Home /News /explained /કોરોના ચીનની લેબમાંથી લીક થયો કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રવેશ્યો? WHOના સંશોધકો કહે છે કંઈક આવું!

કોરોના ચીનની લેબમાંથી લીક થયો કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રવેશ્યો? WHOના સંશોધકો કહે છે કંઈક આવું!

રાજ્યમાં કોરોનાના ફક્ત 67 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસ પૈકીના એક પણ કેસ વેન્ટિલેટર પર નથી. રાજ્યમાં 67 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કે કુલ 12,12,932 દર્દીઓ અત્યારસુધીમાં સાજા થઈ ગયા છે. રાજ્યનો મૃત્યઆંક 10942 પર યથાવત છે.

અમેરિકાના રાઇટ-વિંગ ન્યૂઝલેટ્સમાં સંવેદનશીલ વિગતો પ્રકાશિત થઈ હતી. જે મુજબ વાયરસ વુહાન (Wuhan) ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાંથી આ વાયરસ ફેલાયો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી.

  નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)નું ઉદભવ સ્થાન ચીનનું વુહાન શહેર હોવાની વાત ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં બહાર આવી હતી. ત્યારબાદ વાયરસના ફેલાવાને લઇ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા હતા. અમેરિકાના રાઇટ-વિંગ ન્યૂઝલેટ્સમાં સંવેદનશીલ વિગતો પ્રકાશિત થઈ હતી. જે મુજબ વાયરસ વુહાન (Wuhan) ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાંથી આ વાયરસ ફેલાયો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. આ લેબોરેટરી વાયરસના સંશોધન માટે પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald trump) એપ્રિલ મહિનામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને અમેરિકા તરફથી અપાતું ભંડોળ સ્થગિત કરી દીધું હતું. WHO ચાઇનીઝ અધિકારીઓની આધિન હોવાનો આરોપ લગાવ્યો હતો અને યુ.એસ. સરકાર વાયરસના સંભવિત સ્ત્રોત તરીકે લેબની તપાસ કરશે તેવો મત પણ ટ્રમ્પએ વ્યક્ત કર્યો હતો.

  ત્યારથી અત્યારસુધીમાં એક વર્ષથી વધુનો સમય પસાર થઈ ગયો છે. વાયરસ અંગે ઘણા સંશોધન પણ થયા છે. આ વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આવી સ્થિતિમાં લેબોરેટરીમાંથી વાયરસ લીક થયો હોવાની વાત રાજકારણ પ્રેરીત છે, તેવું પણ જાણવા મળ્યું છે. અલબત્ત વાયરસ મૂળ કયા સ્થળેથી આવ્યો તે અંગે તપાસમાં નક્કર પરિણામો આવ્યા નથી. કેટલાક વૈજ્ઞાનિકોએ આ વાયરસ કુદરતી રીતે ઉત્પન્ન થયો હોય તેવું તો કેટલાક કૃત્રિમ હોવાનું માની રહ્યા છે.

  આ પણ વાંચો: અઢી ફૂટના અઝીમ મન્સૂરીને નહોતી મળી રહી દુલ્હન, હવે લગ્ન માટે છોકરીઓની લાઈનો લાગી!

  આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ લેબોરેટરીમાંથી વાયરસ લીક થયો હોવા મામલે તપાસ કરી હતી. જેમાં નિષ્ણાતોની ટીમ જોડાઈ હતી. જેમાં પણ આ વાયરસ લીક ન થયો હોવાની બાબત સામે આવી હતી. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ગેબ્રેએસુસએ વાયરસની ઉત્પત્તિ વિશે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વાયરસ કદાચ ચેપગ્રસ્ત પ્રાણીમાંથી માણસમાં ગયો હતો.

  WHO ટીમના કેટલાક સભ્યો માહિતી એકત્રિત કરવા માટે વુહાન ગયા હતા, તેઓએ સ્વીકાર્યું છે કે, લેબમાંથી વાયરસ લીક થયો છે કે કેમ તે તપાસવા તેમની પાસે કુશળતા, સંસાધનો અથવા આદેશનો અભાવ હતો. ચીન દ્વારા પૂરતો ટેકો ન આપવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ થયા છે. લેબ-લીક થિયરી સાબિત કરવી મુશ્કેલ છે, પરંતુ ટેડ્રોસની થિયરી મુજબ સંજોગોમાં કેટલાક પુરાવા વાયરસના સંભવિત સ્ત્રોત તરીકે વુહાન લેબને દર્શાવે છે.

