Home /News /explained /વિશ્વ મહાસાગર દિવસ 2021- મહાસાગરો સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે માનવ જીવન
વિશ્વ મહાસાગર દિવસ 2021- મહાસાગરો સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે માનવ જીવન
પ્રતિકાત્મક તસવીર
8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ તે સમજાવવા માટે છે કે માનવ જીવન મહાસાગરો સાથે કેટલી રીતે જોડાયેલ છે અને તેની મહાસાગરો પ્રત્યે જવાબદારી શું છે.
આપણી પૃથ્વી પર જીવન માટે પાણીની ખૂબ મહત્વની ભૂમિકા છે. કોઇ પણ માણસનું જીવન પાણી વગર શક્ય નથી. પરંતુ આજની કડવી વાસ્તવિકતા એ છે કે પૃથ્વી પર મોટા ભાગનું પાણી માણસ માટે પીવા લાયક નથી. તો બીજી બાજુ પૃથ્વીનો 70 ટકા ભાગ મહાસાગરોથી ઢંકાયેલો છે. 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ તે સમજાવવા માટે છે કે માનવ જીવન મહાસાગરો સાથે કેટલી રીતે જોડાયેલ છે અને તેની મહાસાગરો પ્રત્યે જવાબદારી શું છે.
માનવ જીવનને પ્રભાવિત કરે છે મહાસાગર
માત્ર જો માણસોના પ્રત્યક્ષ ઉપયોગના દ્રષ્ટિકોણથી જોઇએ તો વિશ્વના 97 ટકા પાણી વાળા મહાસાગરો માનવ જીવનના વધુ કોઇ કામના નથી લાગતા. પરંતુ આપણું જીવન ઘણી રીતે મહાસાગરો સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે અને તેમાં બદલાવ આપણા જીવનને ખૂબ વધુ પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે.
વિશ્વ મહાસાગર દિવસનો ઉદ્દેશ્ય શું છે?
વિશ્વ મહાસાગર દિવસનો ઉદ્દેશ્ય લોકોને મહાસાગરો પર માનવીય પ્રવૃત્તિના દુષ્પ્રભાવો અને તેના કારણે માનવ જીવનને થતા પ્રભાવ અંગે લોકોને સમજાવવાનો છે. માણસોના કારણે કચરો, જહાજો દ્વારા તેલનું દરિયામાં ફેલાવવું, માછલીઓ અને દરિયાઇ જીવોનો શિકાર એવી ઘટનાઓ છે જેનાથી દરિયાઇ જીવન ખરાબ રીતે પ્રભાવિત થઇ રહ્યું છે.
સમગ્ર પૃથ્વી પ્રભાવિત છે મહાસાગરોથી
વિશ્વનો એવો કોઇ ભાગ નથી જે મહાસાગરોથી પ્રભાવિત ન હોય. તેમાં કોઇ શંકા નથી મહાસાગરોને પોતાનું પારિસ્થિતી તંત્ર છે અને તેના પોતાના જીવ જંતુ છે. પરંતુ પૃથ્વીની જળવાયુની ઘણી પ્રક્રિયાઓ મહાસાગરોથી કોઇને કોઇ પ્રકારે જોડાયેલ છે. ત્યાં સુધી કે વાયુમંડળમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા પણ મહાસાગરોથી પ્રભાવિત થાય છે.
ગેસોના આદાન પ્રદાનની અસર
જે રીતે પૃથ્વી પરના જીવો વાયુમંડળમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આદાન પ્રદાન કરે છે, તે જ રીતે મહાસાગરોમાં પણ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુમંડળમાંથી આવે છે. જળવાયુ પરિવર્તનથી વિશ્વના ઘણા વિસ્તારોમાં માત્ર જીવજંતુઓ જ નહીં પરંતુ તમામ પ્રક્રિયાઓ પ્રભાવિત થઇ રહી છે જે વાયુમંડળથી આ ગેસોનું આદાન પ્રદાન કરે છે.
મહાસાગરોમાં તેલ
દરિયાઇ જીવન ધરતીના જીવનથી ખૂબ વિશાળ છે. પરંતુ જૈવવિવિધતા મહાસાગરોના પર્યાવરણનો સૌથી મહત્વનો ભાગ છે. પરંતુ માનવ સર્જિત પ્રવૃત્તિઓ તેને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કરે છે. તેમાં સમુદ્રમાં કચરો નાખવો સૌથી પ્રમુખ છે. તેમાં પણ કોઇ જહાજ કે સમુદ્રમાં તેલ ઉત્ખનની મહાસાગરોમાં તેલ ફેલાવવું સૌથી ખતરનાક ઘટના છે. તેનાથી મહાસાગરોની સપાટીનું જીવન ખતમ થાય જ છે, પરંતુ સમુદ્રની અંદર ગેસ અને સૂર્યનો પ્રકાશ પણ અંદર જઇ શકતો નથી. જે દરિયાઇ જીવન માટે વિનાશ સર્જે છે.
દરિયાઇ કચરો
છેલ્લા થોડા સમયથી વિશ્વ ભરમાંથી સમુદ્રમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક દરિયાઇ જીવનની જૈવપ્રક્રિયાઓને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. એટલું જ નહીં દરિયાઇ જહાજો અને તટીય શહેરો દ્વારા પણ પ્રદુષિત પાણી અને કચરાનો સીધો સમુદ્રમાં નિકાલ કરવામાં આવે છે, જે દરિયાઇ જીવો માટે જીવલેણ છે. પ્રદુષણથી હાનિકારક પદાર્થ માછલીઓના પેટમાં જાય છે અને તેમનું જીવન સંકટમાં મુકાય છે.
આમ, તો પૃથ્વી 97 ટકા પાણી છે તે મહાસાગરોમાં જ છે, પરંતુ જે પાણી માણસ પોતાના ઉપયોગ માટે વાપરે છે તે નદીઓ કે જળાશયો દ્વારા આવે છે જે વરસાદ દ્વારા ભરાય છે. વરસાદનું આ પાણી મહાસાગરોમાં થયેલ બાષ્પીભવનની પ્રક્રિયા બાદ વાદળોનું સ્વરૂપ ધારણ કરે છે અને તેનાથી વરસાદ થાય છે. તો વિશ્વના અડધાથી વધુ ભાગના લોકોને ભોજન માટે માછલીઓ મળે છે. આ રીતે માનવ જીવન પણ મહાસાગરો પર ઘણી રીતે આધાર રાખે છે. તેવામાં મહાસાગરોને સાફ રાખવાની જવાદારી પણ એટલી જ મહત્વની છે જેટલી કે વાયુમંડળને સાફ રાખવાની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર