World Milk Day 2021: દૂધ (Milk) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે અને આપણી ડાયટ (Diet)માં તેનું શું મહત્વ છે તે લગભગ બધા જાણતા જ હશે. દૂધના ગુણકારી ફાયદાઓ અને તેના નિયમિત સેવન અંગે લોકોને પ્રેરિત કરવા સમગ્ર વિશ્વમાં 1 જૂને વિશ્વ દૂધ દિવસ એટલે કે વર્લ્ડ મિલ્ક ડે (World Milk Day)ની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે જ દૂધને ખોરાક તરીકે લોકો માન્યતા આપે તે જ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ રીતે થઇ શરૂઆત
વિશ્વ દૂધ દિવસને મનાવવાની શરૂઆત સૌપ્રથમ વર્ષ 2001માં સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા કરાઇ હતી. જે બાદ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને (FAO: Food and Agriculture Organization) 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. પ્રથમ વખત આ દિવસ 1 જૂન, 2007ના રોજ ઊજવવામાં આવ્યો હતો. એફએઓનું મુખ્યાલય ઇટલીના રોમમાં આવેલ છે. જેની સ્થાપના 16 ઓક્ટોબર, 1945માં કરવામાં આવી હતી.
વિશ્વ દૂધ દિવસની વર્ષ 2021ની થીમ પર્યાવરણ, પોષણ અને સામાજીક-આર્થિક સશક્તિકરણની સાથે સાથે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા પર આધારિત હશે. આ દિવસે જાગૃકતા ફેલાવવા માટે જે પણ કાર્યક્રમ આયોજીત કરવામા આવશે, તે આ થીમ પર આધારિત હશે.
આ કારણે ઉજવવામાં આવે છે વિશ્વ દૂધ દિવસ
આ દિવસ ઉજવવાનું કારણ વિશ્વભરમાં દૂધને વૈશ્વિક ભોજન તરીકે માન્યતા આપવાનું છે. લોકોને લાગે છે કે દૂધ માત્ર બાળકોના સ્વાસ્થ્ય માટે સારૂ હોય છે, પરંતુ તેવું નથી. દૂધ દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સારૂં હોય છે. આ વાતને લોકો સુધી પહોંચાડવા વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે. લોકોને તે પણ સમજાવવામાં આવે છે કે દૂધને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થને અનેક ફાયદાઓ થાય છે. આ સાથે જ આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ પણ છે કે ડેરી કે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં સ્થિરતા, આજીવિકા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું.
ભારત સહિત એકબાજુ જ્યાં દુનિયાભરમાં વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે. તો ભારતમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પહેલીવાર 26 નવેમ્બર, 2014માં મનાવામાં આવ્યો હતો. આ દિવસ શ્વેતક્રાંતિના જનક ડો. વર્ગિસ કુરિયનની યાદમાં મનાવવામાં આવે છે. તેમનો જન્મ 26 નવેમ્બરે થયો હતો અને તેથી જ આ દિવસને રાષ્ટ્રીય દૂધ દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો.
જુદા-જુદા સમયે દૂધ પીવાથી થતી અસર
1. સવારે દૂધ ભારે હોય છે જે સહેલાઇથી પચી શકતું નથી. તેથી તેને સવારે પીવું ન જોઇએ. પરંતુ એવું પણ કહેવાય છે કે, સવારે દૂધ પીવાથી આખો દિવસ સ્ફૂર્તિમય રહે છે.
2. વડીલોએ બપોરે દૂધ પીવું લાભદાયી છે. આ સમયે દૂધ પીવાથી શરીરને તાકાત મળે છે.
3. કેટલાક લોકો સાંજે બાળકોને દૂધ આપે છે. આ સમયે દૂધ પીવાથી આંખો માટે ખૂબ સારૂ માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર