World Ocean Day 2021: આજે એટલે કે 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) અને આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા દર વર્ષે 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી પર લગભગ 70 ટકા ભાગમાં મહાસાગર છે. વિશ્વ મહાસાગર દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ્ય માનવ જીવનમાં સમુદ્ર દ્વારા મળતા લાભો વિશે જાગૃતતા ફેલાવવાનો છે. મહાસાગર (Oceans)ની ધારાઓ 50 ટકા ઓક્સિજન પ્રદાન કરીને ગ્રહને ગરમ રાખે છે. મહાસાગરના ખારા પાણીમાં છોડ, દરિયાઇ જીવસૃષ્ટિ અને અસંખ્ય વિશાળ જીવો રહે છે. મહાસાગરમાંથી મળતું સી ફૂડ માનવ વસાહત માટે સૌથી મોટો લાભ છે.
વિશ્વ મહાસાગર દિવસનો ઇતિહાસ
મહાસાગર દિવસ પહેલી વખત 8 જૂન, 1992માં રિયો ડી જાનેરોમાં ગ્લોબલ ફોરમ (Global Forum)માં પ્રસ્તાવિત કરાયો હતો. જે પર્યાવરણ અને વિકાસ (Environment and Development) પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં એક સમાંતર કાર્યક્રમ હતો. જોકે 2008માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંકલ્પ લેવાયો કે 8 જૂનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવામાં આવશે. પહેલો વિશ્વ મહાસાગર દિવસ વર્ષ 2009માં આપણા સાગર, આપણી જવાબદારીની થીમ સાથે મનાવવામાં આવ્યો હતો.
આ વર્ષે શું છે થીમ?
વિશ્વ મહાસાગર દિવસ 2021ની થીમ છે મહાસાગરમાં રહેલ લાઇફ અને લાઇવલીહૂડ સાથે જોડાયેલા તથ્યો વિશે સામાન્ય લોકો સુધી જાણકારી પહોંચાડવી. લોકોમાં તે જાગૃકતા લાવવી કે મહાસાગર જ છે જે સમગ્ર દુનિયાને પ્રોટીન ઉપલબ્ધ કરાવવાનો સૌથી મોટું માધ્યમ છે. મહાસાગર આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને રોજગાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. સમુદ્ર આપણને ઘણું બધુ આપે છે. જેમાં સી ફૂડ, મૂંગા, ઓક્સિજન, ખોરાક અને હવા સામેલ છે. તેનાથી જળવાયુ બેલેન્સ રહે છે. સમુદ્રમાં મળતા સી ફૂડ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સી ફૂડ એજિંગ પણ ધીમું કરે છે.
દરિયામાંથી મળતા ખાદ્ય પદાર્થ જેવા કે માછલી, કરચલા, પ્રોનને સી ફૂડ કહેવાય છે. ઝીંગા, કરચલા, સ્ક્વીડ, ઓસ્ટર અને માછલી સી ફૂડ શ્રેણીમાં આવે છે. સી ફૂડ નોન-વેજ હોય છે.
સી ફૂડમાંથી મળે છે આ પોષકતત્વો
સી ફૂડમાં એવા પોષક તત્વો મળે છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂર હોય છે. આ પોષકતત્વો અન્ય ખાદ્ય પદાર્થોમાં નથી મળી શકતા. સી ફૂડમાં સેલેનિયમ અને વિટામિન ઇ મુખ્ય રૂપે મળે છે. આ સિવાય દરિયાઇ ખાદ્ય પદાર્થોમાંથી પ્રોટીન પણ વધુ માત્રામાં મળે છે. સી ફૂડમાં વિટામિન એ, બી કોપ્મ્લેક્સ, વિટામિન ડી, સેલેનિયમ, ઝિંક, આયોડીન અને આયરન પણ ભરપૂર માત્રામાં મળે છે. શરીર પર એજિંગનો પ્રભાવ રોકવા માટે ઓમેગા 3 ફેટી એસિડ ઘણું ફાયદાકારક હોય છે. માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ વધુ માત્રામાં હોય છે.
અમુક ખાસ માછલીઓ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે, જેમાં ટૂના ફિશ, આર્કટિક ચાર, સ્ટ્રિપડ બાસ, સર્દિનેસ, પર્ચ, કોડ, અલાસ્કન સાલમનનું નામ સામેલ છે. કોડ ફિશમાં ફોસ્ફરસ, નિયાસિન, વિટામિન બી 12 અધિક માત્રામાં મળે છે. જ્યારે અલાસ્કન સાલમનમાં ઓમેગા 3 ફેટી એસિડ વધુ માત્રામાં મળે છે, જે સ્કિન પર વધતા ઉંમરના પ્રભાવને ઓછો કરે છે.
(Disclaimer: આ લેખમાં રજૂ કરવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માહિતી પર આધારિત છે. News18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર