Home /News /explained /World No Tobacco Day: ધૂમ્રપાન કરતા લોકોને કોરોના સંક્રમણ થવાની શક્યતા વધુ છે? જાણો વિશેષજ્ઞોના અભિપ્રાય

World No Tobacco Day: ધૂમ્રપાન કરતા લોકોને કોરોના સંક્રમણ થવાની શક્યતા વધુ છે? જાણો વિશેષજ્ઞોના અભિપ્રાય

(પ્રતીકાત્મક તસવીરઃ Shutterstock)

ધૂમ્રપાન ન કરનારની સરખામણીએ ધૂમ્રપાન કરનાર લોકોમાં કોવિડ-19નું સંક્રમણ વધુ ફેલાય છે- આ દાવામાં કેટલું સત્ય?

    દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન (World No Tobacco Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ તે જ છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને શરીરને નુકસાન પહોંચાડતી વસ્તુઓના સેવનથી દૂર રહે. એક બાજુ વૈશ્વિક મહામારી કોરોના (Coronavirus) આપણા ફેફસાં નિશાન બનાવી રહી છે, ત્યારે ફેફસાંના સ્વાસ્થ્ય અંગે વધુ કાળજી રાખવી ખૂબ જરૂરી બને છે. તેથી તમાકૂ (Tobacco)ના સેવનના હાનિકારક પ્રભાવો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવા સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના સદસ્યો એવા વિશ્વના 193 દેશો દ્વારા દર વર્ષે 31 મેને તમાકૂ નિષેધ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. WHOના જણાવ્યા અનુસાર દર વર્ષે લગભગ 80 લાખ લોકો તમાકૂના સેવનના કારણે મૃત્યુ પામે છે.

    શું છે આ વર્ષની થીમ?

    વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1987માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ લોકોને ધૂમ્રપાન અને તમાકુથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃત કરવાનો હતો. ધૂમ્રપાનની નિયમિત આદત કેન્સર, ડાયાબિટીસ, ફેફસાંનું કેન્સર જેવી ઘાતક બીમારીઓને નોતરે છે. ત્યારે આ દિવસ માટે વર્ષ 2021ની થીમ છે 'કમિટ ટુ ક્વિટ'.

    આ પણ વાંચો, આ પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા, નાનો ટુકડો પણ બદલી દેશે કિસ્મત

    હાલ એક બાજુ કોરોના મહામારીએ વિશ્વભરને ઝપેટમાં લીધુ છે. તેવામાં તમાકૂના સેવન અને કોરોના સંક્રમણ અંગે અનેક દાવાઓ કરાયા છે. ઘણા વિશેષકોનું કહેવું છે કે ધૂમ્રપાન ન કરનારની સરખામણીએ ધૂમ્રપાન કરનાર લોકોમાં કોવિડ-19નું સંક્રમણ વધુ ફેલાય છે. તો આવો જાણીએ આ દાવાઓમાં કેટલું સત્ય છે?

    શું ધૂમ્રપાન અને કોવિડ-19 વચ્ચે કોઇ સંબંધ છે?

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, કોવિડ-19 અને ધૂમ્રપાન વચ્ચે કોઇ સીધો સંબંધ ન હોઇ શકે. પરંતુ તમાકૂ, ધૂમ્રપાનનું સેવન કરનારને કોરોનાનું જોખમ વધુ હોઇ શકે, કારણ કે ધૂમ્રપાન કરતી સમયે આંગળીઓનો ઉપયોગ થાય છે, જે વાયરસનું સંક્રમણ વધારવામાં કારણભૂત બને છે. આ સિવાય જો શરીરમાં વાયરસનો પ્રવેશ થાય તો ધૂમ્રપાન કરનાર લોકોને વધુ જોખમ રહે છે, કારણ કે ધૂમ્રપાન તમારા ફેફસાંને નબળાં કરી નાંખે છે અને તેવા નબળાં ફેફસાં કોવિડ-19ના વાયરસ સામે લડી શકતા નથી. જો તમે ધૂમ્રપાન કરો છો તો કોરોનાનું સંક્રમણ થતા તમને વધુ મુશ્કેલી પડે છે, આ સાથે જ તમારે વેન્ટિલેટરની પણ આવશ્યકતા પડી શકે છે.

    ધૂમ્રપાન છોડતા જ શરીરમાં આવે છે આવા પરીવર્તન

    WHO લોકોને ધૂમ્રપાન છોડવાની સલાહ આપે છે, કેમ કે જ્યારે તમે ધૂમ્રપાન છોડશો તમારા ફેફસાં અને હૃદયને સારી રીતે કામ કરવામાં મદદ મળશે. આ આદત છોડ્યાના 20 મિનિટ બાદ તમારું બ્લડ પ્રેશર ઘટી જાય છે અને હ્યદયની ગતિ વધે છે. 12 કલાકમાં શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સામાન્ય સ્તર કરતા નીચું આવે છે. 2 સપ્તાહની અંદર રક્ત પરીભ્રમણ અને ફેફસાંની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

    આ પણ જુઓ, રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન, કોઈએ ભૂત

    " isDesktop="true" id="1100997" >


    ધૂમ્રપાન નોતરે છે અનેક બીમારીઓ

    ધૂમ્રપાન પહેલાથી ફેફસાં માટે જોખમકારક ગણવામાં આવતું રહ્યું છે, કેમ કે તેનાથી સૌથી વધુ નુકસાન ફેફસાંને જ પહોંચે છે. ફેફસાંનું કેન્સર અને ટ્યૂબરક્યૂલોસિસ જેવી ગંભીર બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. ટ્યૂબરક્યૂલોસિસના 20 ટકાથી વધુ મામલાઓ ધૂમ્રપાનના કારણે જ સામે આવે છે.
    First published:

    Tags: Coronavirus, COVID-19, Smoking, Tobacco, United nations