Home /News /explained /

World Meteorological Day 2022: આજે છે ‘વિશ્વ હવામાન દિવસ’, જાણો તેનો ઉદ્દેશ અને આ વર્ષની થીમ

World Meteorological Day 2022: આજે છે ‘વિશ્વ હવામાન દિવસ’, જાણો તેનો ઉદ્દેશ અને આ વર્ષની થીમ

વિશ્વભરમાં દર વર્ષે 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ (World Meteorological Day) ઉજવવામાં આવે છે. (Image credit- shutterstock)

World Meteorological Day 2022: વાતાવરણના મૂડને ઓળખવા અને તેની પોઝિટીવ–નેગેટિવ અસરને જાણવાના હેતુથી 1950ની સાલમાં વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થા (World meteorological organization) ની સ્થાપના કરવામાં આવી હતી.

    World Meteorological Day 2022: વિશ્વભરમાં દર વર્ષે 23 માર્ચે વિશ્વ હવામાન દિવસ (World Meteorological Day) ઉજવવામાં આવે છે. જેનો હેતુ લોકોને હવામાન વિજ્ઞાનની સાથે તેમાં થઈ રહેલા પરિવર્તન વિશે જાણકારી આપવાનો અને જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વ હવામાન દિવસ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વનો છે. એવામાં તેની સાથે જોડાયેલી બાબતો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. આ દિવસ ઉજવવા માટે દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસનો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ વિશે.

    જાણો ક્યારે થઈ હતી આ દિવસની શરૂઆત (World Meteorological Day History)

    તમને જણાવી દઈએ કે વાતાવરણના મૂડને ઓળખવા અને તેની પોઝિટીવ–નેગેટિવ અસરને જાણવાના હેતુથી 1950ની સાલમાં વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થા (World meteorological organization)ની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્યમથક જિનેવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થામાં કુલ 191 સભ્ય દેશ તેમજ ક્ષેત્ર છે. આ સંસ્થાનો ઉપયાગ પૂર, દુષ્કાળ તથા ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતોનો અનુમાન લગાવવા માટે કરવામાં આવે છે. જેથી તેનાથી થનારા નુકસાનથી ભવિષ્યમાં બચી શકાય. આ માટે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: એ પરમાણુ વિસ્ફોટ જે હિરોશિમા-નાગાસાકી કરતાં પણ ખતરનાક હતા!

    આ દિવસ લોકોને પૃથ્વીના વાતાવરણના રક્ષણમાં તેમની ભૂમિકા વિશે જાગૃત કરવામાં પણ મદદ કરે છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO) હવામાન, આબોહવા, પાણી અને પર્યાવરણ સહિતના ચાર પાસાઓને ધ્યાનમાં રાખે છે.

    આ રીતે ઉજવવામાં આવે છે આ દિવસ

    જેમ અગાઉ વાત કરી કે દુનિયાભરમાં 191 દેશ વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થાના સભ્ય છે. આજના દિવસે દુનિયાભરમાં કેટલાય પ્રકારના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. લોકોને એ બાબતો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે જેનાથી વાતાવરણમાં પરિવર્તન આવે છે આ પ્રાકૃતિક આફતો આવે છે. વિશ્વ હવામાન દિવસના દિવસે સ્કૂલ, કોલેજ, ઓફિસ વગેરેમાં જુદા જુદા પ્રકારની ડિબેટ, આર્ટ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકોથી લઈને વૈજ્ઞાનિક સુધીના લોકો ભેગા મળીને અન્યોની સામે પોતાના વિચારો મૂકે છે.

    આ પણ વાંચો: એ 6 દેશ જ્યાં ખરેખર મહિલાઓ છે પુરુષ સમોવડી, જાણો અન્ય દેશોની સ્થિતિ

    વિશ્વ હવામાન દિવસ 2022ની થીમ (World Meteorological Day 2022 Theme)

    આ વર્ષે આ દિવસને એક મહત્વની થીમ અંતર્ગત ઉજવવવામાં આવી રહ્યો છે. આ વર્ષની એટલે કે 2022ની થીમ છે- ‘પૂર્વ ચેતાવણી અને પૂર્વ કાર્યવાહી’ (Early Warning and Early Action). આ થીમ હેઠળ આ વર્ષે વિશ્વ હવામાન દિવસ ઉજવવામાં આવશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Explained, History, Know about, Meteorological department, જ્ઞાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन