મનાવવાની શરૂઆત કઈ રીતે થઈ તેની વાત કરીએ, તો સિક્યોરિટી રિસર્ચર માર્ક બર્નેટએ 2005 માં આવેલી પોતાની બુક Perfect Passwords ના માધ્યમથી સૌથી પહેલા લોકોને પાસવર્ડથી સંબંધિત દિવસ મનાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ જ વિચારથી પ્રભાવિત થઈને Intel Security એ પહેલ કરતા 2013 માં મે ના પહેલા ગુરુવારે વિશ્વ પાસવર્ડ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.

  આ પણ વાંચો: ટેક વિઝનરીથી સોશિયલ મીડિયા કિંગ બનવા સુધી, કોઈ મુશ્કેલી ન રોકી શકી Elon Muskનો માર્ગ

  પાસવર્ડનો સૌપ્રથમ ઉપયોગ

  કમ્પ્યુટિંગમાં પાસવર્ડનો ઉપયોગ સૌથી પહેલા 1960 ના દાયકામાં મેસેચુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ બેલ લેબોરેટરીઝની કોરસ્પોન્ડિંગ ટાઇમ-શેરિંગ સિસ્ટમ અને Unix સિસ્ટમમાં થયો હતો. કોરસ્પોન્ડિંગ ટાઇમ-શેરિંગ સિસ્ટમ એક કમ્પ્યુટર હતું જેને એક સાથે ઘણાં યુઝર્સ કામ કરી શકે તે માટે બનાવવામાં આવ્યું હતું, જેમ આજે મોડર્ન કમ્પ્યુટર લેબ્સમાં થાય છે.

  પાસવર્ડને રાખો યુનિક

  આજે ઘણાં લોકો કોઈને કોઈ જરૂરિયાત માટે પાસવર્ડનો ઉપયોગ કરે છે. તેમાં આપણા પીસીની સુરક્ષાથી લઇને ઈમેલ્સ અને સ્માર્ટફોન્સની સિક્યોરિટી સામેલ છે. પાસવર્ડ જેટલો યુનિક હશે, તેટલો જ તે આપણને સિક્યોર રાખશે. એટલે જ કહેવાય છે કે કોઈ સામાન્ય વસ્તુ જેમ કે, ફેવરેટ ફૂડ, કપડાં, કોઈ મિત્રના નામ વગેરે શબ્દો પાસવર્ડ તરીકે ન રાખવા જોઈએ, જે સરળતાથી હેકર્સ ગેસ કરી લે. તો અલ્ફાન્યૂમેરિક અને પંક્ચુએશન કેરેક્ટર્સ યુક્ત પાસવર્ડ સ્ટ્રોંગ હોય છે અને તેને ઓટોમેટેડ પાસવર્ડ ગેસિંગ કરતા કોઈ સોફ્ટવેરના માધ્યમથી પકડવો મુશ્કેલ હોય છે.

  પાસવર્ડ ગમે તેટલો મજબૂત કેમ ન હોય, ચાલાક હેકર્સ તેને ક્રેક કરી જ લે છે અને યુઝર્સને મુશ્કેલીમાં નાખી દે છે. એટલે જ હવે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ બનાવતી કંપનીઓ, બાયોમેટ્રિક સિસ્ટમ પર વધુ ભરોસો દાખવી રહી છે. ફિંગર પ્રિન્ટ સેન્સર્સ, ફેસ અનલોક ફીચર અને રેટીના સ્કેનિંગ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.

  આ પણ વાંચો: આ છે સૌથી નબળા Password, 1 સેકન્ડમાં થઈ શકે છે Hack, ભૂલથી પણ ન કરો ઉપયોગ

  પાસવર્ડ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો (Interesting Facts Related to Passwords)

  - જ્યારે લોકોને પાસવર્ડમાં કોઈ સંખ્યા જોડવી હોય તો મોટાભગના લોકો અંતમાં 1 કે 2 જ જોડે છે.

  - બે તૃતિયાંશ યુઝર્સ પોતાના તમામ ઓનલાઇન અકાઉન્ટટ્સ માટે બે પાસવર્ડનો જ યુઝ કરે છે.

  - ટોપ ટેન, મોસ્ટ યુઝ્ડ પાસવર્ડ્સની લિસ્ટમાં પાંચ વર્ષમાં સાધારણ ફેરફાર થયો છે.

  - ચાલીસ ટકા સંસ્થાઓ પોતાના પાસવર્ડ્સને વર્ડ અથવા સ્પ્રેડશીટ ડોક્યુમેન્ટમાં રાખે છે.

  - password, superman, Michael, dragon જેવા શબ્દો મોસ્ટ કોમન પાસવર્ડ્સની યાદીમાં આવે છે, તેથી આવા પાસવર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ.

  - Skyhigh Networks એ પોતાના એનાલિસીસમાં જાણ્યું કે ચોરાઇ ગયેલા અગિયાર મિલિયન પાસવર્ડ્સમાંથી વીસ પાસવર્ડ એવા હતા જે એ 11 મિલિયનના 10.3% ભાગ હતા. મતલબ એ પાસવર્ડનો ઉપયોગ ઘણાં બધા લોકોએ કર્યો હતો.

  - એક્સપર્ટ્સ અનુસાર, brute-force cracking થી બચવા માટે પાસવર્ડ લેન્થ ઓછામાં ઓછા 13 characters નો હોવો જોઈએ.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Cyber Security, Explained, Gujarati tech news, Hackers, Mobile and tech, Password, Today history

  विज्ञापन
  विज्ञापन