  નેશનલ સિક્યુરિટી જેમી મેટઝેલે જણાવ્યું હતું કે, કોરોના ક્યાંથી આવ્યો તે તપાસવા માટેની ટીમ ઉપર કેટલાક પ્રતિબંધો ચીની સરકારે મૂક્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા ઉપર દબાણ હતું. જોકે, ચીનના તંત્રએ પૂરતો સહયોગ આપ્યો હોવાનો બચાવ પણ કેટલાક સંશોધકોએ કર્યો હતો.

  આ પણ વાંચો: અમદાવાદ-મહેસાણા હાઇવે પર 1 એપ્રિલથી કાર અને ટુ-વ્હીલર માટે ફરીથી ટોલ ટેક્સ શરૂ થશે? જાણો હકીકત

  બીડેનનું વહીવટ તંત્ર સત્તાવાર રીતે લેબ લીક બાબતે તપાસ માટે તૈયાર છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટનો એક દસ્તાવેજ ટ્રમ્પના પદ છોડવાના પાંચ દિવસ પહેલા પ્રકાશિત થયો હતો જે હજુ પાછો ખેંચાયો નથી. કોરોના ઓળખાતા પહેલા લેબના ઘણા સંશોધકોમાં કોવિડ જેવા લક્ષણો દેખાયા હતા. આ લેબ 2017થી ચાઇનીઝ સૈન્ય માટે પ્રાણી ઉપર પ્રયોગો સહિત સંશોધન સાથે સંકળાયેલી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લેબોરેટરીના કર્મચારીઓને ચેપ લાગ્યા બાદ તેમણે વુહાનમાં વાયરસ ફેલાવ્યો હોવાનો દાવો પણ થયો છે.

  લેબના અધિકારીઓ દ્વારા બીજી તરફ કોરોના સાથે લેબોરેટરીનો કોઈ સંબંધ ન હોવાનો બચાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંશોધક શી ઝહેગલી ચીનની મિલેટ્રી પણ લેબોરેટરી સાથે સંબંધમાં ન હોવાનું જણાવાયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ મુજબ લેબોરેટરીના કર્મચારીને સંક્રમણ લાગ્યું હોવાના કોઈ પુરાવા નથી. હવે આ મામલે વધુ તપાસ થશે નહી.

  કોરોના વાયરસ લેબોરેટરીમાંથી ફાટી નીકળ્યો હોવાની વાતને રાજકારણ પ્રેરિત પણ માનવામાં આવે છે. ચીનની લેબોરેટરીમાં તપાસ આ મામલે થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના માઈક્રોબાયોલોજીસ્ટ ડોમિનિક વેયરના કહેવા મુજબ લેબમાંથી અકસ્માતથી વાયરસ ફેલાયો હોવાની વાત નકારી શકાય નહીં.

  આ પણ વાંચો: દર્દનાક મોત: બાળકીએ બસની બારીમાંથી મોઢું કાઢતા જ ટ્રક સાથે ટક્કર, માથું ધડથી અલગ થયું

  ટીમના પશુધન અને માનવ સ્વાસ્થ્ય વિશેના વિયેતનામના નિષ્ણાત હંગ ન્ગ્યુએન-વિયેટએ આ લેબોરેટરીના ખૂબ વખાણ કર્યા હતા. ડબ્લ્યુએચઓના રિપોર્ટમાં એવી શંકા પણ વ્યક્ત થઈ છે કે વુહાનમાં વાયરસ ફાટી નીકળતાં પહેલા સાર્સ-કોવ -2 સંબંધિત વાયરસનો લેબોરેટરીમાં પ્રયોગ થઈ રહ્યો હતો. જે આકસ્મિક રીતે ફેલાયો હોઈ શકે. 2013માં ચીનના યુનાન પ્રાંતમાંથી કોરોના જેવો જ એક વાયરસ મળ્યો હતો. જેને RaTG13 નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ચીનની એક ખાણમાં ચામાચીડિયાના કારણે વાયરસ ફેલાઈ ગયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
  First published:

  Tags: Corona vaccine, Coronavirus, Laboratory, Who, Wuhan, ચીન

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો