Home /News /explained /

World Earth Day 2022: શા માટે મનાવવામાં આવે છે ‘વિશ્વ પૃથ્વી દિવસ’? જાણો તેનો ઇતિહાસ અને આ વર્ષની થીમ

World Earth Day 2022: શા માટે મનાવવામાં આવે છે ‘વિશ્વ પૃથ્વી દિવસ’? જાણો તેનો ઇતિહાસ અને આ વર્ષની થીમ

આ દિવસે પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાનો સંકલ્પ લેવામાં આવે છે. (Image- canva.com)

World Earth Day 2022: દર વર્ષે 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day) મનાવવાનો હેતુ એ જ છે કે લોકો પૃથ્વીનું મહત્વ સમજે અને પર્યાવરણ માટે જાગૃત બને. આ જ કારણ છે કે આ દિવસે પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાનો સંકલ્પ લેવામાં આવે છે.

વધુ જુઓ ...
    World Earth Day 2022: વર્લ્ડ અર્થ ડે (World Earth Day) એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોને પૃથ્વીથી સંબંધિત પર્યાવરણના પડકારો જેમ કે, ક્લાઈમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને જૈવવિવિધતા સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે. તો પૃથ્વીને બચાવવા થઈ રહેલા પ્રયત્નોને વેગ મળે એવો ઉદ્દેશ પણ છે. આ દિવસને ઇન્ટરનેશનલ મધર અર્થ ડે (International Mother Earth Day) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાનો સંકલ્પ કરવામાં આવે છે.

    વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે વૃક્ષારોપણ, કચરો ઉપાડવો, લોકોને સસ્ટેનેબલ લાઇફ (ટકાઉ જીવન) જીવવા માટે પ્રેરિત કરવા જેવા વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉપરાંત બાળકોમાં જાગૃત્તિ ફેલાવવા માટે આ દિવસે સ્કૂલો અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો પણ આયોજિત થાય છે.

    આ પણ વાંચો: 'World Voice Day 2022' પર તમારા અવાજને સ્વસ્થ રાખવા માટે જાણો આ 8 ટિપ્સ

    વિશ્વ પૃથ્વી દિવસનો ઇતિહાસ (World Earth Day History)

    વિશ્વ પૃથ્વી દિવસ વૈશ્વિક સ્તરે 192 દેશોમાં મનાવવામાં આવે છે. 60-70ના દાયકામાં જંગલો અને વૃક્ષોને અંધાધુંધ કપાતા જોઈને સપ્ટેમ્બર 1969માં સિએટલ, વોશિંગ્ટનમાં એક સંમેલનમાં વિસ્કોન્સિનના અમેરિકન સેનેટર જેરાલ્ડ નેલ્સને તેને મનાવવાની જાહેરાત કરી હતી. આ રાષ્ટ્રવ્યાપી જન અંદોલનમાં અમેરિકાની સ્કૂલ અને કોલેજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ સંમેલનમાં 20 હજારથી પણ વધુ લોકો એકઠાં થયા હતા. વર્ષ 1970થી આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

    આ પણ વાંચો: Dr Ambedkar Jayanti: આંબેડકર પરિવારની ત્રીજી અને ચોથી પેઢી શું કરી રહી છે? જાણો

    વિશ્વ પૃથ્વી દિવસનું મહત્વ (World Earth Day Significance)

    1970ની સાલથી દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને જૈવ વિવિધતાના નુકસાન, વધતા પ્રદૂષણ જેવા પર્યાવરણીય મુદ્દાને ઉજાગર કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસે અર્થ ડે ઓર્ગેનાઈઝેશન (પહેલાં અર્થ ડે નેટવર્ક) દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. તેમાં 193 દેશોના 1 અબજથી પણ વધુ લોકો સામેલ છે.

    શું છે આ વર્ષની થીમ (World Earth Day 2022 Theme)

    આ વખતે વિશ્વ પૃથ્વી દિવસની થીમ છે- ‘ઇન્વેસ્ટ ઇન અવર અર્થ’ (Invest in Our Earth) એટલે કે ‘આપણી પૃથ્વીમાં રોકાણ કરો’. તેમાં સાહસિક રીતે કામ કરવું, વ્યાપક રૂપે ઇનોવેશન કરવું અને યોગ્ય રીતે તેને લાગુ કરવાનો સમાવેશ થાય છે. આ પહેલા 2021માં વર્લ્ડ અર્થ ડેની થીમ ‘રિસ્ટોર અવર અર્થ’ અને 2020ની થીમ ‘ક્લાઈમેટ એક્શન’ હતી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Awareness, Earth પૃથ્વી, Environment, Explained, Lifestyle, જ્ઞાન

    આગામી સમાચાર