Home /News /explained /

કેટલીક એયરલાઈન્સ હવે લેડીઝ એન્ડ જેન્ટલમેન કહીને યાત્રીઓને સંબોધન નહીં કરે, જાણો કારણ

કેટલીક એયરલાઈન્સ હવે લેડીઝ એન્ડ જેન્ટલમેન કહીને યાત્રીઓને સંબોધન નહીં કરે, જાણો કારણ

પ્રતિકાત્મક તસવીર

World news: જર્મનીની લુફ્તાંસા હવાઈ સેવાની ઉડાનોમાં ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન’ એટલે કે, ‘દેવીઓ અને સજ્જનો’ સંબોધન સાંભળવા નહીં મળે. ત્યારે હવે મોટાભાગની એરલાઇન્સ આ પ્રકારનો બદલાવ કરવા જઈ રહી છે.

સમગ્ર વિશ્વમાં વિનમ્રતાની અનેક પરંપરાઓ છે. હવાઈ યાત્રાઓમાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે કે સંબોધન (Salutation)ની રીતને કારણે કોઈ યાત્રીને ખોટુ ન લાગે. આ સાંસ્કૃતિક વિભિન્નતાને કારણે ધર્મસંકટની સ્થિતિ ઉત્પન્ન થાય છે. આ બાબતે જર્મની (Germany)ની એક વાયુસેવાએ નિર્ણય કર્યો છે કે યાત્રીઓને જેન્ડર ફ્રી સંબોધન કરવામાં આવશે. જર્મનીની લુફ્તાંસા (Lufthansa) હવાઈ સેવાની ઉડાનોમાં ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન’ એટલે કે, ‘દેવીઓ અને સજ્જનો’ સંબોધન સાંભળવા નહીં મળે. ત્યારે હવે મોટાભાગની એરલાઇન્સ આ પ્રકારનો બદલાવ કરવા જઈ રહી છે.

જેન્ડર ન્યૂટ્રલ ભાષા
લુફ્તાંસાએ જેન્ડર ન્યૂટ્રલ એટલે કે લિંગ તટસ્થ ભાષાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફાર લુફ્તાંસા સમૂહ દ્વારા સંચાલિત તમામ વાયુસેવાઓ પર લાગુ થશે. જેમાં ઓસ્ટ્રિયન એરલાઈન્સ, સ્વિસ એન્ડ યૂરોવિંગ્સ એરલાઈન્સ પણ શામેલ છે. કંપનીની પ્રવક્તા સ્ટેનજરે ડીડબલ્યૂને જણાવ્યું કે, વિવિધતા માત્ર એક વાક્ય નથી, પરંતુ લુફ્તાંસા માટે એક વાસ્તવિકતા છે. અમે આ બાબત પોતાની ભાષામાં પ્રદર્શિત કરવા ઈચ્છીએ છીએ.

સંબોધન
લુફ્તાંસા ક્રૂ હવે પ્રિય મહેમાનો (ડિઅર ગેસ્ટ), શુભ સવાર, શુભ સંધ્યા (ગુડ મોર્નિંગ/ ગુડ ઈવનિંગ) અથવા બોર્ડમાં તમારુ સ્વાગત છે, આ પ્રકારના લિંગ તટસ્થ વાક્યોનો ઉપયોગ કરશે. યાત્રીઓનું સ્વાગત કેવી રીતે કરવું તેનો નિર્ણય ક્રૂ દ્વારા કરવામાં આવશે. ક્રૂને મે મહિનામાં આ ફેરફાર અંગે જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

થશે મોટો ફાયદો થશે
બેલેફેલ્ડ યુનિવર્સિટીમાં સામાજિક અને આર્થિક નિષ્ણાંત એલેક્ઝેંડ્રા સ્કીલ આ નિર્ણયને સાંકેતિક સ્તર પર કામ કરતો હોવાનું જણાવે છે. ડૂડબલ્યૂના રિપોર્ટમાં તેમણે જણાવ્યું કે આ નિર્ણયને લિંગ સંવેદનશીલ નિર્ણય ગણી શકાય છે, જે માટે લિંગ ભેદભાવ કરાતો હોવાની વ્યવસ્થા પર અનેક વાર સવાલ ઊભા થાય છે. જે લોકો પોતાને પુરુષ અને સ્ત્રીથી કંઈક વધારે માને છે, તેમને સંબોધન કરવામાં પણ અજૂગતુ નહીં લાગે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

સમગ્ર દુનિયા આ ટ્રેન્ડનો સ્વીકાર કરી રહી છે
સમગ્ર વિશ્વમાં અને કોર્પોરેશન તથા સંગઠનો દ્વારા લુફ્તાંસાનો આ નિર્ણય સ્વીકારવામાં આવી રહ્યો છે, જેથી લિંગભેદભાવની સમસ્યાથી છુટકારો મેળવી શકાય. આ નિર્ણયની મદદથી અન્ય લિંગના લોકો અને દરેક વ્યક્તિ એકસમાન હોવાનું તેમને અનુભવ કરાવી શકાય છે. સંયુક્ત રાષ્ટ્ર, યૂરોપીય કમિશને પણ આ પ્રકારના દિશાનિર્દેશ આપ્યા છે કે નોનજેન્ડર ભાષાને તેમના કાર્યોમાં શામેલ કરવામાં આવે.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! ટેન્કર નીચે આવી જતાં હોસ્પિટલની નર્સ અને યુવકનું મોત, હેલ્મેટ પણ ન બચાવી શક્યું જીવ

લિંગ તટસ્થ અથવા જેન્ડર ન્યૂટ્રલ ભાષા
યુરોપિયન ઈન્સ્ટિટ્યુટ ફોર જેન્ડર ઈક્વાલિટી લિંગ તટસ્થ ભાષાને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. લિંગ તટસ્થ ભાષાને વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે જે કોઈ ખાસ લિંગને સંબોધન ના કરતી હોય અને લોકો સાથે સામાન્ય વ્યવહાર કરે જેમાં પુરુષ અને સ્ત્રીનો સંદર્ભ આપવામાં આવ્યો ના હોય. યૂરોપીય સંસદે વર્ષ 2018માં ‘અ હેન્ડબુક ઓન જેન્ડર ન્યુટ્રાલિટી ઈન લેંગ્વેજ’ પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તક અનુસાર તમામ લિંગોને શામેલ કરતી ભાષા એક રાજનૈતિક પરિશુદ્ધતાથી વધુ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

અલગ અલગ સંબોધન
જર્મન ભાષામાં આર્જ્ટ (Arzt) પુરુષ ડૉકટર માટે અને મહિલા ડૉકટરને સંબોધિત કરવા માટે એસ્ટિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે પુરુષ સંપાદક માટે રિડક્ટર અને મહિલા સંપાદક માટે રિડક્ટરલિનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મુદ્દા પર ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે કે અલગ અલગ સંબોધનોનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ.

ગયા સપ્તાહે અમેરિકી ઓટોમોબાઈલ કંપની ફોર્ડે નિર્ણય કર્યો કે હવે તે ચેયરમેનની જગ્યાએ ચેયર શબ્દનો ઉપયોગ કરશે. સમગ્ર વિશ્વમાં લિંગ સમાનતા માટે જાગૃતતા લાવવાના ખૂબ જ કાર્યો થઈ રહ્યા છે તથા થર્ડ જેન્ડરને સમાજમાં શામેલ કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ કારણોસર લિંગ તટસ્થ ભાષાનો ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
First published:

Tags: Germany, Research, World news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन