World Environment Day 2021: જાણો શું છે આ વર્ષની થીમ અને ક્યો દેશ કરશે મેજબાની?

World Environment Day 2021: જાણો શું છે આ વર્ષની થીમ અને ક્યો દેશ કરશે મેજબાની?
(પ્રતીકાત્મક તસવીર: Shutterstock)

પર્યાવરણ અને તેના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

  • Share this:
World Environment Day 2021: પૃથ્વી પર આવેલ દરેક પ્રાકૃતિક સંસાધનો પર માનવી આધાર રાખે છે, તે વાત સંપૂર્ણ સત્ય છે. પૃથ્વી પર આપણને મળેલ સૌથી કિંમતી અને જીવન જરૂરિયાતી ગણાવી શકાય તે પર્યાવરણ (Environment) છે. કોરોના મહામારી (Corona Pandemic)એ માણસને આ વાત ખૂબ સારી રીતે સમજાવી દીધી છે કે એક સ્વસ્થ અને સારું જીવન જીવવા માટે પર્યાવરણની શુદ્ધિ અને ઓક્સિજન (Oxygen)ની માત્રા કેટલી જરૂરી છે. આ વાત જાણતા હોવા છતા આપણે આજે પર્યાવરણને સંપૂર્ણ દૂષિત બનાવી દીધું છે. જેના પરીણામ સ્વરૂપે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને આપણે ગ્લોબલ વોર્મિંગ (Global Warming)ની વણસતી પરીસ્થિતિ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ.

લોકોમાં પર્યાવરણ અને તેના મહત્વ અંગે જાગૃતિ (Awareness) આવે તે માટે દર વર્ષે 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) તરીકે મનાવવામાં આવે છે. વૃક્ષો સતત કપાઇ રહ્યા છે અને પ્રકૃતિમાં અસંતુલન વધી રહ્યું છે. તેના જ કારણે વિશ્વભરની ઇકોસિસ્ટમમાં ઘણા બદલાવ થઇ રહ્યા છે. આ ગંભીર સમસ્યાઓમાંથી બહાર આવવાનો એક માત્ર રસ્તો છે, વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરીને પર્યાવરણને ફરી જીવંત કરવું.ક્યારે થઇ હતી આ દિવસની શરૂઆત?

પર્યાવરણમાં વધી રહેલા અસંતુલનને ધ્યાનમાં રાખી સંયુક્ત રાષ્ટ્ર સંઘ(UNO)ની પહેલ બાદ વિશ્વ પર્યાવરણ સુરક્ષાને લઇને જાગૃકતા ફેલાવવા વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 1974માં કરવામાં આવી હતી. આ દિવસને દર વર્ષે નવી થીમ સાથે મનાવવામાં આવે છે. વર્ષ 2021 માટે આ થીમ ઇકોસિસ્ટમ રેસ્ટોરેશન છે. આ થીમ અંતર્ગત વૃક્ષો વાવી અથવા પર્યાવરણનુ જતન કરી પ્રદૂષણના વધતા સ્તરને રોકવાના પ્રયાસો કરાશે.

આ પણ વાંચો, RBI Monetary Policy: રેપો રેટ 4% પર બરકરાર, 9.5% જીડીપી ગ્રોથનું અનુમાન

વર્ષ 2021માં આ દેશ કરશે મેજબાની

આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના ભાગરૂપે પાકિસ્તાન વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની મેજબાની કરશે. વર્ચ્યુઅલ ફિફ્થ યૂએન એન્વાયર્નમેન્ટ એસેમ્બલીના કાર્યક્રમમાં જાહેરાત કરતા પાકિસ્તાન પ્રધાનમંત્રીના સલાહકાર અને જળવાયુ પરિવર્તન મંત્રી મલિક અમીન અસલમે વિશ્વભરમાં ઇકોસિસ્ટમની અધોગતિ રોકવા અને તેની પુન:સ્થાપનાની જરૂરિયાત વિશે જણાવ્યું હતું.

પર્યાવરણ જાગૃતિ માટે આ દિવસો પણ ઉજવાય છે

વિશ્વ સાયકલ દિવસ

3 જૂનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ સાયકલ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સાયકલની વિશિષ્ટતા, દીર્ઘાયુ અને બહુમુખી પ્રતિભાને ઓળખવામાં આવે છે, જે બે સદીઓથી ઉપયોગમાં લેવાઇ રહી છે. સાયકલ પરીવહન માટેનો એક સરળ, સસ્તો, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ સાધન છે.

વિશ્વ મહાસાગર દિવસ

8 જૂનને મહાસાગરોના સંરક્ષણ વિશે જાગૃકતા વધારવા માટે અને વિશ્વભરમાં સતત વિકાસ લક્ષ્યો સાથે કામ કરવા માટે એક દિવસ તરીકે મનાવવામાં આવે છે.

રણ અને દુષ્કાળનો મુકાબલો કરવા માટે વિશ્વ દિવસ

સંયુક્ત રાષ્ટ્ર 17 જૂનને દેશો દ્વારા સ્થાયી જમીન વ્યવસ્થાપન ક્ષેત્રે કરાયેલા કામોની સરાહના માટે રણ અને દુષ્કાળનો સામનો કરવા માટે વિશ્વ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

આ પણ વાંચો, શું રસીકરણ બાદ કોવિડ-19 ટેસ્ટ કરવાની જરૂરી છે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વિશ્વ વર્ષાવન દિવસ

વર્ષાવનોનુ હનન વિશ્વ માટે આજે સૌથી મોટી પર્યાવરણીય મુશ્કેલી છે. સંયુક્ત રાષ્ટ્રએ 22 જૂનને વિશ્વ વર્ષાવન દિવસ તરીકે જાહેર કર્યો છે. જેનો ઉદ્દેશ્ય વર્ષાવનોની રક્ષા કરી લોકોમાં જાગૃકતા વધારી અને લોકોને વર્ષાવન બચાવવા ઉત્સાહિત કરવાનો છે.

યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ ટ્રેલ્સ ડે

દર વર્ષે જૂનના પહેલા શનિવારે અમેરિકન હાઇકિંગ સોસાયટી બધાને ગુણવત્તાપૂર્ણ હરિત સ્થાનને સંરક્ષિત કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી અને હરીયાળી જાળવવા વર્ષમાં એક કાર્ય કરવા કહે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