World Day to Combat Desertification and Drought: જાણો શું છે આ દિવસનું ખાસ મહત્ત્વ

માનવીય ગતિવિધિઓના કારણે દુનિયાની ઘણી જમીન રણ બનવાની પ્રક્રિયામાં આવી ગઈ છે જેને રોકવું ખૂબ જરુરી છે. (Photo: Shutterstock)

માનવીય ગતિવિધિઓના કારણે દુનિયાની ઘણી જમીન રણ બનવાની પ્રક્રિયામાં આવી ગઈ છે જેને રોકવું ખૂબ જરુરી છે

  • Share this:
હાલના સમયમાં વિશ્વભરમાં પર્યાવરણ (Environment)ને લઇને જ્યારે પણ વાત થાય છે તો ગ્લોબલ વોર્મિંગ (Global Warming), વાયુ પ્રદુષણ (Air Pollution)નો ખાસ ઉલ્લેખ થાય છે. જળવાયુ પરિવર્તન (Climate Change)ના નામે પણ વિશ્વમાં ઋતુ, મહાસાગરોનું વધતું જળસ્તર, બરફનું પીગળવું જેવા મુદ્દાઓ છવાયેલા રહે છે. પરંતુ આ તમામ પર્યાવરણની સમસ્યાઓનો માત્ર થોડો ભાગ છે. આ સિવાય ઘણી સમસ્યાઓ ગંભીર બની રહી છે, જેમાં દુષ્કાળ (Drought) અને રણનો વધતો વિસ્તાર (Desertification) મહત્વની છે. તેને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા દર વર્ષે 17 જૂને રણ અને દુષ્કાળ સામે લડવા માટે વિશ્વ દિવસ (World Day to Combat Desertification and Drought) મનાવવામાં આવે છે.

શું છે ઉદ્દેશ્ય?

સંયુક્ત રાષ્ટ્રનો આ દિવસ લીલા ઝાડ, સંધારણીય વિકાસ, માનવ સ્વાસ્થ્યની સાથે પૃથ્વીના ભૂમિ પારિસ્થિતિકી તંત્રના સંરક્ષણ માટે મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય પૃથ્વી પર તે સ્થિતીઓને નાશપ્રાય થતા બચાવવાનો છે, જેમાં માનવી અને પ્રાણીઓ જીવન જીવી શકે છે. પરંતુ રણ અને દુષ્કાળ જેવી સમસ્યા માત્ર મનુષ્ય જીવન માટે જ નહીં પરંતુ પર્યાવરણને પણ તેવા સમય તરફ ધકેલી રહી છે જ્યાંથી પરત આવું મુશ્કેલ છે.

શું છે મરૂસ્થલીકરણ

આ સમસ્યાને સમજવા માટે મરૂસ્થલીકરણની પ્રક્રિયા સમજવી ખૂબ જરૂરી છે. જ્યારથી માનવીએ વિકાસ પ્રક્રિયા શરૂ કરી છે, તેણે ભૂમિનો ઉપયોગ કરી તેની પ્રાકૃતિક પ્રક્રિયાઓ ખતમ કરવાનું શરૂ કર્યું છે. તેનાથી જમીન પર વૃક્ષોનું અસ્તિત્વ તો સંકટમાં મુકાયું છે, સાથે જ માટી પણ ખતમ થઇ રહી છે અને રણમાં પરિવર્તિત થવા લાગી છે. આ જ પ્રક્રિયાને મરૂસ્થલીકરણ કહે છે.

આ પણ વાંચો, આપની પાસે છે 1, 5 અને 10 રૂપિયાની આ નોટ? તો મળી શકે છે પૂરા 1 લાખ, જાણો કેવી રીતે

માણસો માટે મુશ્કેલી

આમ તો મરૂસ્થલીકરણ એક પ્રાકૃતિક અને ખૂબ ધીમી પ્રક્રિયા છે, પરંતુ માનવીય ગતિવિધિઓએ તેને ખૂબ ઝડપી બનાવી દીધી છે. માટીના નિર્માણમાં લાખો વર્ષોનો સમય લાગે છે, જેથી તેમાં વૃક્ષો ઉગી શકે છે. પરંતુ એક વખત માટી રણની માટી બની ગઇ તો તેમાં વૃક્ષો ઉગી શકતા નથી. વિશ્વમાં આ કારણે રણનો વિસ્તાર ઝડપથી વધી રહ્યો છે. જેથી માણસ જાતિ માટે સમસ્યા વધી રહી છે.

આ વર્ષે શું છે થીમ?

આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રની રણ અને દુષ્કાળ સામે લડવામાં માટે દિવસની થીમ છે, પુનર્સ્થાપન. જમીન, સુધાર. આપણે સ્વસ્થ ભૂમિને ફરીથી ફરીથી વધુ સારું નિર્માણ કરશું. વિશેષકોનું માનવું છે કે આપણે રણની પ્રક્રિયાને રોકવી પડશે. જેથી માટીની ઉર્વરતાને જાળવી રાખવાની સાથે માટીના ધોવાણને પણ અટકાવી શકાય. તેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય વૃક્ષારોપણ કરવાનો છે. તેનાથી જ ભૂમિનું પુનર્સ્થાપન થઇ શકશે. આ સાથે જ આપણે જમીનને ઉપયોગમાં લેવાની રીતો પણ બદલવી પડશે, જેથી દુષ્કાળની સ્થિતિ સતત ન આવે.

આ પણ વાંચો, OMG! દેશી જુગાડથી 150 રૂપિયામાં એક જ દિવસમાં બનાવ્યું Wi-Fi-Bluetooth ડિવાઇસ

જમીન પુનર્સ્થાપનની પ્રાસંગિકતા

આ દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રના ડેઝર્ટિફિકેશન કોમ્બેટના કન્વેન્શનના કાર્યકારી સચિવ ઇબ્રાહિમ થિયાએ જણાવ્યું કે, ભૂમિ પુનર્સ્થાપના કોવિડ-19 મહામારીના સમયમાં થયેલ નુકસાનમાંથી બહાર નીકળવામાં મદદગાર પ્રક્રિયા સાબિત થઇ શકે છે. ભૂમિ પુનર્સ્થાપનમાં રોકાણ લોકો માટે રોજગારી ઉભી કરવાની સાથે આર્થિક લાભ ઉભો કરી શકે છે અને આજીવિકા પ્રદાન કરી શકે છે. જ્યારે લાખો કરોડો લોકોએ પોતાની આવકના સાધનો ગુમાવી દીધા છે.

કેટલું મોટું છે સંકટ

થિયોએ આગળ જણાવ્યું કે, જો વિશ્વના દેશો વર્ષ 2030 સુધી 80 કરોડ હેક્ટરની જમીનને પુનર્સ્થાપિત કરવાનો લક્ષ્ય મેળવી શકીએ તો આપણે માનવતા અને આપણા ગ્રહને ઘણા મોટા વિનાશથી બચાવી શકાશે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર કુલ 80 લાખની પ્રજાતિઓમાંથી 10 લાખ પ્રજાતિઓ વિલુપ્ત થવાના જોખમનો સામનો કરી રહી છે.
First published: