World Athletics Day: ડિજિટલ યુગમાં બાળકોને ગેજેટની સાથે ફિઝિકલ રમતગમતમાં પણ એક્ટિવ રાખવા જરૂરી

(Representative pic: Shutterstock)

સૌપ્રથમ વર્લ્ડ એથ્લેટિક્સ ડે 1996માં ઉજવાયો હતો. જેની શરૂઆત ફેડરેશનના તત્કાલીન પ્રમુખ પ્રિમો નેબિઓલો દ્વારા કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથલેટિક્સ ફેડરેશન સ્પેસ એથ્લેટિક્સની રમત માટે વિશ્વવ્યાપી સંચાલિત સંગઠન છે. તે 1912ની 17 જુલાઈથી સ્વિડનના સ્ટોકહોમ ખાતેથી સંચાલિત થાય છે.

  • Share this:
વર્તમાન ડિજિટલ યુગમાં નાનપણથી જ બાળકો મોબાઈલ અથવા તો અન્ય ગેજેટ પાછળ ઘેલા થાય છે. રમતગમતમાંથી ફિઝિકલ એક્ટિવિટી દૂર થઈ રહી છે. આવી સ્થિતિમાં વર્લ્ડ એથ્લેટિક્સ દિવસ ઉજવવો જરૂરી બન્યો છે.

વિશ્વમાં 7મી મેના રોજ વર્લ્ડ એથ્લેટિક્સ ડે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં એથ્લેટિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. 2003માં વર્લ્ડવાઇડ ન્યૂબી એથલેટિક ફેડરેશન દ્વારા તેની શરૂઆત કરાઈ હતી. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથલેટિક્સ ફેડરેશન (IAAF’s)દ્વારા સામાજિક જવાબદારીને લગતો ‘એથ્લેટીક્સ ફોર એ ગ્રેટર વર્લ્ડ’ પ્રોજેકટ ચલાવવામાં આવે છે. વર્લ્ડ એથ્લેટીક્સ ડે આ પ્રોજેકટનો હિસ્સો છે.

વર્તમાન સમયે મેદસ્વીતાને લગતી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે રમતગમતના માધ્યમથી આરોગ્ય અને તંદુરસ્તી વિશે લોકોમાં જાગૃતિ લાવવાની આ ચાવી છે.

આ વર્ષે મોટાભાગના ફેડરેશને ધ વર્લ્ડ એથ્લેટિક્સ ડેની ઉજવણી 5 મેના રોજ કરી હતી. જ્યારે બાકીના ફેડરેશન 12 મેના રોજ ઉજવશે.

આ કાર્યક્રમમાં આટલી ઇવેન્ટ સામેલ હશે

1. સ્પ્રિન્ટ ઇવેન્ટ

2. મધ્યમ અંતરની ઇવેન્ટ (1500 મીટર)

3. હર્ડલ્સ રેસ

4. જમ્પિંગ હરીફાઈ

5. ફેંકવાની સ્પર્ધા

6. ચાલવાની સ્પર્ધા

સૌપ્રથમ વર્લ્ડ એથ્લેટિક્સ ડે 1996માં ઉજવાયો હતો. જેની શરૂઆત ફેડરેશનના તત્કાલીન પ્રમુખ પ્રિમો નેબિઓલો દ્વારા કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથલેટિક્સ ફેડરેશન સ્પેસ એથ્લેટિક્સની રમત માટે વિશ્વવ્યાપી સંચાલિત સંગઠન છે. તે 1912ની 17 જુલાઈથી સ્વિડનના સ્ટોકહોમ ખાતેથી સંચાલિત થાય છે.

વિશ્વ એથ્લેટિક્સ દિવસની ઉજવણીના ઉદ્દેશો શું?

યુવાવર્ગમાં રમતગમતને પ્રોત્સાહન આપવું.

એથ્લેટિક્સને પ્રોત્સાહન આપવું. શાળાઓ અને સંસ્થાઓમાં એથ્લેટીક્સને પ્રાથમિક રમતનો દરજ્જો આપવો.

રમતગમત પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવી. યુવાનોને સ્પોર્ટ્સના મહત્વ વિશે શિક્ષણ આપવું.

યુવાવર્ગ, આપણી રમતો અને પર્યાવરણના સંરક્ષણ વચ્ચે મહત્વની કડી સ્થાપવી.

આ દિવસે કઈ કઈ રમતોનું આયોજન થાય છે?

- એથ્લેટિક્સની રમતમાં ચાલવું, દોડવું, ફેંકવું અને કૂદવું સહિતની સ્પર્ધાત્મક ઇવેન્ટ થાય છે.

- ટ્રેક એન્ડ ફિલ્ડ, રોડ રનિંગ, રેસ વૉકિંગ, તેમજ ક્રોસ કન્ટ્રી રનિંગ જેવી સ્પર્ધાઓ એથ્લેટિક્સના સામાન્ય પ્રકાર છે.

- ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ એથ્લેટિક્સ ડેનો ઉદ્દેશ બાળપણથી જ વિદ્યાર્થીઓમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. અહીં પરફોર્મન્સ કરે તો તેઓ ઓલિમ્પિક ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી મોટી ઇવેન્ટ્સમાં સારા પરિણામ આપી શકે છે.
First published: