Home /News /explained /

World Health Day 2022: આજે જળવાયુ સંકટ બન્યું છે સ્વાસ્થ્યની મુખ્ય સમસ્યા, મૃત્યુનો આંકડો છે ચોંકાવનારો

World Health Day 2022: આજે જળવાયુ સંકટ બન્યું છે સ્વાસ્થ્યની મુખ્ય સમસ્યા, મૃત્યુનો આંકડો છે ચોંકાવનારો

World Health Day 2022: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organisation)એ આ વર્ષે ‘આપણો ગ્રહ, આપણું સ્વાસ્થ્ય’નો નારો આપ્યો છે. આજે મનુષ્યના સ્વાસ્થ્ય સાથે જ આપણા ગ્રહને પણ બચાવવાની જરૂરિયાત વધી રહી છે.

World Health Day 2022: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organisation)એ આ વર્ષે ‘આપણો ગ્રહ, આપણું સ્વાસ્થ્ય’નો નારો આપ્યો છે. આજે મનુષ્યના સ્વાસ્થ્ય સાથે જ આપણા ગ્રહને પણ બચાવવાની જરૂરિયાત વધી રહી છે.

  World Health Day 2022: છેલ્લા બે વર્ષથી કોવિડ-19 (Covid-19 Pandemic) મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયા હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organisation) તરફ આશા અને ઉત્સુકતાથી જોઈ રહી છે. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day 2022) મનાવવામાં આવે છે ત્યારે એ જોવાનું રહેશે કે વિશ્વની સૌથી મોટી વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થા હોવાને નાતે તે દુનિયાને સ્વાસ્થ્ય માટે શું માર્ગદર્શન આપે છે. વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આ વર્ષે સંગઠને ‘આપણો ગ્રહ, આપણું સ્વાસ્થ્ય’ (Our Planet, Our Health)નો નારો આપ્યો છે. આજે મનુષ્યના સ્વાસ્થ્ય સાથે જ આપણા ગ્રહને પણ બચાવવાની જરૂરિયાત વધી રહી છે. જળવાયુ સંકટને કારણે દુનિયા સ્વાસ્થ્યની આપત્તિનો સામનો કરી રહી છે.

  મનુષ્ય અને આપણો ગ્રહ

  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે મહામારી, પ્રદૂષિત ગ્રહ અને હૃદયરોગ, કેન્સર, અસ્થમા જેવા વધતા જતા રોગો વચ્ચે આ વર્ષે તે સમગ્ર વિશ્વનું ધ્યાન માનવ અને આપણા ગ્રહને સ્વસ્થ રાખવા માટે જરૂરી પગલાં લેવા તરફ દોરશે.

  આ પણ વાંચો: રશિયા પર નરસંહારનો આરોપ, શું યુદ્ધ અપરાધના દાયરામાં આવે છે નાગરિકોના મૃત્યુ?

  1.3 કરોડ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે

  આ વર્ષે માત્ર કોવિડ મહામારી જ નહીં પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સંસ્થાનો અંદાજ છે કે ટાળી શકાય તેવા પર્યાવરણીય કારણોને લીધે વિશ્વભરમાં 1.3 કરોડ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. તેમાં જળવાયુ સંકટ પણ સામેલ છે જે માનવતા માટે સૌથી મોટો ખતરો બની રહ્યો છે. આ રીતે જળવાયુ સંકટ આરોગ્ય સંકટ બની ગયું છે.

  World Health Day 2022
  આજે આપણા ગ્રહ (Earth)નું બગડતું સ્વાસ્થ્ય આપણા સ્વાસ્થ્યને બગાડી રહ્યું છે. (Image- istock)


  આબોહવાની ભૂમિકા

  નોંધનીય છે કે આ આંકડો માત્ર આબોહવા સંબંધિત મૃત્યુનો છે, જ્યારે જે લોકો બીમારીથી મરી રહ્યા છે, તેમની પાછળ પણ ક્યાંકને ક્યાંક આબોહવા સંકટનો ચોક્કસ ફાળો છે. બે વર્ષ સુધી કોવિડ-19 મહામારી સામે લડ્યા બાદ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના બદલે સામાન્ય સ્વાસ્થ્ય પર ભાર મૂકવાને પ્રાથમિકતા આપી છે.

  કેટલાક મોટા સવાલ

  પોતાની વેબસાઈટના હોમપેજ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પૂછે છે: શું આપણે બધા માટે સ્વચ્છ હવા, પાણી અને ખોરાક સાથેની દુનિયાની ફરી કલ્પના કરી શકીએ છીએ? શું તમામ અર્થવ્યવસ્થાઓ આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે? શું શહેરો રહેવા યોગ્ય છે અને શું લોકોનું તેમના સ્વાસ્થ્ય તેમજ આપણા ગ્રહના સ્વાસ્થ્ય પર નિયંત્રણ છે? આ પ્રશ્નો આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણી નીતિઓમાં કેટલા સાચા છીએ.

  World Health Day 2022
  પૃથ્વીના સ્વાસ્થ્યનો સીધો સંબંધ માનવ સ્વાસ્થ્ય સાથે બની ગયો છે. (Image- shutterstock)


  કયા પરિવર્તનો થઈ રહ્યા છે

  આપણા રાજકીય, સામાજિક અને વ્યવસાયિક નિર્ણય આબોહવા અને આરોગ્ય સંકટ તરફ દોરી રહ્યા છે. વિશ્વના 90 ટકા લોકો ખરાબ હવા શ્વાસ લઈ રહ્યા છે જે અશ્મિભૂત ઇંધણથી બની રહી છે. વિશ્વમાં વધતી જતી ગરમીને કારણે જ મચ્છરજન્ય રોગો ઝડપથી અને દૂર-દૂર સુધી ફેલાવા લાગ્યા છે, તીવ્ર હવામાનની ઘટનાઓ, ઓછી જમીન અને પાણીની અછત લોકોને વિસ્થાપિત કરી રહી છે.

  આ પણ વાંચો: Hubble ટેલિસ્કોપમાં જોવા મળી ‘ભ્રૂણ ગુરુ ગ્રહ’ની તસ્વીર, ગ્રહ નિર્માણ સમજવામાં મળશે મદદ

  આ સમસ્યાઓ પણ છે

  એટલું જ નહીં, પ્રદૂષણ અને પ્લાસ્ટિક મહાસાગરોની ઊંડાઈથી લઈને પર્વતોની ઊંચાઈ સુધી પહોંચી ગયા છે અને હવે આપણી ફૂડ ચેઈનનો એક ભાગ બની ગયા છે. પ્રોસેસ્ડ ફૂડ, પીણાં અને અન્ય બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પ્રણાલીઓ જે સ્થૂળતા, કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓ તરફ દોરી જાય છે તે એક તૃતિયાંશ વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના માટે જવાબદાર છે.

  એવું નથી કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ-19 મહામારીને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી છે. સંસ્થા સ્પષ્ટપણે માને છે કે મહામારીએ સમાજના તમામ ક્ષેત્રોની નબળાઈને ઉજાગર કરી છે. તેણે ટકાઉ સ્વસ્થ સમાજો બનાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે જે આજે અને ભાવિ પેઢીઓ માટે સમાન આરોગ્ય લાવવા માટે પ્રતિબદ્ધ છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, WHO ડબ્લ્યુએચઓ, World health organization

  આગામી સમાચાર